જલ્સા કરોને જેંતીલાલ

ભારતના સૌથી સુંદર એવા 6 દરિયાકિનારા

૧. નારગોલ બીચ

વાપી જિલ્લામાં આવેલા એક નાનકડા ગામમાં આ અદ્ભુત દરિયાકિનારો આવેલો છે જેનો સમાવેશ ભારતના અતિસુંદર દરિયાકિનારામાં થાય છે. પરંતુ ખુબ જ ઓછા મુસાફરો અહી આવે છે.

માર્ગાઓથી ૩૭ કિલોમીટર દુર આવેલા પલોલેમ પાસે આ બીચ આવેલો છે.

આ બીચ  ગોવાના બેસ્ટ બીચમાંનો એક છે પણ બહુ ઓછા મુસાફરો અહી આવે છે. કારણ કે ટાપુ ઉપર આવેલા બીચ સુધી આવવા માટે બોટનો સહારો લેવો પડે છે. જો તમે મિત્રો સાથે ગોવા જાઓ છો તો આ બેસ્ટ જગ્યા છે.

૩. લાડગર બીચ

આ બીચને તમાસ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુર્યાસ્તના અદ્ભુત નજારાને કારણે આ બીચ ખુબ જ પ્રખ્યાત છે. દપોલી શહેર, રત્નાગીરી જિલ્લામાં આવેલું છે જ્યાં ઘણા બધા અતિસુંદર બીચ આવેલા છે.

૪. કપ્પદ બીચ

અરેબીયન દરિયાની મજા માણવાની બેસ્ટ જગ્યા કોઈ હોય તો કોઝ્હીકોદ પાસે આવેલો કપ્પદ બીચ પરફેક્ટ જગ્યા છે. પથ્થરોથી ઘેરાયેલો આ દરિયાકિનારો કપ્પક્કાડવું નામે ઓળખાય છે. આ એ જ કિનારો છે જ્યાં પોર્ટુગીઝના વાસ્કો ડા ગામા ઉતર્યા હતા.

૫. ગોકર્ણ બીચમંદિરના શહેર તરીકે ઓળખાતું ગોકર્ણ, ખબ જ સુંદર છે જ્યાં ભગવાન શિવનું મંદિર આવેલું છે. ગોકર્ણ બીચ સિવાય અહી ઓમ બીચ, કુંડલ બીચ, બેલેક્ન બીચ, પેરેડાઈસ બીચ આવેલા છે. આ જગ્યા હાલમાં ચર્ચામાં આવી રહી છે અને ભવિષ્યમાં તે ભારતની મુખ્ય મુસાફરીની જગ્યામાં પણ સ્થાન લેશે એવું લોકોનું માનવું છે. ૬. કેરી બીચ, ગોવા આ બીચને કેરી તેમજ કરીમ બીચ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગોવામાં આવેલો આ બીચ, શાંતિ અને સુંદરતાને કારણે પ્રખ્યાત છે. તેરીખોલ નદી પાસે આવેલો આ બીચ આરામ્બોલ બીચથી ઉત્તર તરફ આવેલો છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Exit mobile version