ભારતમાં ફરી એકવાર લોકડાઉન અંગે નિર્મલા સીતારમણનો મોટો ખુલાસો, કહ્યું-ગયા વર્ષની જેમ આ વખતે…

દેશભરમાં કોરોનાના આંકડામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને દેશના કેટલાક ભાગોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકડાઉન વિશે મોટો ખુલાસો કર્યો છે. નાણાં પ્રધાને કહ્યું છે કે સરકાર પાસે મોટા પાયે લોકડાઉન લાદવાની હાલમાં કોઈ યોજના નથી એટલે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આખા દેશને તાળાબંધી કરવામાં આવશે નહીં. આ સાથે તેમણે જણાવ્યું છે કે તેના બદલે રોગચાળાને રોકવા માટે સ્થાનિક સ્તરે નિયંત્રણ રાખવા વિશેષ પગલા લેવામાં આવશે.

image source

વર્લ્ડ બેંક ગ્રૂપના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથે તેમની ઓનલાઈન મિટિંગ યોજાઇ હતી. આ બેઠકમાં સીતારામણે ભારતનાં વિકાસ માટે વધુ ધિરાણ સુવિધાઓનો વિસ્તાર વધારવાની વિશ્વ બેંકની પહેલની પ્રશંસા કરી હતી. આ અંગે મંત્રાલયે ટ્વિટર પર માહિતી પણ આપી છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર લખ્યું છે કે “કોરોના વાયરસ રોગચાળાના ફેલાવાને રોકવા માટે નાણાં પ્રધાનની એક ટીમ પાંચ મુદ્દાની તપાસ માટે વિશેષ પ્લાન કરી રહી છે જેમાં સૌ પ્રથમ તપાસ કરવી, જાણ થવી, સારવાર આપવી, રસીકરણ કરવું અને કોવિડ – 19 ના ફેલાવાને રોકવા માટેની વ્યવસ્થા જેવા મુદ્દાનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય ભારત દ્વારા આ બાબતે લેવાયેલાં પગલાં વિશેની માહિતી જણાવી હતી.

બીજી લહેરમાં જેમ જેમ આંકડો વધી રહ્યો છે લોકોમાં લોકડાઉન થવાનો ભય વધી રહ્યો છે. આ બાબત વિશે હવે મોટો ખુલાસો નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવ્યો છે કે મોટા પાયે લોકડાઉન લાદવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે દેશમાં બીજી વખત ચેપનો ઝડપથી પ્રસાર થવા છતાં અમારું સ્પષ્ટ વલણ છે કે આપણે મોટા પાયે ‘લોકડાઉન’ લાદવાના નથી. અમે અર્થવ્યવસ્થાને સંપૂર્ણ સ્થિરતામાં લાવવા માંગતા નથી. સ્થાનિક સ્તરે કોવિડ દર્દીઓ અથવા પરિવારને અલગ રાખવા માટે પગલા લેવામાં આવશે. સ્થાનિક નિયંત્રણના પગલા દ્વારા સ્થિતિને અનુરૂપ તમામ કાર્યવાહી કરવામાં આવશે પણ લોકડાઉન લાદવામાં આવશે નહીં.

image source

મહારાષ્ટ્ર અંગે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારથી બુધવાર સુધી આઠ દિવસ માટે કડક પ્રતિબંધો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કડક પ્રતિબંધો લગાવી રહ્યા છીએ જેનો અમલ કાલે સાંજે આઠ વાગ્યાથી કરવામાં આવશે. આ બીજી લહેરમાં ઘણા રાજ્યોમાં ફરીથી ચેપની ગતિ વધી છે જેનો અંદાજો આંકડાઓ દ્વારા મળે છે જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યો શામેલ છે.

image source

Cvoid19India.org વેબસાઇટ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.8 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે એક દિવસમાં મૃત્યુ પામનારાં લોકોમી સંખ્યા પણ બીજી લહેર દરમિયાન પહેલી વખત એક હજારની ઉપર પહોંચી ગઈ છે. આ માહિતી બાદ હવે એટલું તો સ્પષ્ટ છે કે લોકડાઉન પહેલાની જેમ નહી થાય પણ કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આગળનાં પગલાં લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!