જંગલના પ્રાણીઓને નજીકથી જોવાનો લાહવો લેવા માંગો છો તો એકવાર આ જગ્યાઓની મુલાકાત લો

પહાડો અને સમુદ્ર પર હોલિડે વિતાવી વિતાવીને થાકી ચૂક્યા છો, તો હવે તમારા લિસ્ટમાં વાઈલ્ડલાઈફ ડેસ્ટિનેશનને સામેલ કરી દો. કેમ કે, જંગલોમાં જંગલી પ્રાણીઓને નજીકથી જોવાની મજા જ કંઈક અલગ છે. શહેરની ભીડભાડથી અને કલશોરથી દૂર માત્ર નેચર અને પશુપક્ષીઓને નજીકથી સાંભળવાનો, અને તેમને અનુભવવાનો રોમાંચ કંઈક અલગ જ છે. તેથી અહીં જુઓ ભારતના 6 સૌથી ફેમસ અને બહેતરીન વાઈલ્ડલાઈફ ડેસ્ટિનેશન.


જિમ કોર્બેટ નેશનલ પાર્ક

ઈન્ડિયાના સૌથી જૂના આ નેશનલ પાર્કમાં તમને બંગાળ ટાઈગરને જોવાનો મોકો મળશે. અહીં સફારીમાં બેસીને તમે જંગલની સફર કરતા સમયે તમને માત્ર બંગાળ ટાઈગર્સ જ નહિ, પરંતુ દિપડા, સાંભર, હિમાલય બ્લેક બિયર, હોગ ડિયર અને આવા તમામ પ્રાણીઓ પણ જોવા મળશે. આ સાથે જ તેની પાસેથી કોસી નદી અને ત્યાં પાસે આવેલું ગર્જિયા દેવી મંદિર પણ જોવા મળશે. પહાડો પર બનેલા આ મંદિરથી કોસી નદીનો નજારો કંઈક અલગ જ રોમાંચ પેદા કરે છે.

કાજીરંગા નેશનલ પાર્ક

ઈન્ડિયાનું આ એકમાત્ર એવો પાર્ક છે, જ્યાં તમને એક શિંગડાવાળો ગેંડો જોવા મળશે. આ કારણે તમે કાજીરંગા નેશનલ પાર્ક સાથે જોડાયેલા જાહેરાતોમાં ગેંડાની તસવીરો જોઈ હશે. આસામ લીલોતરીથી ભરેલા જંગલો અને પહાડો માટે પ્રખ્યાત છે. તેથી આ પાર્કમાં તમે વનરાજી અને અહીં રહેલા પશુપક્ષીઓ બંને બહુ જ પસંદ આવશે.


ગિર નેશનલ પાર્ક

જો તમને સિંહ જોવાનો બહુ જ શોખ છે, તો ગિર નેશનલ પાર્ક તમારા જેવા શોખીનો માટે બનેલો છે. અહીં તમને સિંહ ઉપરાંત ભારતના સૌથી મોટા કદના હરણ, સાંભર, રીંછ, લંગૂર, ચિતલ, નિલગાય, ચિંકારા અને બારાસિંગા પણ જોવા મળી જશે. પરંતુ મોન્સૂનમાં અહીં ન જતા, કારણ કે તેને ચોમાસામાં બંધ રાખવામાં આવે છે. અહીં જવા માટે ઓક્ટોબરથી લઈને જૂન સુધીનો સમય બેસ્ટ છે.


સુંદરવન નેશનલ પાર્ક

મૈન્ગ્રુવ્સ પ્લાન્ટ્સથી ઘેરાયેલ સુંદરવન રોયલ બંગાળ ટાઈટરનું સૌથી મોટું સુરક્ષિત વિસ્તાર છે. તે વાઘ ઉપરાંત અહીં પક્ષીઓ અને સરીસૃપોની પણ અનેક પ્રજાતિઓ મેળવી શકાય છે. અહીં તમે જાઓ તો લોકલ નાવડીમાં બેસીને પાર્ક જરૂર જોજો. તમને જણાવી દઈએ કે, સુંદરવન દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા પાર્ક છે, જે 10,200 વર્ગ કિમીમાં ભારત અને બાંગ્લાદેશમાં ફેલાયેલો છે. આ પાર્કનો એક તૃતિયાંશ ભાગ પાણીમાં આવેલો છે.


બાંધવગઢ નેશનલ પાર્ક

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાની 32 પહાડીઓથી ઘેરાયેલ છે આ બાંધવગઢ પાર્ક. આ પહાડીઓમાં આવેલી એક પહાડી બાંધવગઢના નામથી આ પાર્કનું નામ પડ્યું છે. બાંધવગઢ પહાડી પર એક-બે હજાર વર્ષ જૂનો કિલ્લો પણ બનેલો છે. આ પાર્કમાં પશુઓની 22 અને પક્ષીઓની 250 પ્રજાતિઓ જોવા મળે છે. આ પાર્ક 437 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે, તેને હાથી અને ગાડીમાં બેસીને પણ નિહાળી શકાય છે.

When he arrives, it is time to confront one’s phobias…. Of the native species of big cats prowling the forests of Karnataka, it is the elusive and magnificent melanistic leopard that everyone touring Nagarhole Tiger Reserve wants to see. It is only a few who have actually seen this beautiful feline predator in its full glory in the wild. My love for the Leopards is immense. This spectacular cat reflects to me the potential of my own power, the beauty of the mystery, the ability to transform anything we choose to in our lives, and the richness of the forests I roam in. it reflects a reclaiming of that which was lost and an intimate connection with the great archetypal force behind it. Such a dramatic species.#canon #catfamily #animalkingdom #exclusive_wildlife #forest #nagarhole #blackpanther #wild #wildlifeonearth #animalkingdom #leopard #forest #junglefever #natgeo #natgeotravel #natgeoyourshot #magnificentanimals #wildlifephotography #focus #conservation #wildlife #travel #travelblogger #beautifulcreatures

A post shared by Vinay Mb (@vinay.mb.9) on

નાગરહોલ નેશનલ પાર્ક

મોન્સૂનમાં રંગબેરંગી પક્ષી અને એશિયાઈ હાથી આ પાર્કની ખાસિયત છે. એક જમાનામાં તે મૈસૂરના રાજાઓનું શિકારનું સ્થળ હતું. પરંતુ હવે તે વાઈલ્ડલાઈફ ડેસ્ટિનેશનમાં તબદીલ થઈ ચૂક્યું છે. 640 કિલોમીટરમાં ફેલાયેલ આ પાર્કને સફારીમાં બેસીને નિહાળી શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તમને કેવી જગ્યાઓએ ફરવા જવાનું પસંદ છે.

ટીપ્પણી