જલ્સા કરોને જેંતીલાલ

ભારતનાં આ પાંચ ચમત્કારી મંદિર,જેના રહસ્યને આજ સુધી વૈજ્ઞાનીક પણ નથી જાણી શક્યા..

ભારતના આ રહસ્મંયમયી મંદિરોમાં શ્રદ્ધાળુઓ અપાર શ્રદ્ધા ધરાવે છે. શ્રદ્ધાળુઓએ ક્યારેય મંદીરમાં થતાં ચમત્કારો પ્રત્યે શંકા વ્યક્ત નથી કરી. બીજી બાજુ વૈજ્ઞાનિકો માટે અહીંની ઘટનાઓ ચેલેન્જીંગ છે.

આપણો ભારત દેશ ધર્મ,ભક્તિ,અધ્યાત્મ અને સાધનાનો દેશ માનવામાં આવે છે આપણા દેશમાં જુના સમયથી જ પૂજા પાઠનું ચલણ ચાલતું આવી રહ્યુ છે પૂજા સ્થળનાં રૂપમાં મંદિર વિશેષ મહત્વ ધરાવે છે ભારત દેશમાં એવા ઘણાબધા મંદિર છે જે પોતાના ચમત્કાર અને અદભૂત રહસ્યને માટે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે અને આ ચમત્કારો પ્રત્યે લોકોની ઘણી આસ્થા જોવા મળે છે.

આ ચમત્કારને જોયા બાદ લોકોની આંખો ખુલ્લીની ખુલ્લી રહી જાય છે પરંતુ આ ચમત્કારો વિશે આજ સુધી કોઈપણ જાણકારી નથી મેળવી શક્યા ત્યાં સુધી કે આટલી પ્રગતિ કરવા છતા પણ વૈજ્ઞાનીક પણ આ ચમત્કારોની સામે ફેલ થઈ ગયા છે એ પણ તેના રહસ્ય વિશે જાણકારી પ્રાપ્‍ત નથી કરી શક્યા આજ અમે તમને આ લેખનાં માધ્યમથી ભારતનાં પાંચ ચમત્કારિક મંદિરો વિશે જાણકારી આપવા જઈએ છીએ જે પોતાના ચમત્કારો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે જેના ચમત્કારોને આજપણ કોઈ નથી જાણી શક્યું.

કામાખ્યા મંદિર

ભારતનાં રાજ્ય આસામમાં ગુવાહાટી પાસે સ્થિત કામાખ્યા દેવી મંદિર દેશની ૫૨ શક્તિપીઠોમાંથી સૌથી પ્રસિદ્ધ છે પરંતુ આ મંદિરની અંદર દેવી સતી કે માતા દુર્ગાની એ કપણ મૂર્તિ રહેલી નથી પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થાન પર દેવી સતીની યોની પડી હતી જે સમય સાથે મહાન શક્તિ સાધનોનું કેન્દ્ર બની છે એમ કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર બધાની મનોકામના પૂરી થાય છે.

એટલે આ મંદિરને કામાખ્યા મંદિર કહેવામાં આવે છે આ મંદિર ત્રણ ભાગમાં બનેલું છે તનો પહેલો ભાગ સૌથી મોટો છે જ્યાં દરેક વ્યકિત જવા નથી દેવામાં આવતા બીજા ભાગમાં માતામાં દર્શન થાય છે જ્યાં પર એક પથ્થરમાંથી પાણી નિકળતું રહે છે એમ કહેવામાં આવે છે મહિનામાં એકવાર આ પથ્થરમાંથી લોહી પણ નિકળે છે આમ કેમ થાય છે તેના વિશે હજી સુધી કોઈને પણ ખ્યાલ નથી.

મેહંદી પુર બાલાજી મંદિર

ભારતમાં આ મંદિર રાજસ્થાનનાં દૌસા જિલ્લામાં સ્થિત છે મેહંદીપુર બાલાજીનું ધામ ભગવાન હનુમાનનાં ૧૦ પ્રમુખ સિધ્ધ પીઠોમાં ગણવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર હનુમાનજી જાગૃત અવસ્થામાં બિરાજમાન છે આ મંદિરની અંદર આ જોવામાં આવ્યું છે કે કે વ્યકિતઓ પર ભૂત-પ્રેત કે પછી ખરાબ આત્માઅોનો પડછાયો રહે છે.

અહી પ્રેતરાજ સરકાર અને કોતવાલ કપ્તાનનાં મંદિરમાં આવતા જ રાડો પાડવા લાગે છે અને એ બધી આત્માઓ પિડીતનાં શરીરમાંથી બહાર નિકળી જાય છે આવું શું થાય છે? તેના વિશે કોઈને પણ નથી ખબર આ મંદિરની અંદર લોકો ખરાબ આત્માઓથી છૂટકારો પ્રાપ્‍ત કરવા માટે દૂર-દૂરથી આવે છે આ મંદિરમાં રાત્રી રોકાણની મનાઇ છે.

કાળ ભૈરવ મંદિર

ભારતનાં મધ્યપ્રદેશનાં શહેર ઉજ્જેનથી લગભગ ૮ કિલોમિટર દૂરી પર સ્થિત ભગવાન કાળ ભૈરવનું મંદિર છે આ મંદિર ખૂબ પ્રાચીન છે પરંપરાને અનુસાર શ્રધ્ધાળુઓ તેમને પ્રશાદ તરીકે ફક્ત દારૂ જ અર્પિત કરે છે સૌથી હેરાન કરવા વાળી વાત એ છે કે જેમ જ દારૂનો ગ્લાસ કાળ ભૈરવની પ્રતિમાનાં મુખ પર લગાવવામાં આવે છે તે એક પળમાં જ ખાલી થઈ જાય છે.

જ્વાલામુખી મંદિર

હિમાચલ પ્રદેશનાં કાલીધાર પહાડીની વચ્ચે જ્વાલામુખી દેવીનું પ્રસિદ્ધ જ્વાલામુખી મંદિર સ્થિત છે આ પણ ભારતનાં એક પ્રસિદ્ધ શક્તિપીઠોમાંથી એક છે એમ માનવામાં આવે છે કે આ સ્થાન પર માતા સતીની જીભ પડી હતી માતા સતીની જીભનું પ્રતિકનાં રૂપમાં અહી ધરતીનાં ગર્ભમાંથી ધખધખતી જ્વાલાઓ નિકળી હતી જે નવ રંગની હોય છે.

આ નવ રંગોની જ્વાલાઓને દેવી શક્તિનાં નવ રૂપ માનવામાં આવે છે પરંતુ કોઈને પણ આ વાતનો ખ્યાલ નથી કે આ જ્વાલાઅો ક્યાંથી પ્રગટ થઇ રહી છે તેના રંગમાં પણ પરિવર્તન થતું રહે છે અને આ શા માટે થાય છે તેના વિશે પણ કોઈને નથી ખબર આજ સુધી કોઈને ખબર નથી પડી શકી કે આ પ્રજ્વલિત કેમ થાય છે અને આ ક્યાં સુધી પ્રગટેલી રહેશે આમ કહેવામાં આવે છે કે મુસ્લીમ શાષકોએ આ જ્વાલાને બુઝાવવાની પૂરી કોશિશ કરી હતી પરંતુ તે સફળ ન થઈ શક્યા.

કરણી માતા મંદિર

ભારતનાં આ મંદિરને ઉંદરવાળી માતાનું મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર રાજસ્થાનના બિકાનેરથી ૩૦ કિલોમિટર દૂર દેશનોક શહેરમાં સ્થિત છે કરણીમાતા આ મંદિરનાં અધિષ્ઠાત્રી દેવી છે જેની છત્રછાયામાં ઉંદરોનું સામ્રાજ્ય સ્થપિત છે અહી રહેલા ઉંદર વધારેભાગે કાળ રંગનાં છે પરંતુ અમુક સફેદ ઉંદર પણ છે એમ માનવામાં આવે છે કે જે માણસને સફેદ ઉંદર જોવા મળી જાય છે એ મની દરેક ઇચ્છાઅો જરૂર પૂરી થાય છે.

અને સૌથી હેરાન કરી દેનાર વાત એ છે કે ઉંદર વગર કોઈને હાનિ પહોચાડ્યે મંદિરનાં પરિસરમાં આમ તેમ દોડતા ભાગતા રમતા કૂદતા રહે છે એ લોકોના શરીર પર પણ કૂદતા રહે છે પરંતુ કોઈને કાંઈ હાનિ નથી પહોચાડતા આ મંદિરમાં ઉંદરની સંખ્યા એટલી છે કે તમે અહી પગ ઉપાડીને ચાલી પણ નથી શકતા તમારે અહી ચાલવા માટે પગ ઘસડવો પડશે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version