જલ્સા કરોને જેંતીલાલ

ભારતીય પારંપરિક પરિધાન વિશે સદીઓથી ઓળખાતી સાડી, ખરેખર વિદેશી પહેરવેશ છે, જાણો છો?

સ્ત્રીઓના સૌંદર્યને વધુ નિખારતી સાડી વિશે કદી ન જાણી હોય તેવી રસપ્રદ વાતો…

ભારતીય સાડી એટલે એક એવો પોષાક જેમાં સ્ત્રીનું સૌંદર્ય સંપૂર્ણપણે ખીલી ઊઠે. પછી તે ગામડાંની સ્ત્રી હોય કે શહેરની સ્ટાઈલીશ લેડી… દરેકની પહેરવાની રીત અને તેને પહેરીને ચાલવાની છટા કંઈક જૂદી જ હોય છે. સાડી એ ભારતીય સંસ્કૃતિમાં તો એવું પહેરણ છે કે જેને સદીઓ કે યુગો જૂની પરંપરા સાથે જોડવામાં આવે છે.

સાડી વિશે એવી અનેક રસપ્રદ વાતો છે જેને વાંચીને તમને આશ્ચર્ય થશે કે જેને તમે દરરોજ પહેરો છો એ સાડીઓ વિશે જાણો અદભૂત વાતો આજ સુધી કેમ નહોતી ખબર?

આવો, એવા રસપ્રદ તથ્યો જાણીએ, જે તમને સાડીઓની બાબતમાં ભાગ્યે જ ખ્યાલ હશે.

ફકત ભારતીય જ પરિધાન છે, સાડી એવું નથી…

હા, સાડી ભારત દેશના લગભગ બધા જ રાજ્યો અને પ્રાંતોના હિસાબે તેમની પારંપરિક રીત પ્રમાણે પહેરાય છે. હાલમાં તો તેની અનેક આધુનિક સ્ટાઈલ પણ એટલી બધી વધી ગઈ છે કે આજે સાડી એ યુનિવર્સલ આઉટ ફિટ તરીકે સ્વીકૃતી મેળવી છે.

સાડી પર માત્ર ભારતીય સ્ત્રીઓનો ઇજારો નથી રહ્યો. તે ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા ભારતના પાડોશી દેશોમાં પણ તેમના પારંપરિક પોષાક તરીકે પહેરાય છે.

સાડી એટલે શું?

તમને થશે કે આ કોઈ સવાલ છે, સામાન્ય રીતે સૌ કોઈ જાણતાં જ હોય કે સાડીએ એવું વસ્ત્ર છે જેને આખા શરીરે લપેટીને પહેરાય છે. આ પહેરણને સીવ્યા વગર જ પહેરાય છે. જેની અલગ અલગ જગ્યાએ અને જુદા જુદા પ્રાંતોની સ્ત્રીઓમાં પહેરવાની રીત જૂદી હોય છે.

તેમાં ઉપવસ્ત્ર તરીકે બ્લાઉઝ પહેરાય છે. જે પણ અલગ અલગ પેટર્ન અને ડિઝાઈનમાં ઉપ્લબ્ધ છે. પહેલાં તેને છાતીને ફરતે લંબચોરસ કાપડને ગાંઠ મારીને પહેરાતું હતું. સાડીની સાથે તેની અંદર આંતરવસ્ત્ર પણ પહેરાય છે.

પહેલાંના સમયમાં હાથ વણાંટનું કાપડ હતું જે છેડાને અંતે જાડું વણાતું અને ખભે પાલવ તરીકે નખાતું. જેથી સાડી સરકી ન જાય અને શરીર પર બંધબેસતી ટકી રહે. આજે અલગ અલગ કાપડમાં અવનવી ડિઝાઈનર વેરાઈટીમાં મળતી સાડીઓને પહેરવાની રીત પણ જુદી જુદી હોય છે.

૧૦૦થીય વધુ છે સાડી પહેરવાની રીત…

ભારતમાં સામાન્ય રીતે ગુજરાતી આગળ પાલવ, દક્ષિણી પાલવ પાછળના ખભે રાખીને પહેરા, નવવારી મહારાષ્ટ્રીયન સાડી ધોતીની જેમ પહેરાય એમ અલગ અલગ પ્રાંત પ્રમાણે પારંપરીક પહેરવાની રીત તો છે જે જ પરંતુ આધુનિક ઢબે પહેરવાની એટ્લી બધી રીત નીકળી છે કે તેને પહેરવા માટે બ્યુટી પાર્લરની જેમ ક્લાસિસ પણ થાય છે. એરહોસ્ટેસ સ્ટાઈલ કે બટરફ્લાય સ્ટાઈલ તો ખૂબ જ પોપ્યુલર છે.

સાડીઓમાં કેટલું મળે છે વૈવિધ્ય?

૫૦ રૂપિયાથી લઈને હજારો અને લાખોરૂપિયાની સાડીઓ આજે બજારમાં મળે છે. ગુજરાતી બાંધણી કે પટોળાંનો તો કોઈ જોટો મળે એમ જ નથી, રાજસ્થાની બંધેજ અને લહેરિયાનું તો ક્યા કહેને! રંગોમાં અને કાપડમાં જ એટલું વૈવિધ્ય ઉપરથી ઝરી પટ્ટી, એમ્બ્રોઈડરી અને લેસ વર્ક પણ થતું હોય છે.

મધ્યપ્રદેશની ચંદેરી સાડી, સાઉથનું કાંજીવરમની રોનક જ અનોખી હોય છે. જે સ્ત્રીઓને સાડી પહેરવાનો શોખ હોય તો તેમની પાસે લગભગ દરેક સાડીઓનું કલેક્શન રહેતું જ હોય છે. ૩ મીટરની સાડીથી લઈને ૯ વારી મહારાષ્ટ્રીયન સાડીઓની લંબાઈ હોય છે. સામાન્ય રીતે ૫ કે ૬ મીટરની સાડીઓ સૌ કોઈને ચાલતી હોય છે.

સાડી સાથે બ્લાઉઝ અને પેટીકોટમાં પણ ખૂબ ચોઈસ મળતી હોય છે. એટલે તૈયાર થઈને ફરવા જવાની શોખીન બહેનો માટે સાડીએ દરેક ઓકેઝન માટે પહેલી પસંદ હોય છે.

સાડી શબ્દ કઈરીતે ઉદ્ભવ્યો?

સાડી શબ્દનો અર્થ જોવા જઈએ તો સાદી એટલે કે સરળ, રીતે જેને પહેરી શકાય એવું કાપડ. અગાઉના સમયમાં હેન્ડવોવન – હાથવણાટનું લાંબુ કાપડ જ સાડી કહેવાતું. સાદી, કે જે પ્રાકૃતિક છે. જે પહેરવામાં આરામદાયક છે અને સરળતાથી પહેરી લઈ શકાય છે.

સંસ્કૃત શબ્દમાં પણ સત્તી એટલે કાપડની પટ્ટી એવો અર્થ કાઢી શકાય છે. લંબચોરસ કાપડાના લાંબા તાકામાંથી સાડીની બનાવટ કરાતી હશે એવું માની લઈ શકાય. સાડીની ઉત્પત્તી આશરે ૧૦૦ સદીઓ પહેલાં થઈ હોવાનું સંશોધકો કહે છે.

સાડીમાં આવતા કલર્સ અને ડિઝાઇનનો પણ હોય છે ખાસ અર્થ…

તમને ગમે તેવી કોઈપણ સાડી જરૂર પહેરી શકો છો, પરંતુ પરંપરાગત રીતે દરેક રંગનો અર્થ હોય છે અને દરેક ડિઝાઇનનો અર્થ પણ હોય છે. ઉદાહરણ તરીકે, સફેદ રંગ પરંપરાગત રીતે શુદ્ધતા સાથે સંકળાયે છે તેથી ધાર્મિક કાર્યો અને શોકાતૂર ઘટનાઓના સમયે સફેદ સાડી પહેરવામાં આવે છે, લાલ રંગ પરંપરાગત રીતે સારી વસ્તુઓ, શુભ અવસર, પારિવારિક સમૃદ્ધિ અને સ્ત્રીના સીમંત સમય સાથે સંકળાયેલ છે તથા લગ્ન જેવા શુભ પ્રસંગોએ તો તેને ખાસ પહેરાય છે.

પરંપરાગત રીતે લીલો રંગ પ્રેમ અને ઉત્કટ લાગણીઓ સાથે સંકળાયેલ રંગ મનાય છે, તથા ચૂંદડી કે ઘરચોળું જેવી લગ્નની ખાસ સાડીમાં કંડારાતી આકૃતિઓમાં સાથિયા, ફૂલ પત્તી અને પોપટ, હાથીઓ સંપત્તિ, રોયલ્ટી અને સમૃદ્ધિના ચિન્હોને મૂકાય છે.

સાડી વિશેની કેટલી ગેરમાન્યતાઓ

સાડી અમુક લોકો માટે ખૂબ જ ભારી વસ્ત્ર માનવામાં આવે છે. કેમ કે તેને પહેરવામાં ખૂબ જ ચોક્સાઈ જોઈએ છે. સાડીની પાટલી અને તેના છેડાની લંબાઈ વિશે પણ ઘણાને ખૂબ જ મૂંઝવણ રહેતી હોય છે.

અમુક બહેનો માત્ર પ્રસંગોપાત કે લગ્ન પ્રસંગોમાં જ પહેરાય તેવું વસ્ત્ર માને છે. પરંતુ ભારતમાં કે અન્ય દેશોમાં પણ સામાન્ય વર્ગની મોટાભાગની બહેનો આજે પણ સાડી પહેરે છે.

કહેવાય છે કે સાડી એ એવું પરિધાન છે, જેમાં સ્ત્રી સંપૂર્ણરીતે સુંદર અને આકર્ષક લાગે છે. ભલે તેને પહેરવાની રીત જુદી જુદી કેમ ન હોય દરેક કદ, રંગ અને ઊંચાઈની સ્ત્રીઓને સાડી સારી જ લાગતી હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version