જલ્સા કરોને જેંતીલાલ

ભારતની સુષ્મિતા સિંહ બની Miss Teen World બોલી, લોકો કહેતા હતા સુંદર નથી પછી…

ભારતની સુષ્મિતા સિંહે અલ સલ્વાડોરમાં થયેલા મિસ ટીન વર્લ્ડ (મુંડિયાલ) પ્રતિયોગિતાનો તાજ જીતી લીધો. શોના ઈન્ટરનેશનલ ડાયરેક્ટર ફ્રાંસિસ્કો કોર્ટેજ તરફથી સુષ્મિતાને વિજેતા જાહેર કરવામાં આવી,


જ્યારે કે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેનાર ડોમેનિકન રિપબ્લિક અને પનામાની સુંદરીઓનો ક્રમશ: રનરઅપના ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા. સુષ્મિતા સિંહને ગત વર્ષે આ પ્રતિયોગિતા જીતનાર ડોમેનિકન રિપબ્લિકની મિસ એંગિવેટે ટોરિબિયોએ તાજ પહેરાવ્યો.


આ પ્રતિયોગિતામાં જ પ્રતિયોગિતાનએ તેના વ્યવહાર, બુધ્ધિમતા, વાતચીત કરવાની રીત, ફેશન, ફિટનેસ અને ગ્લેમરની કસોટી પર આંક્યા. આ આખી પ્રકિયા ૮ દિવસની અવધિમાં કરવામાં આવી. અહીં સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેનાર સુંદરીઓએ ઘણી ગતિવિધિઓમાં ભાગ લીધો, જેમાં ફેશન પરેડ, મેયરને ત્યાં વિઝીટ, દર્શનીય સ્થળ જોવા, ફોટો સેશન, સ્પોન્સર ગતિવિધિઓ અને ચેરિટેબલ ઈવેન્ટ્સ શામેલ હતી.

૧૮ વર્ષની માસ મિડિયાની છાત્રા સુષ્મિતા એક ચિત્રકાર, ખેલાડી, વક્તા અને પરંપરાગત સીમાઓને તોડવા વાળી યુવતી છે. તેમનાથી જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો કે જો તે પ્રતિયોગિતા જીતે છે તો કઈ રીતે વિશ્વની સેવા કરવા ઈચ્છશે તો તેના જવાબે પ્રતિયોગિતામાં હાજર દર્શંકોનું દિલ જીતી લીધુ.


તેણે કહ્યુ, ‘મને જણાવવામાં આવ્યુ હતુ કે હું સુંદર નથી, પરંતુ મે સખત પરિશ્રમ કર્યો અને આજ હું આ મકામ પર છુ. હુ તે બધી છોકરીઓ માટે પ્રેરણા બનવા ઈચ્છુ છુ, જે પોતાના સપનાને સાકાર કરવા ઈચ્છે છે.”

તેમણે કહ્યુ કે તેઓએ એ તાજ પહેર્યો છે, જે ઈંગ્લેન્ડના કિંગ એનરિક ફોર્થના તાજથી પ્રેરણા લઈને નિર્મિત કરવામાં આવ્યો છે અને તે વિશ્વના પ્રતિ પોતાની પ્રતિબધ્ધતા નિભાવવા માટે એકદમ તૈયાર છે.


સુષ્મિતાના માતાપિતા સત્યભામા અને નવીન સિંહે જણાવ્યુ, “અને બન્ને આજ ખૂબ ખુશ છીએ. અમારા હમેંશાથી પોતાના હ્દયમાં આ વિશ્વાસ હતો કે અમારી દિકરી વિજેતા બનશે,


પરંતુ જ્યારે અમે પ્રતિયોગિતામાં ગયા તો અમે ત્યાં બધી યુવતીઓને ખૂબ સંગઠિત રીતે અને અનુશાસનમાં રહીને સખત મહેનત કરતા જોઈ. હવે આખી દુનિયાના લોકોથી અમારી મિત્રતા થઈ ગઈ છે.


અમારુ ઉદેશ્ય બધી છોકરીઓનું પ્રતિનિધિત્વ કરવાનુ છે કારણ કે બધા છોકરીઓ પોતપોતાના ક્ષેત્રમાં વિજેતા છે”. આ ઈન્ટરનેશનલ ઈવેંટમાં ભાગ લેવાની યોગ્યતા અને દાવેદારી સુષ્મિતાને નોઈડામાં થયેલા સૌંદર્ય પ્રતિયોગિતામાં જીત પ્રાપ્‍ત થઈ, જ્યાં ૨૦૧૯ની ડાયરેક્ટર જસમીત કૌરે તેમને આ તાજ પહેરાવ્યો હતો.


જસમીત કૌરે કહ્યુ, “હું ખૂબ ગર્વ અનુભવી રહી છુ કે સુષ્મિતા એ સૌંદર્ય સ્પર્ધામાં ભારતને જીત અપાવી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version