ભારતના આ શહેરો પુરાણ કાળમાં પણ અસ્તિત્વ ધરાવતા હતા ! જાણો તેમના પૌરાણિક નામ !

ભારતના કેટલાક એવા શહેરો છે જે મહાભારત કાળથી અસ્તિત્વ ધરાવે છે. હીંદુ ધર્મોમાં ગ્રંથોનું અત્યંત મહત્ત્વ છે પછી તે રામાયણ હોય, વેદો હોય, ઉપનિષદ હોય કે પછી મહાભારત હોય. મહાભારત એ હિંદુઓનો ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક ગ્રંથ છે.

મહાભારત એ વિશ્વનો સૌથી લાંબો સાહિત્ય ગ્રંથ અને મહાકાવ્ય છે. મહાભારમતાં હિન્દુઓનો અત્યંત પવિત્ર ગ્રંથ એવી ગીતા સમાયેલી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ પણ મહાભારતના સમયના શહેરો આજે પણ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે જેનું નામ સેંકડો હજારો વર્ષો પહેલાં કંઈ અલગ હતું. તો ચાલો જાણીએ આ પૌરાણિક શહેરો વિષે.

આજનું મેરઠ એ મહાભારતનું હસ્તિનાપુર

મહાભારતની આખીએ વાર્તા હસ્તિનાપૂરના શાસનની આસપાસ ફરે છે. આમ અવારનવાર મહાભારતમાં હસ્તિનાપુરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મહાભારતકાળનું હસ્તિનાપુર એટલે આજનું મેરઠ.

દ્વારકા, મથુરા અને વૃંદાવન

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણનું બાળપણ વિત્યું હતું તો તેમની કીશોરાવસ્થા મથુરામાં પસાર થઈ હતી અને તેમનો અંતિમ સમય ગુજરાતના દ્વારકા ખાતે પસાર થયો હતો. અને આ બધા જ શહેરો સાથે જોડાયેલી શ્રકૃષ્ણની વાતો આપણે બધા સારી રીતે જાણીએ છીએ.

આજનું હિમાચલ પ્રદેશ એ મહાભારતના સમયનું પાંચાલ પ્રદેશ

મહાભારતમાં દ્રૌપદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેણી પાંચાલની રાજકુમારી હતી. આ પાંચાલ પ્રદેશ હિમાલય અને ચંબા નદીની વચ્ચે આવેલો હતો જે ગંગાની બન્ને બાજુએ ફેલાયેલો હતો. પાંચાલના રાજા દ્રુપદીની દીકરી દ્રૌપદી હતી અને તેણીનું એક નામ પાંચાલી પણ હતું.

ઉજ્જનક

મહાભારતમાં આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ જગ્યા નૈનિતાલ જિલ્લાના કાશીપુર નજીક આવેલી છે. ગુરુ દ્રૌણાચાર્યએ અહીં પાંડવો તેમજ કૌરવનોને બાણ વિદ્યા શિખવી હતી.

ઇન્દ્રપ્રસ્થ

ઇન્દ્રપ્રસ્થ એક મહાનગર હતું જે નવી દીલ્લીની દક્ષિણે આવેલું હતું. પાંડવોએ ખાંડવ વનનો વિનાશ કર્યા બાદ આ નગર સ્થાપ્યું હતું. દેવતાઓના આર્કિટેક્ટ એવા વિશ્વકર્માએ આ નગરીની ડીઝાઈન કરી હતી. આ શહેર પાંડવોની રાજધાની હતું.

બનારસ

બનારસ આ સ્થળ ગોવર્ધન પર્વતથી 21 કી.મી દૂર આવેલું છે, આ પર્વતને ચાર ટેકરીઓ છે જે દેવ બ્રહ્માના ચાર મસ્તકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પર્વતની દરેક ટેકરીઓ સાથે કૃષ્ણની કોઈને કોઈ વાત જોડાયેલી છે. આ ટેકરીઓમાંની એક ટેકરીને મોર કુટીર ટેકરી કહેવાય છે જ્યાં કૃષ્ણએ રાધાનો પ્રેમ જીતવા માટે મોરનું રૂપ ધારણ કર્યું હતું.

કાશી

ઉત્તર પ્રદેશમાં આવેલું આજનું કાશી પૌરાણીક સમયમાં શિક્ષણનું એક મોટું કેન્દ્ર હતું. અહીં ભિષ્મ પિતામહે કાશીની ત્રણ દીકરીઓ અંબા, અંબિકા અને અંબાલિકા સામે જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે ધ્રીતરાષ્ટ્ર અંબિકાના પુત્ર હતા જ્યારે પાંડુ અંબાલિકાના પુત્ર હતા.

મગધ – દક્ષિણ બિહાર

બિહારનો દક્ષિણ ભાગ પુરાણમાં મગધ તરીકે ઓળખાતો હતો. મહાભારત કાળમાં જરાસંધનું મગધ પર શાસન હતું. જરાસંધની દીકરીઓ અસ્તી અને પ્રાપ્તિના લગ્ન કંસ સાથે થયા હતા.

મણિપુર – પૂર્વ ભારત

પૂર્વ ભારતમાં આવેલું મણિપુર શહેર એક પૌરાણિક શહેર છે. મણિપુરના રાજા ચીત્રાવાહન હતા તેમની દીકરીનું નામ હતું ચિત્રાંગદા. તેણીના લગ્ન અર્જુન સાથે થયા હતા અને તેમને બાભ્રુવહન નામનો દીકરો હતો.

સિંધ પ્રદેશ – સિંધ- પંજાબ મોહેન-જો-દારો

આ સ્થળ મહાભારત કાળમાં કળા તેમજ સાહિત્યનું કેન્દ્ર ગણાતું. સિંધુ દેશના રાજા જયદ્રથના લગ્ન ધૃતરાષ્ટ્રની દીકરી દુષાલા સાથે થયા હતા. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે અર્જુનના દીકરા અભિમન્યુના મૃત્યુનું મુખ્ય કારણ જયદ્રથ હતો. અને દીકરાના મૃત્યુનો બદલો લેવા અર્જુને જયદ્રથનો વધ કર્યો હતો.

પાટણ – ગુજરાત

મહાભારત સમયમાં પાટણ એ વેપારનું મોટું કેન્દ્ર હતું. એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં આ નગરની આસપાસ હિડીંમબાવન આવેલું હતું. અજ્ઞાતકાળ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા. જ્યાં ભીમે રાક્ષસનો વધ કર્યો હતો અને રાક્ષસની બહેન હિડીંમબા સાથે લગ્ન કર્યા હતા.

રુપાલ – રુપાલનગર, ગુજરાત

મહાભારતકાળમાં રુપાલ નગર રુપાવટી તરીકે ઓળખાતું હતું. વિરાટનગરી તરફ પ્રયાણ કરતા પહેલાં પાંડવોએ અહીં ભગવતી આર્યાની પુજા કરી હતી. અને અહીં દેવીએ પાંડવોને આશિર્વાદ આપ્યા હોવાથી આ દેવીનું નામ વરદાયીની પાડવામાં આવ્યું હતું અને માટે જ આ જગ્યાને વરદાયીની ધામ કહેવાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ