જલ્સા કરોને જેંતીલાલ

ભારતનાં પાંચ જાંબાઝ જાસૂસો જેમણે હચમચાવી દીધું હતું પાકિસ્તાન, પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી જાસૂસી !!!

મિત્રો આલિયા ભટ્ટની મૂવી રાઝી બાબતે તો સૌ જાણતા જ હશો.જે બોલીવુડ બોક્સ ઓ ફિસમાં સારું ચાલ્યું હતું.આ મૂવી ખૂબ જ સુર્ખિઓમાં રહી હતી.કારણ કે તે એક ડિટેક્ટિવની સત્ય ઘટના પર આધારિત ચલચિત્ર છે.તે એક છોકરીની સત્ય ઘટના હતી જે બહાદુરી પૂર્વક ભારત માટે પાકિસ્તાન જાસૂસી કરવા માટે જાય છે.આ મૂવી એક નોવેલ પરથી બનાવવામાં આવ્યુ હતું જેનું નામ છે કોલિંગ સહેમત.

આલિયા ભટ્ટે મૂવીમાં જે ડિટેક્ટિવ છોકરીનો કિરદાર ભજવ્યો હતો તેમનું નામ છે સહમત.જે એક કાશ્મીરી બીઝનેસમેનની છોકરી હતી.જેને જાસૂસીની ટ્રેનિંગ આપવામાં આવી અને તેના વિવાહ એક પાકિસ્તાની ઓ ફિસર સાથે કરાવવામાં આવ્યા હતા.જેથી તે પાકિસ્તાનમાં રહે અને ૧૯૭૧ની જંગમાં પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાનની ગુપ્ત માહિતી ભારતને આપી શકે.

મિત્રો આજ અમે ભારતનાં પાંચ એવા જાસૂસો બાબત જણાવીશું, જેમને ભારત માટે પોતાની જાનનાં જોખમ પર પાકિસ્તાનને હચમચાવીને રાખી દીધુ હતું.તે ખુદનાં જીવ જોખમમાં મુકીને ભારત દેશ માટે પાકિસ્તાન જાસૂસી કરવા માટે ગયા હતા.અને ત્યાં પોતાની ઓળખ બદલાવીને બહાદુરી પૂર્વક ભારત માટે જાસૂસી કરી રહ્યા હતા.આ જાસૂસોએ એ વા કાર્યો કર્યા છે જેની કોઈ કલ્પના સુધ્ધા ન કરી શકાય.તો ચાલો જાણીએ તેવા પાંચ ડિટેક્ટિવ વિશે.

આ ડિટેક્ટિવોમાંથી એક ડિટેક્ટિવ છે મોહનલાલ ભાસ્કર.મોહનલાલનાં વિવાહને ફક્ત આઠ જ મહિના થયા હતા જ્યારે તેમને પાકિસ્તાન જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.તે સમય તેમની પત્ની ગર્ભવતિ હતી.મોહનલાલે પોતાની દિકરીનું મુખ જોવા માટે વર્ષો સુધી પ્રતિક્ષા કરવી પડી હતી.કારણ કે મોહનલાલને પાકિસ્તાનમાં જાસૂસી કરવાનાં આરોપસર છ વર્ષ સુધી પાકિસ્તાનની જુદી-જુદી જેલોમાં રાખવામાં આવ્યા હતા.મિત્રો જ્યારે મોહનલાલે જાસૂસી કરવાની તૈયારી કરી હતી ત્યારે તેનાં કુંટુંબીઓ ને ખ્યાલ પણ નહોતો કે તે એક ડિટેક્ટિવ બનવા જઈ રહ્યા છે.

મોહનલાલે ભાસ્કરમાંથી પોતાનું નામ બદલાવી મોહમ્મદ અસલમ રાખ્યું.ઈસ્લામની પૂરી ટ્રેનિંગ લઈને તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતા.ભાસ્કરને પાકિસ્તાનનાં ન્યૂક્લીયર પ્રોગામ વિશે માહિતી લેવા માટે મોકલવામાં આવ્યા હતા.પરંતુ દુર્ભાગ્યવશ તેમના જ એક સાથી કાર્યકરનાં દગાને કારણે તેઓ પકડાઈ ગયા.ત્યારપછી ૧૪ વર્ષ જેલમાં રાખ્યા પછી ભાસ્કરને મુક્ત કરી દેવામાં આવ્યા.

તેવા જ બીજા જાંબાઝ ડિટેક્ટિવ થઈ ગયા રવિન્દર કૌશિક.એક થા ટાઈગર નામની સલમાન ખાનની મૂવી રવિન્દર કૌશિકનાં જીવન પર બનાવવામાં આવ્યુ છે.રવિન્દરનો જન્મ શ્રી ગંગાનગરમાં થયો હતો.તેઓ એક થીએ ટર આર્ટિસ્ટ હતા.જ્યારે તેઓ 21 વર્ષના હતા ત્યારે જ RAWનું ધ્યાન તેમના પર પડ્યું.ત્યારે રવિન્દર સ્ટેજ પર પોતાનું પર્ફોર્મન્સ આપી રહ્યા હતા.બે વર્ષ ઈસ્લામ તેમજ ઉર્દુની ટ્રેનિંગ લીધા બાદ તેઓનાં પોતાના હિંદુ રેકોર્ડ ખતમ કરાયા અને બાદમાં તેઓ મુસલમાન બની પાકિસ્તાન ગયા.પાકિસ્તાન નબી અહેમદનાં નામથી ગયા અને ત્યાં કરાંચીની અંદર LLB કર્યુ અને પાકિસ્તાન સેનામાં પણ જોડાયા.એટલું જ નહિ તેમની બઢતી પણ થઈ અને તેમને મેજરનો હોદો પણ પાકિસ્તાનમાં મેળવ્યો.

વર્ષ 1979 થી માંડીને વર્ષ 1983 સુધી તેઓ સતત જરૂરી અને ખાસ સિક્રેટ ઈન્ફોર્મેશન ભારતીય સેનાને મોકલતા રહ્યા.પરંતુ RAW નાં જ એક નાના ડિટેક્ટિવની ભૂલનાં કારણે રવિન્દર પકડાઈ ગયા હતા.ત્યારપછી વર્ષ 1985માં તેઓ પાકિસ્તાન સેના દ્બારા પકડાઈ ગયા હતા.પણ તે સમય ભારતમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી અને તેમને રવિન્દર કૌશિકને મુક્ત કરાવવા માટે એક પણ પ્રતિસાદ આપ્યો ન હતો.મદદ માટે જેલની અંદરથી રવિન્દર કૌશિક દ્વારા અનેક પત્રો લખવામાં આવતા હતા પણ સરકાર દ્બારા કોઈપણ પ્રત્યુત્તર આપવામાં ન આવ્યો .તે દરમિયાન તેમને આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી અને ત્યાં જેલમાં તેમણે દેહ ત્યાગ કરી નાખ્યો અને શહીદ થયા.

તેવા જ વધુ એક જાસૂસ થઈ ગયા કશ્મીરસિંહ. કશ્મીર સિંહ 35 વર્ષ સુધી પાકિસ્તાનમાં મોહમ્મદ ઈબ્રાહિમ નામથી રહ્યા .ડિટેક્ટિવ બન્યા તે પહેલા કશ્મીર ભારતીય સેનામાં હતા.પાકિસ્તાનમાં દેશની આર્મી એ જન્સી માટે જાસૂસી કરતા હતા અને એ પણ ફક્ત 480 રૂપિયા માસિક સેલેરીમાં.તેમનું કામ પાકિસ્તાનમાં સેના યુનિટની ગણતરી કરવાનું હતુ.ત્યાંનાં લોકેશન અને તસ્વીર લેવાના હતા તથા તેના બાબતની બધી ઈન્ફોર્મેશન મોકલવાની હતી.તે એક ખૂબ જ સફળ ડિટેક્ટિવ હતા અને તે દરેક કાર્યને ખૂબ ચોક્સાઈપૂર્વક પૂર્ણ કરતા હતા.

આ જ પ્રકારે જાસૂસીની દુનિયામાં પ્રસિદ્ધ નામ છે અજીત ડોવાલ.આ એક એ વું નામ છે જેણે આજપણ પાકિસ્તાનનાં નાકમાં દમ કરી રાખ્યો છે.ડોવાલ 7 વર્ષ સુધી પાકિસ્તાનની અંદર મુસલમાન બનીને રહ્યા અને અનેક ગુપ્ત મિશનને અંજામ પણ આપ્યા છે.તે સમયે તેઓ ઈસ્લામાબાદમાં આવેલા ભારતીય ઉચ્ચ આયોગમાં કાર્ય કરી રહ્યા હતા.ડોવાલે ત્યાં રહી પાકિસ્તાનનાં પરમાણુ કેન્દો બાબત અનેક માહિતી મેળવી હતી.ભારતનાં હાલમાં સુરક્ષા એ જન્સીનાં સિનિયર સલાહકાર છે.જેના પ્લાનિંગ દ્વારા અનેક મિશનોને અંજામ આપવામાં આવ્યા છે અને સફળ પણ રહ્યા છે.

તેવા જ એક ડિટેક્ટિવ થઈ ગયા સરસ્વતી રાજમણી.જેમને ફક્ત 16 વર્ષની આયુમાં જ આ કાર્ય કરવાનું શરૂ કરી દીધું હતું.રાજમણી આઝાદીની લડતમાં ભારત દેશ તરફથી લડ્યા હતા.સુભાષચંદ્ર બોઝની સેનામાં સરસ્વતી સૌથી નાની વયની સૈનિક હતી.રાજમણી ત્યારે ફક્ત 16 વર્ષની હતી જ્યારે સુભાષચંદ્ર બોઝ રંગુન પહોંચ્યા અને સૈનિકોને માટે આર્થિક મદદ માંગી.ત્યારે રાજમણીએ કશું વિચાર્યા વગર પોતાના તમામ દાગીના નેતાજીને આપી દીધા.

તેમના પિતાએ પણ પોતાની તમામ જમાપુંજી સૈન્ય પર લગાવી દીધી.ત્યારબાદ રાજમણી પોતાની ચાર સહેલીઓ સાથે સૈન્યમાં ભરતી થઈ જાય છે તેમજ અંગ્રેજો સામે લડવાની તૈયારી કરવા માંડે છે.નેતાજીએ છોકરીઓ ને જાસૂસી કરવાનું કાર્ય આપ્યુ ત્યારે રાજમણીને અંગ્રેજોનાં ઘરમાં ઘરકામ કરવા મોકલ્યા અને રાજમણી ત્યાંથી સિક્રેટ સમાચાર અને પ્લાન તેના સૈન્ય સુધી પહોંચાડવા લાગી.રાજમણી પોતાના કામમાં ખૂબ જ કુશળ હતી અને ૨ વર્ષ સુધી પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરતી રહી.પરંતુ એક દિવસ તેને એક અંગ્રેજી અફસરએ પકડી પાડી અને પોતાને અંગ્રેજી સીપાહીઓથી બચાવીને નાસવા ગઈ ત્યારે તેને પગમાં ગોળી વાગી હતી.પરંતુ તેમનું દેશભક્તિનું જૂનુન અકબંધ રહ્યુ હતુ.

તો મિત્રો આ હતા એ પાંચ ડિટેક્ટિવ જેમને પોતાના જીવની ફિકર કર્યા વગર દેશ માટે હસતા હસતા ખતરાઓ થી ઘેરાયા હતા.સલામ છે તેમની દેશભક્તિ ,સાહસ અને સંકલ્પને.જો તમને પણ આ જાંબાઝ જાસૂસો પર ગર્વ હોય તો

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version