ભારતમાં આવેલા આ ભવ્ય નિર્માણોની વિશ્વએ પણ નોંધ લેવી પડી. ચાલો જાણીએ આ ભવ્ય નિર્માણો વિષે.

દુનિયાની અજાયબીઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે કૃત્રિમ અને કૂદરતી. એટલે કે કુદરત દ્વારા નિર્મિત અને માનવ નિર્મિત. કુદરતી અજાયબીઓમાં અમેરિકાની ગ્રાન્ડ કેનિયન જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે જ્યારે માનવ નિર્મિત અજાયબીઓમાં તાજમહેલ અને એફિલટાવરનો સમાવેશ થાય છે. જો કે હવે તેમાં ત્રીજી કેટેગરી પણ શામેલ થાય તો નવાઈ નહીં તે હશે માનવ નિર્મિત આધુનિક અજાયબીઓ.

તમને જણાવી દઈએ કે ભારત પણ વિશ્વની અજાયબીઓને ટક્કર મારે તેવી કેટલીક માનવ નિર્મિત અજાયબીઓ ધરાવે છે તો ચાલો જાણીએ ભારતની આ આધુનિક ભવ્ય રચનાઓ વિષે.

કોરોનેશન બ્રીજ

આ અત્યંત ઉંચો એવો પુલ પશ્ચિમ બંગાળના સિલિગુડી નજીક આવેલો છે. તેનું નિર્માણ અંગ્રેજોના સમયમાં એટલે કે 1936થી 1941 દરમિયાન થયું હતું. તે સમયે આ પુલને બનાવવા માટે ચાર લાખ કરતાં પણ વધારે ખર્ચો થયો હતો. આ પૂલને સેવોકે બ્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તિસ્તા નદીની ઉપર બાંધવામાં આવ્યો છે. આ એક પ્રકારનો કમાનવાળો પૂલ છે.

નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ

આ બિલ્ડિંગ હૈદરાબાદની ઓળખ સમાન છે. તે હૈદરાબાદનું એક જાણીતું લેન્ડમાર્ક છે. તે દૂરથી જ તમને પોતાની તરફ આકર્ષે છે. કારણ કે આ ઇમારતનો આકાર માછલી જેવો આપવામા આવ્યો છે. આ બિલ્ડીંગ હૈદરાબાદમાં આવેલી નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડની ઓફીસ છે. આ ઇમારતની સીએએન દ્વારા ખાસ નોંધ લેવામા આવી હતી જેના પર તેમણે એક લેખ પણ તૈયાર કર્યો હતો.

સેલૌલિમ ડેમ

આ ડેમ કેરળ નજીક આવેલો છે. તેની ખાસિયત એ છે કે તેને ખુબ ટુંકા ગાળામાં બનાવવામાં આવ્યો હતો. આ એક સુંદર જગ્યા છે પણ ઘણા ઓછા લોકો આ જગ્યા વિષે જાણતા હોવાથી અહીં શાંતિ છવાયેલી રહે છે અને પ્રવાસીઓનો ધસારો પણ નથી હોતો. જો તમે કેરળ ફરવા જવાના હોવ તો આ જગ્યાની ચોક્કસ મુલાકાત લેજો.

આ સામાન્ય બંધો કરતાં તદ્દન અલગ બંધ છે. આ બંધ ગોઆની સેલેલિયમ નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમ 140 ફૂટની ઉંચાઈ ધરાવે છે. ગોઆમાં આવતા મોટા ભાગના પ્રવાસીઓને તેના બીચનું આકર્ષણ હોવાથી અહીં હંમેશા શાંતિ હોય છે આ ઉપરાંત લોકોને આ જગ્યા તેમજ આ જગ્યાની અજાયબી વિષે પુરતી જાણકારી નહીં હોવાથી પણ લોકો અહીં નથી આવતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગજુરાતમાં, સરદાર સરોવર નજીક આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ છે. આ મૂર્તિ લોખંડી પુરુષ સરદાર પટેલને સમર્પિત કરવામાં આવી છે.

બેંગલુરુ ટેક્નોલોજી પાર્ક

બેંગલુરુમા આવેલી આ ઇમારત તમને એવા ભ્રમમાં મુકી દેશે કે તમે ભારતમાં નહીં પણ કોઈ પશ્ચિમિ દેશમાં છો. તેની ડીઝાઈન સામાન્ય ઇમારતો કરતાં ક્યાંય અલગ છે.

લોટસ ટેંપલ

દિલ્લી ખાતે યમુના નદીના કિનારે આવેલું આ લોટસ ટેંપલ અત્યંત સુદર છે જેને 1988માં બનાવવામાં આવ્યું હતું અને આજે પણ તેના આકર્ષણમા જરા સરખો પણ ઘટાડો નથી થયો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ