ભારતનાં ૧૧ રહસ્ય જે હજી પણ એક પ્રશ્ન જ છે : બહુ ઓછા લોકો ને આ ખ્યાલ હશે ! તમે જાણો છો ?

૧. જોધપુરમાં થયેલ ‘સોનિક બુમ’

વર્ષ ૨૦૧૨, ૧૮ ડિસેમ્બરનાં રોજ જોધપુર શહેરમાં ‘સોનિક બુમ’નો અનુભવ થતાં જ લોકોમાં ગભરાહટનો માહોલ ઉભો થઈ ગયો હતો. સોનિક બુમનો અર્થ અવાજની ગતિથી વધુ ઝડપથી આવતી લહેર હોય છે. જોધપુર પાસે વસતી આર્મી દ્વારા આવા કોઈ અવાજ થવાની ઘટનાને સ્વીકારવામાં આવી ન હતી. આર્મી ઓફિસર એસડી ગોસ્વામી એ જણાવ્યું હતું કે તે વિસ્તારમાં એવી કોઈ ઘટના ઘટી જ નથી. નિયમો અનુસાર આ પ્રકારનાં બનાવો શહેરથી ૬૦ કિલોમીટર દૂર ખુલ્લા મેદાનમાં સંભવિત છે. એરક્રાફ્ટને ટેસ્ટ માટે બહાર કાઢવામાં આવે છે ત્યારે આ પ્રકારનો અવાજ થતો હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારનાં એક્સપ્લોશન શહેરમાં થાય તે સંભવ નથી, આવું કંઈક થવાથી શહેરમાં ભારી નુક્શાન થતું હોય છે અને આ વિસ્તારમાં નુકશાનની વાત સામે નથી આવી. આ ઘટનાની સાબિતી જોધપુરનાં રહેવાસીઓ છે પણ આર્મીની આ ઘટનાનાં ઈનકારથી આજે પણ તે એક રહસ્ય બની રહ્યું છે.

૨. આશ્ચર્યચકિત કરી દેતો ‘શાંતિ દેવી’નો કેસ

દિલ્હીમાં ૧૯૨૬નાં વર્ષમાં જન્મેલા શાંતિ દેવીએ એવો દાવો કર્યો હતો કે તેમણે પુનર્જન્મ લીધો છે. પુનર્જન્મનો આ કેસ એકદમ શોક કરી દે તેવો હતો, જે હજી પણ એક રહસ્ય બની રહેલો કેસ છે. શાંતિ દેવી ચાર વર્ષની ઉમરથી જ પોતાનાં માતા-પિતાને આ અંગે જણાવતાં હતાં કે ‘તેઓ પાછલા જન્મમાં મથુરામાં રહેતાં હતાં. તેમનું નામ લુગડી દેવી હતું. તેઓ ખેડૂતનાં પત્ની હતાં અને એક પુત્રને જન્મ આપ્યા બાદ તરત જ મૃત્યુ પામ્યાં હતાં.’ ઘણાં બધા સંશોધકોએ શાંતિ દેવીની પૂછપરછ કરી અને નિર્ણય જણાવ્યો કે શાંતિ દેવીએ હકીકતમાં પુનર્જન્મ લીધો છે.

૩. એલિયન્સનાં ચિત્રોની ગૂફા

છત્તીસગઢમાં બસ્તર નજીક આર્કિઑલજિસ્ટ જે.આર.ભગતએ અજીબ માનવીય આકૃતિ અને ઉડતી તશ્કરીનાં ચિત્રો દર્શાવતી પ્રાચીન ગુફાઓ શોધી કાઢી છે. આ ચિત્રો જોવામાં હોલીવુડ અને બોલીવુડનાં દ્રશ્યો જેવાં હતાં. આજુબાજુનાં ગામડાઓમાંથી એવી દંતકથાઓ સાંભળવા મળતી હતી કે ગુફામાં આકાશમાંથી ઉતરેલા પરજીવીઓ ગ્રામવાસીઓનું અપહરણ કરી લેતા હતાં. ભગત પાસે તે સમયે એલિયન્સનાં હોવાનાં કોઈ પૂરાવા ન હતાં, પણ તેમનું માનવું હતું કે તે ગૂફામાં એલિયન્સ રહેતાં હતાં.

૪. ત્યજી દિધેલું ગામ ‘કુલધારા’

જેસલમેરમાં આવેલ કુલધારા ગામનાં રહેવાસીઓ આશરે 200 વર્ષ પહેલાં રાતોરાત તેમના ઘરો છોડીને ચાલ્યાં ગયાં હતાં. ગામ છોડીને તેઓ ક્યાં ચાલ્યા ગયાં તેની કોઈને પણ ખબર ન હતી. આ પાછળ ઘણી બધી કહાણીઓ છે પણ સૌથી જાણીતી કહાણી એ છે કે આ ગામ શ્રાપિત હતું અને ત્યાં રહેવા માટે કોઈની હિમ્મત નહતી થતી.

૫. બુલેટ બાબાનું મંદિર

૧૯૯૧માં જોધપુર નજીક ઓમ બન્ના નામની વ્યક્તિ બુલેટ બાઈકની સવારી કરતાં સમયે મૃત્યુ પામ્યાં હતાં. તેમની મોટરસાઇકલને નજીકની પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે સવારે બાઈક અકસ્માત સ્થળે મળી આવી હતી. પોલીસએ તેને ફરીથી પક્ડીને દૂર એક ખાલી ટાંકી અને સાંકળો સાથે બાંધીને રાખી હતી. પરંતુ તે ફરીથી એક દિવસ પછી તે જ સ્થળ ઉપર મણી આવી હતી. અકસ્માતની જગ્યા એ બન્નાની બુલેટનું મંદિર બનાવવાં આવ્યું છે. ત્યાંનાં સ્થાનિક લોકોનું માનવું છે કે તે પીડિત પ્રવાસીઓની મદદ કરે છે.

૬. પક્ષીઓ માટે રેડ ઝોન ‘જટિંગા’

છેલ્લા ૧૦૦ વર્ષથી આસામનાં જટિંગા શહેરમાં હજારો પક્ષીઓ મરેલા જોવા મળે છે. અહીંયા સપટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન ખાસ આ બનાવ બનાતાં હોય છે. આ થવા પાછળનાં ઘણાં બધા કારણો સામે આવ્યા છે અને તેમાનું એક કારણ એ છે કે હવાઓ, ધુમ્મસ અને દરિયાની ઊંચીઈથી પક્ષીઓ ગામડાની દેખાતી લાઈટથી આકર્ષાઈને ત્યાં આવે છે અને ત્યાંનાં રહેવાસીઓ તેમને મારી નાખતાં હોય છે. આ છત્તા પણ વૈજ્ઞાનિકો આ વિસ્તાર પર ધ્યાન આપતા રહે છે કે ક્યાં કારણથી જટિંગા પક્ષીઓ માટે રેડ ઝોન બની ગયું છે.

૭. કોંગકો લા પાસ ખાતે UFO

કોંગકો લા પાસ એ ભારત-ચીનની સરહદ પર આવેલો એક વિસ્તાર છે. જેે એક ખાસ કારણથી પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અહીંયા આકાશમાં ઘણીવાર અવરજવર કરતી અજાણી વસ્તુઓ અને લાઈટો નજરે પડી છે. આ વાતો કાલ્પનિક છે કે પછી હકીકત એ હજી પણ એક સવાલ બની રહ્યો છે, કારણ કે આ વિસ્તારમાં બંને બાજુના સૈનિકો પહેરો પણ નથી આપતા અને વસ્તી વગરનો આ વિસ્તાર એવો છે જ્યાં કોઈ શોધખોળ કર્યા બાદ પણ કશું નથી મળતું.

૮. ૭૦ વર્ષથી આ વ્યક્તિ ખોરાક અને પાણી વગર જીવી રહ્યાં છે

ચુનરીવાળા માતાજી તરીકે ઓળખાતા દેવી અંબાજીનાં ભક્ત પ્રહલાદ જાની લગભગ ૭૦ વર્ષથી પાણી અને ખોરાક વગર જીવી રહ્યાં છે. તેમનાં જણાવ્યા અનુસાર ૧૯૪૦થી તેમણે ખોરાક કે પાણી લેવાનું બંધ કર્યું છે. અમુક લોકો આ વાતને સ્વીકારી નહતાં શકતા. તેમનાં પર ઘણાં બધા ડૉક્ટર્સે પણ રીસર્ચ કરી હતી પણ તેમને કોઈ જવાબ નહતો મળ્યો. આ જ રીતે 2010 માં વૈજ્ઞાનિકોએ તેમને સીસીટીવી દ્વારા 15 દિવસ માટે રૂમમાં ૨૪ ક્લાક નિગરાની રાખ્યા અને તેમને જાણવા મળ્યું કે તેમનાંમાં ભૂખ અથવા ડિહાઈડે્રશનનાં કોઈ લક્ષણો દેખાયા ન હતાં. વૈજ્ઞાનિકો પણ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. હજી પણ આ પ્રશ્ન બની જ રહ્યો છે કે આખરે કોઈ મનુષ્ય આટલા વર્ષો સુધી પાણી કે ખોરાક વગર કેમ જીવી શકે છે. ૨૦૧૦માં ડૉક્ટર્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને જર્મનીનાં વૈજ્ઞાનિકો ભારત આવીને તેમના પર વિગતમાં રીસર્ચ કરશે. તેમની સાથે યુએસનાં વૈજ્ઞાનિકો પણ રીસર્ચમાં જોડાશે અને આ અંગે પ્રહલાદ જાનીએ સાથ સહકાર આપવા માટેની હામી ભરી છે. હવે જોવા જેવું રહેશે કે ક્યારેય આ રહસ્ય ઉકેલાય છે કે નહીં.

૯. દિલ્હીનો ‘મંકી મેન’

૨૦૦૧માં દિલ્હીમાં ‘મંકી મેન’એ હાહાકાર મચાવી દિધો હતો. ‘મંકી મેન’ લોકોનાં શરીર પર ચિરા મારે અથવા બચકું ભરીને હાની પહોંચાડતો હતો. આ કારણથી અમુક લોકોનું મૃત્યુ પણ થયું હતું. પોલીસ પણ તેને આજ સુધી પકડી શકી નથી. લોકોમાં ભયનો આતંક ફેલાઈ ગયો હતો અને ઉપરથી તેનો હુલીયો પણ ડરાવનો હતો. કહેવાય છે કે ભારતનાં ઈતિહાસમાં આવો કેસ નથી નોંધાયો. મંકી મેનને જોનારાં સાક્ષીઓનું કહેવું હતું કે તે આશરે ૫ ફૂટનો હતો પણ પોલીસનાં મતે તે ૪ ફૂટનો હતો. જેણે શરીર પર કાળા ફર વાળાં કપડાં અને હેલ્મેટ પહેર્યુ હતું. તે વાંદરાની જેમ એક છાપરેથી બીજે છાપરે કૂદી જતો હતો. આ ‘મંકી મેન’નો કેસ ભારતનાં અજીબ રહસ્યમાં સામેલ છે, જે હજી પણ ઉકેલાયો નથી.

10. કેરળનું અનોખું ગામ

કેરળમાં કોડિની નામનું એક નાનકડું ગામ છે, જેની વસ્તી આશરે ૨૦૦૦ લોકોની જ છે. આ કુલ વસ્તી માંથી ૨૨૦ જેટલા તો જોડિયા છે. આ પાછળનું કારણ શું છે તે હજી શોધાયું નથી અને આ કારણથી કોડિની ગામ એક મોટી હિસ્ટ્રી બની ગયું છે. વૈજ્ઞાનિકો પણ હજુ સુધી નથી શોધી શક્યા કે શા માટે અહીંનાં રહેવાસીઓમા વધારે પ્રમાણમાં લોકો જોડિયા જન્મે છે. ગામનાં રહેવાસીઓનું કહેવું છે કે કદાચ આનું કારણ તેમનાં પૂર્વજો તરીફનું આશીર્વાદ છે.

11. કુતુબ મિનાર ઉપર આવેલો લોખંડનો થાંબલો

નવી દિલ્હીમાં આવેલ ફેમસ ‘લોખંડનો થાંબલો’ ભારતના સૌથી પ્રસિદ્ધ સ્મારકોમાંનો એક ગણાય છે. છેલ્લા ૧૬૦૦ વર્ષથી 99% પ્રતિરોધક કાટનો આ થાંબલો કેમ હજી ટકી રહ્યો છે તેનો ખુલાસો નથી થયો. અત્યાર સુધી એવું કોઈ પણ નથી જે આ સવાલોનો જવાબ આપી શકે અને જણાવી શકે આ પ્રકારની રાસાયણિક અદ્યતન સામગ્રી ઘણી સદીઓ પહેલાં બનાવવામાં આવી હતી.

જો આપ સૌ ને આ પોસ્ટ માહિતી સભર લાગી હોય તો અમારી મહેનત ને શેર કરી બીરદાવાજો !!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ