જલ્સા કરોને જેંતીલાલ

દેશનું અર્થતંત્ર પુરજોશમાં, હાલ ભારતમાં ધંધો શરૂ કરવાનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે.

ભારતનું અર્થતંત્ર આજે પુરજોશમાં છે. દરેક ધંધામાં આજે વેપારીને અઢળક નફ્ફો મળી રહ્યો છે. લોકોની આવક વધી છે અને સાથે સાથે તેમની લાઈફસ્ટાઇલ સુધરી હોવાથી ખર્ચો પણ વધ્યો છે. અને આ જ ચક્રના કારણે દેશના અર્થતંત્રમાં ઉત્તરોત્તર ગતિ આવી રહી છે.

અને માટે જ હાલ દેશમાં રોકાણ, વ્યવસાય, અને ધંધો શરૂ કરવાનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે.

મેક ઇન ઇન્ડિયા યોજના

ભારત સરકારના મેક ઇન ઇન્ડિયાને દેશમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને જો ફોરેન ઇનવેસ્ટમેન્ટ અને કૌશલ્ય વિકાસના માધ્યમને વધારવામા આવે તો આ યોજના દેશ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. આજે આ યોજના હેઠળ સરકાર 25 ઔદ્યોગિક ક્ષેત્રો પર કેન્દ્રીત થઈ છે.

સ્થીર વ્યવસાય કરવા માગતા હોવ તો

ભારતનો આજે દુનિયાના અતિ ઝડપતથી વિકસી રહેલા દેશમાં સમાવેશ થાય છે. એક સર્વે પ્રમાણે 2025માં ભારતના 69 શહેરોમાંની વસ્તી દસ લાખ કરતાં પણ વધી જવાની છે. હા જો કે મોટા શહેરોમાં તો આ વસ્તી ઘણી બધી વધારે છે પણ અહીં નાના શહેરોની વાત થઈ રહી છે.

આ ઉપરાંત ગ્રામિણ વિસ્તારોના લોકોનો સમાવેશ પણ મધ્યમ વર્ગમાં થઈ જશે. તે જોઈને ભારતમાં રોકાણ કરનાર કંપનીઓ માટે ઉજ્જવળ તકો રહેલી છે.

ધંધો શરૂ કરવા માટેની સ્થિતિજન્ય વ્યવસ્થા

ભારતની અર્થ વ્યવસ્થા વિદેશી રોકાણ માટે અનુકુળ છે. અહીં જે સગવડો પુરી પાડવામાં આવે છે તે ઘણાબધા દેશોમાં રોકાણકારો માટે અનુકુળ નથી હોતી. આ ઉપરાંત ભારતનું બજાર વિકસી રહેલું હેવાથી નવા વિચારોને અહીં આવકારવામાં આવે છે અને તેમના માટે અહીં પુરો અવકાશ છે. જોકે અહીં ઇનવેસ્ટરે થોડી સૂજબુજથી કામ લેવું પડે છે.

પ્રોડક્શન ખર્ચ

ચીન સીવાય અન્ય દેશની સરખામણીએ ભારતમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું સસ્તુ પડે છે. આ ઉપરાંત સરકારની કેટલીક યોજનાઓ પણ વિદેશી રોકાણો માટે સહાયપૂર્ણ છે.અને માટે જ બીજા દેશોની સરખામણીમાં ભારતમાં નવો વ્યવસાય શરૂ કરવો ઘણો સસ્તો છે.
અનુકુળ ભૌગૌલિક સ્થિતિ

ભારત એ ઉત્તર તરફ ઘણા બધા દેશો સાથે સંયુક્ત સીમા ધરાવે છે આ ઉપરાંત તેને નીચેની તરફ પણ ખુલ્લો દરિયો મળ્યો હોવાથી તે આયાત અને નિકાસ માટે ખુબ જ અનુકુળ છે.

વ્યાપારને સાનુકળી નિતિઓ

વિકસિત દેશો જેવા કે યુ.એસ.એ, યુ. કે તેમજ યુરોપના કેટલાક દેશો ખાનગીકરણથી થોડા દૂર રહેવા માગે છે તેઓ તેમાં દેશનું હીત નથી માનતા. અને તેઓ આજે જે સ્થિતિમાં છે તે જોતા તેમનું આવું વિચારવું યોગ્ય છે. પણ ભારત એક વિકસી રહેલો દેશ હોવાથી દેશના આગળના વિકાસ માટે કેટલીક વેપારી નિતિઓ હળવી રાખવી પડે છે અને માટે જ રોકાણકારો માટે તે અનુકુળ છે.

બિનસાંપ્રદાયિક દેશ

યુગોથી ભારતના લોકોએ વસુધૈવ કુટુંબકમની ભાવનાને પોતાના હૃદયમાં વસાવી રાખી છે. આજે ભારતમાં કેટલીએ જાતિના લોકો વસે છે અને એકબીજા સાથે હસીખુશી ધંધો પણ કરી રહ્યા છે. માટે કહી શકાય કે અહીં દુનિયાના કોઈ પણ ખુણાના લોકોને આવકારવામાં આવે છે.

સંયુક્ત રોજગાર

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતનું યુવાધન પુષ્કળ છે. અને તે જોતા એમ કહી શકાય કે ભારતનું મેનપાવર પ્રબળ છે. અને ભારતમાં કામ કરવા લાયક ઉંમર એટલે કે 18-59 વર્ષનાના લોકોની વસ્તી વધી રહી છે. ભારતમાં હાલ 53 કરોડ મેનપાવર છે. જેમાંથી મોટા ભાગના લોકો 30 વર્ષથી નીચેના છે. આ ઉપરાંત લોકોની લાઈફસ્ટાઇલ બદલાઈ રહી છે તેમજ લોકોની ઇચ્છાઓ બદલાઈ રહી હોવાથી. માટે યુવાનો મજૂરીની જગ્યાએ શહેરમાં કે કોઈ મોટી કંપનીમાં નોકરીઓ શોધી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version