જો તમને ભારતની બહાર વિદેશોમાં ફરવાનો શોખ હોય તો વિઝા વગર પણ તમે ફરી શકો છો આ દેશોમાં

જો તમને ભારતની બહાર વિદેશોમાં ફરવાનું વિચારતા હો અને તમારી પાસે કોઇપણ દેશનો વિઝા ન હોય તો ટેન્શન લેવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વીઝા વગર પણ તમે અમુક દેશોનો યાત્રા – પ્રવાસ કરી શકો છો. હરી ફરી શકો છો. અમુક ચોક્કસ દિવસ તમે ત્યાં રહી પણ શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવીએ વિઝા વિના પણ વિદેશ પ્રવાસ કરાવતા આવા દેશો વિશે.

૧.) નેપાળ :- નેપાળ ભારતનો પડોશી દેશ છે. નેપાળમાં ભારતીય લોકોની એન્ટ્રી ખુબજ આસાનીથી થઇ શકે છે. નેપાળમાં પ્રવેશ કરવા માટે ફક્ત એક ફોટો આઈડી પ્રૂફની જરૂર પડે છે. નેપાળ હરવા – ફરવા માટે ખર્ચની દ્રષ્ટીએ ખુબજ સસ્તી અને સુંદર ડેસ્ટીનેશનવાળી જગ્યા છે.

૨.) મોરેશ્યસ :- આ દેશ ખુબજ સુંદર અને ખુબસુરત જગ્યાવાળો દેશ છે. મોરેશ્યસ દેશમાં ઝરણા અને બીચ સ્વર્ગથી પણ કમ નથી. ભારતીય પાસપોર્ટની સાથે મોરેશ્યસમાં 90 દિવસ સુધી તમે કોઇપણ જાતની ઝંઝટ વિના આરામથી રહી શકો છો. સહ- પરિવાર કે મિત્ર સર્કલ સાથે ફરવા માટે મોરેશ્યસ દેશ જવાનું ખાસ વિચારવું.

૩.) માલદીવ :- સમુદ્રના કિનારે આવેલું માલદીવ વિશ્વના સૌથી સુંદર જગ્યાઓમાંનું એક છે. અહીનું પાણી ખુબજ ચોખ્ખું અને નીલા રંગનું હોય છે. સામાન્ય લોકોની સાથે બોલીવુડના સ્ટાર હીરો – હિરોઈનની હરવા – ફરવા માટેની પહેલી પસંદ છે આ મોરેશ્યસની જગ્યા.

૪.) ફીજી :- ફિજીની ઓળખાણ ખાસ તો અહી આવેલા સુંદર બીચોને લીધે છે. અહિયાં બીચ પર લોકો ખાસ આનંદ , મોજ – મજા મસ્તી કરવા માટે જ આવે છે. ફિજીની ખુબજ સુંદર બીચ આખા વિશ્વમાં મશહુર છે. મોટા ભાગે અહિયાં લોકો પોતાના દોસ્ત યારો સાથે હરવા – ફરવા માટે આવે છે. જ્યારે અમુક લોકો ફીજી હનીમુન મનાવવા માટે આવે છે.

 

ભૂતન :- ભારતીય પાસપોર્ટની સાથે તમે ભૂતાન દેશનો પ્રવાસ ખુબજ સરળતાથી કરી શકો છો. ભૂતાન દેશની પ્રાકૃતિક સુંદરતા જોવા માટે પર્યટકો – મુસાફરો ખાસ આવે છે. ચીનની નીચે આલેલો આ ભૂતાન દેશમાં પ્રદુષણ નથી.