બીજાની જિંદગી બચાવવી એજ છે અમદાવાદના આ વ્યક્તિનું લક્ષ્ય, પિતા પાસેથી મળી પ્રેરણ

અમદાવાદનું નામ આવે એટલે સાબરમતી નદીના કાંઠે બનેલા રિવરફ્રન્ટને કેમ ભુલાય. રિવરફ્રન્ટ બન્યા બાદ ત્યાં ફરવા માટે લોકોનો ધસારો વધી ગયો. ત્યાં વિવિધ પ્રકારના નયનરમ્ય યુનિટ પણ શરૂ કરવામાં આવ્યા. ચીનના રાષ્ટ્રપતિથી લઈને અનેક મહાનુભવો રિવરઉફ્રન્ટની શોભા વધારી ચુક્યા છે.

તો બીજી તરફ જેટલી તેની સુદરતા છે તેવી તેની બીજી વરવી વાસ્તવિકતા પણ છે. જેમ તે હરવા ફરવા માટે પ્રખ્યાત છે તેમ તે આત્મહત્યા માટે પણ પંકાવા લાગ્યો છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોએ સાબરમતિમાં મોતની છલાંગ લગાવી દીધી છે. જેને લઈને અમદાવાદ ફાયરબ્રીગેડ દ્વારા રિવરફ્રન્ટ પર તરવૈયાની ટીમ એરાઉન્ડ ધ ક્લોક તૈનાત રહે છે. ટીમ લીડર તરવૈયા ભરતભાઈ એ રીવરફ્રન્ટને જ કર્મભુમી બનાવી દીધી છે.

આ સેવાની શરૂઆત ભરતભાઈએ 2004માં કરી હતી

આ વાતની શરૂઆત થાય છે વર્ષ 2004 થી. ત્યાંરથી લઈને નવેમ્બર 2020 સુધી ભરતભાઈએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર લગભગ 350 કરતાં પણ વધારે લોકોને બચાવ્યા છે. એટલુ જ નહીં નદીમાં તરતી કે પાણીમાં અંદર ગરકાવ થયેલી 1400 કરતાં પણ વધારે લાશ શોધીને પોલીસને સોંપી છે.

તમને જમાવી દઈએ કે રીવરફ્રન્ટ પર બોટમાં બેસીને કે બાઈક પર ફરતા ભરતભાઈને નથી ઓળખતા તેવા લોકો સામાન્ય વ્યક્તિ ગણે છે.પરંતુ ભરતભાઈએ રિવરફ્રન્ટને જ કર્મભુમી બનાવી દીધી છે. તેમના પિતા અમદાવાદ ફાયરબ્રીગેડમાં ફરજ બજાવતા હતા. એટલે જન્મથી જ તેમનામાં રેસ્ક્યુના ગુણો કેળવાયેલા હતા. ભરતભાઈ પિતાના પગલે ફાયર બ્રીગેડમાં જોડાયા અને લોકોને મોતના મુખમાંથી બચાવવાની કામગીરી શરૂ કરી.

દુર્ઘટનાની જાણ ભરતભાઈને વોકીટોકી પર કરવામાં આવે છે

આમ જોવા જઈએ તો આત્મહત્યા કરવા ઘણા કારણો જવાબદાર હોય છે. બ્રેકઅપ, અનૈતિક સંબંધો, ધંધામાં ખોટ જવી, નોકરી ન મળવી, બેરોજગારી, મિલ્કત સંબંધી ઝઘડા, પારિવારીક સમસ્યાઓ, કોઈના મ્રુત્યુનો આઘાત સહન ન કરી શકાય, પરિક્ષામાં નાપાસ થઈ જતાં કે ધાર્યું પરિણામ ન મળવું વગેરે કારણોને લીધો લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે. ભરતભાઈ રિવરફ્રન્ટ પર સતત નજર રાખતા રહે છે.

જો કોઈ શંકાસ્પદ લાગે તો તેમને સમજાવે છે અને આત્મહત્યા કરતા રોકે છે. તો બીજી તરફ તેમની કામગીરી અંગે ભરતભાઈએ કહ્યું નદીમાં કોઈ દુર્ઘટના બને અને તરવૈયાની મદદ માટે ફાયરબ્રીગેડને કોલ કરવામાં આવે છે. જોકે ફાયરબ્રીગેડ દુર્ઘટનાની જાણ ભરતભાઈને વોકીટોકી પર કરે છે. ત્યાં સુધીમાં કદાચ મોડું પણ થઈ જાય. કારણકે નદીમાં ડુબેલી વ્યક્તિને બચાવવા એકએક ક્ષણની કિંમત હોય છે.તાત્કાલિક મદદ મળી રહે તે માટે ભરતભાઈએ ઠેરઠેર તેમના મોબાઈલ નંબર લખેલા બોર્ડ લગાવ્યા છે.

લોકોને બચાવતા સમયે રહે છે જીવનું જોખમ

લોકડાઉન દરમિયાન ઘણા લોકો આત્મહત્યાનો પ્રયાસ કરવા આવ્યા હતા જેને ભરતભાઈએ સમજાવીને પરત મોકલ્યા હતા આ ઉપરાંત ઘણીવાર પોલીસની પણ મદદ લઈને લોકોને નવી જિંદગી આપી હતી. નદીના પાણીમાં ઉંડે ગરકાવ થઈ ગયેલી વ્યક્તિને બચાવવા ભરતભાઈ અને ટીમ તેમના જીવની પણ પરવા કર્યા વગર સતત પ્રયાસ કરે છે.

નદીમાં તણાઈને આવતા ઝેરી નાગ અને જીવજંતુ કરડવાનો સતત ડર રહે છે. નદીના પાણીમાં ઉંડે ગરકાવ થઈ ગયેલી વ્યક્તિને શોધવા માટે નીચે તળીયા સુધી પહોંચવું પડે છે. શોધકોળ દરમિયાન નદીના તળીયા પર પડેલા કાચના ટુકડા, લોખંડના સળીયા અને ધારદાર વસ્તુઓ વાગી જાય છે. છતા પણ પોતાના જીવની પરવા કર્યા વગર તેઓ બીજાની જિંદગી બચાવવા તત્પર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ