ભારતના અબજોપતિની દીકરીઓ જીવે છે લેવિશ લાઈફ….

ભારતના ધનાડ્ય લોકોમાં આજે ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે અને બીજી બાજુ ગરીબીની સમસ્યાનું પણ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. પણે હંમેશા આ અબજોપતિના નામ બિઝનેસ મેગેઝિન કે સમાચાર પત્રોમાં જોયા હશે અને બહુ બહુ તો ન્યુઝ ચેનલો પર પણ શું તમને ક્યારેય એ જાણવાની જીજ્ઞાશા નથી થઈ કે તેમના સંતાનો કેવું જીવન જીવતા હશે ? તો જાણીલો ભારતના અબજો પતિની દીકરીઓનું લગ્ઝરીયસ જીવન.

જો કે તમે એવા ભ્રમમાં જરા પણ નહીં રહેતા કે તેઓ માત્ર આધુનિક જીવન શૈલીમાં જ રાચેલી રહે છે. ના તેમની પોતાની પણ કેટલીક ઉપલબ્ધીઓ છે તેને પણ આપણે માન આપવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Ananya (@ananya_birla) on


અનન્યા બીરલા

અનન્યા બીરલા, કુમાર મંગલમ બીરલા ગૃપના ચેયરપરસન કુમાર મંગલમ બીરલાની દીકરી છે. તેણીનું પોતાનું એક ઇન્ટરનેશનલ બેન્ડ છે. અને તેણી અવારનવાર પોતાના સ્ટેજ શો કરતી રહે છે. આ ઉપરાંત તેણી એક માઇક્રો ફાયનાન્સ કંપની પણ ધરાવે છે. અને તેમાં પણ તેણી સારી રીતે સફળ થઈ છે. અનન્યા બીરલાને સંગીત વાદ્યો અને લેધર જેકેટનો ખુબ શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by Krésha Bajaj Zaveri (@kreshabajaj) on

ક્રેશા બજાજ

બડાસાબ ફેઈમ ઉદ્યેગપતિ કીશોર બજાજની દીકરી ક્રેશા બજાજ માત્ર પોતાના પિતાની જ સંપત્તિ નથી ભોગવી રહી પણ તેણી એક ઉત્તમ ફેશન ડીઝાઈનર છે. તેનું પોતાનું લેબલ છે. કોએશ બાય ક્રેશા બજાજ આ ઉપરાંત તેણી લવ સ્ટોરી લેહેંગાની ક્રીએટર પણ છે. તેણીના ડીઝાઈન કરેલા કપડાં સાઉથની પ્રસિદ્ધ અભિનેત્રી સામંથા અક્કીનેની પણ પહેરે છે. તેણીએ પોતાના લગ્નના સુંદર વસ્ત્રો ક્રેશા બજાજ પાસે જ ડીઝાઈન કરાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda FC (@naavyananda) on


નવ્યા નંદા

એસ્કોર્ટ ગૃપના એમડી નીખીલ અને શ્વેતા નંદાની દીકરી અવારનવાર સોશિયલ મિડિયા પર તમને જોવા મળશે. તેણી એક ઉદ્યોગપતિની દીકરી તો છે જ પણ સાથે સાથે તેણીની માતા અમિતાભબચ્ચનની દીકરી હોવાથી તે વધારે લાઈમ લાઇટમાં રહે છે. તમને જણાવી દઈએ કે શ્વેતા બચ્ચનના પતિ નીખીલ નંદા રાજકપૂરની દીકરીનો દીકરો છે.

 

View this post on Instagram

 

A post shared by Tania Shroff (@tania_shroff) on


તાનિયા શ્રોફ

તાનિયા શ્રોફ ઉદ્યોગપતિ જયદેવ શ્રોફની દીકરી છે. તાનીયા અવારનવાર તેની બોલ્ડ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરે છે. તેણીને ડીયયોર બ્રાન્ડ ખુબ પસંદ છે . આ ઉપરાંત તેણીને સમુદ્રની સફર પણ ખુબ પસંદ છે.


ગાયત્રી રેડ્ડી

ડેક્કન ક્રોનીકલ્સના માલિક ટી વેન્કટરામ રેડ્ડીની દીકરી ગાયત્રી રેડ્ડી માત્ર ગ્લેમરસ જીવન જ નથી જીવતી પણ તેણી એક ઉત્તમ સોશિયલાઇટ પણ છે. જે સમયે 2008માં આઈપીએલ શરૂ થઈ તે વખતે તેણીએ પોતાના પિતાને એક મજબુત ટીમ રચવામાં મદદ કરી હતી. અને તેણી લગભગ બધી જ મેચમાં હાજર રહેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rony Kaula (@ronnykaula) on


આયેશા થાપર

ઉદ્યોગપતિ વિક્રમ થાપરની દીકરી આયેશા થાપર ઇન્ડીયન સીટી પ્રોપર્ટીઝ લીમીટેડની મેનેજીંગ ડીરેક્ટર છે. તેણી બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે તેટલી સુંદર તો છે જ પણ સાથે સાથે પોતાના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે. તેણીએ ગુગલના ભૂતપૂર્વક એક્ઝીક્યુટીવ નીકેશ અરોરા સાથે લગ્ન કર્યા. આ તેણીના બીલા લગ્ન છે આ પહેલાં તેણીએ યુ.એસ.એ બેઝ ટર્કીશ બિઝનેસ ટાઇકુન સાથે લગ્ન કર્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ