જાણો, ભારતની પહેલી મહિલા ‘જવાન’ શાંતિ તિગ્ગાની પ્રેરણાદાયક સફર, ભારતીય સેનામાં શરૂ કર્યો એક નવો અધ્યાય

જીવનમાં આપણો પરચિય ક્યારેક એવી વ્યક્તિ સાથે થાય છે, જેને સમાજના તમામ બંધનો તોડીને પોતાના સપનાને હકીકતમાં બદલ્યા હોય. આવી જ એક બહાદુર મહિલા હતી શાંતિ તિગ્ગા.

જાણો કોણ છે શાંતિ?

35 વર્ષની વિધવા, બે બાળકોની માં. આવી મહિલા વિશે સાંભળતાની સાથે લોકોના મનમાં એક જ શબ્દ આવે છે બિચારી. શાંતિ કોઈ સામાન્ય મહિલા નહોતી. શાંતિ ભારતીય સેનાની પહેલી મહિલા જવાન હતી. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાની રહેવાસી શાંતિના લગ્ન નાની ઉંમરમાં થઈ ગયા હતા. તેમને પણ અન્ય મહિલાની જેમ વર્ષો સુધી ઘર સંભાળ્યું હાઉસ વાઈફ બનીને રહી. પરંતુ પતિનું અચાનક મૃત્યુ થઈ જવાથી શાંતિની જિંદગી બદલાઈ ગઈ. 2005માં પતિની રેલવેની નોકરી શાંતિને મળી. બાળકોના ઉછેર માટે શાંતિએ નોકરી કરી.

જાણો રેલવેની નોકરીથી ભારતની પહેલી મહિલા જવાન સુધીની સફર-

રેલવેની નોકરી દરમિયાન શાંતિને ટેરિટૉરિઅલ આર્મી (પ્રાદેશિક આર્મી) વિશે જાણ થઈ હતી. શાંતિના કેટલાંક સંબંધીઓ આર્મીમાં હતા અને શાંતિએ પણ ટેરિટૉરિઅલ આર્મીની પરિક્ષા આપવાનો નિર્ણય કર્યો. પોતાની શારીરિક શક્તિ વધારવા માટે શાંતિ દિવસ રાત મહેનત કરતી.

ટ્રેનિંગ સેશનમાં પુરુષોને પણ હરાવતી-

ટેરિટૉરિઅલ આર્મીની ટ્રેનિંગ સેશનમાં શાંતિએ તમામ પુરુષ પ્રતિસ્પર્ધીઓને પછાડ આપી. 50 મીટરની દોડ 12 સેંકડમાં પૂરી કરી અને 1.5 કિલોમીટરની દોડ પૂરી કરવામાં અન્ય પ્રતિસ્પર્ધીઓ કરતા 5 સેંકડ કરતા ઓછો સમય લીધો હતો. શાંતિની શારીરિક તાકાતના વખાન થયા અને તેમને ભારતીય સેનામાં એક નવો અધ્યાય શરૂ કર્યો. ભારતીય સેનામાં મહિલાઓની નિયુક્તિ ઓફિસર રેંકથી થાય છે અને શાંતિે આ પ્રથાને તોડી. આ વિશે શાંતિએ કહ્યું કે, કોઈ પણ મહિલાએ ઓફિસર રેંક કરતા નીચેની પોસ્ટ જોઈન નથી કરી તેની તેને ખબર જ નહતી.

તેમજ રિક્રૂટ્મેન્ટ ટ્રેનિંગ કેમ્પમાં પણ બધાનું દિલ જીતી લીધું. સફળતાની મિસાલથી શાંતિએ રિક્રૂટ્મેન્ટ ટ્રેનિંગ કેમ્પમાં ફાયરિંગ ઇન્સ્ટ્રક્ટરને પણ પ્રભાવિત કરી દીધા. પોતાની ગન હેન્ડલિંગની સ્કિલથી શાંતિએ માકર્સમેનની પદવી હાસિલ કરી. શાંતિએ તેના શાનદાર પ્રર્દશન માટે તે સમયના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સન્માનિત કર્યા હતા.

દુઃખ અંત-

ઈતિહાસ રચ્યાના બે વર્ષ પછી શાંતિના જીવનમાં દુઃખદ મોડ આવ્યો. 9 મે 2013માં અજાણ્યા લોકો તેમનું અપહરણ કરી લીધું. અને બીજા દિવસે સવારે તે બેભાન અવસ્થામાં રેલવે ટ્રેક પર દોરીથી બાંધેલી અવસ્થામાં મળી આવી.

શાંતિએ જણાવ્યું કે અપહરણકર્તાઓ તેમને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. તેમને તરત કડક સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા અને અપહરણની તપાસ શરૂ કરવામાં આવી.

13 મે 2013 જ્યારે તે બાથરૂમમાંથી બહુ સમય સુધી બહાર ન આવી ત્યારે તેમના દીકરાએ બધાને કહ્યું. પોલીસ અને રેલસે અધિકારીઓ દરવાજો તોડ્યો અને શાંતિનું મૃત શરીર લટકતી હાલતમાં જોવા મળ્યું.

પૈસા લીધા હોવાનો આરોપ હતો-

આ પહેલા શાંતિ પર નોકરી આપવામા બહાને લોકોની પાસે પૈસા લેવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ આરોપ સાચા છે તેથી શાંતિએ આત્મહત્યા કરી લીધી તેવું માનવામાં આવ્યું હતું. તપાસમાં પણ કંઈક પુરાવા ન મળ્યા અને શાંતિની કહાની ઓફિસની ફાઈલોમાં જ બંધ થઈને રહી ગઈ.

એક મિસાલ, એક દ્દઢ નિશ્ચય મહિલાનો આવો દુઃખદ અંત છે. શાંતિના પરિવારના લોકોનું આજે પણ એવું જ માને છે કે તેની હત્યા કરવામાં આવી હતી. પરંતુ હકીકત શું છે તેના વિશે કોઈને ખબર નથી.

લેખન સંચાલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી