ભારતના રહસ્યો ભાગ ૧ માં આજે વાંચો હાડકાઓનું સરોવર ક્યાં આવેલું છે એ અને બીજું પણ ….

ભારત વિવિધતાઓનો દેશ છે અને અહીંના કેટલાક રહસ્યો કોઈ પણ મહાજ્ઞાની વ્યક્તિ કે પછી આજના જમાનાનો વૈજ્ઞાનિક પણ શોધી નથી શક્યો. આજે અમે એવા જ કેટલાક રહસ્યોની વાત લાવ્યા છીએ, જે તમને ચોંકાવી તો દેશે જ પણ સાથે સાથે રોમાંચ ઉભો કરશે.
જાણો એ રહસ્યો?

૧. હાડકાઓનું સરોવર – રૂપકુંડ સરોવર, ચમોલી, ઉત્તરાખંડ

દરિયાની સપાટીથી ૧૬ ,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા બર્ફીલા એવા રૂપકુંડ સરોવરની સમગ્ર લંબાઈમાં હાડકાઓ આવેલા છે જેને કારણે તેને હાડકાઓના સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ સરોવર સૌપ્રથમ વખત ૧૯૪૨ ની સાલના ઉનાળામાં જયારે બરફ પીગળીને પાણીમાં પરિવર્તિત થયો, ત્યારે બ્રિટીશ ફોરેસ્ટ ગાર્ડની નજરમાં આવ્યો હતો જયારે તેમણે હાડકાઓને પાણીમાં તરતા જોયા.

પહેલી નજરે જ અહી પ્રતીત થઈ જતું હતું કે આ જગ્યાએ કોઈક ભયાનક ઘટના ઘટી જ હશે.
શરૂઆતમાં એવું માનવામાં આવ્યું હતું કે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા જાપાનીઝ લોકોના હાડપિંજર હોઈ શકે છે પરંતુ ૨૦૦૪માં એવી જાણ થઈ કે આ હાડકાઓ ૮૫૦ વર્ષ પહેલાના છે. પરંતુ એ દરમિયાન એવી કોઈ ઘટના જેમાં હજારો લોકો માર્યા હોય, તેની કોઈને ખબર નથી.

PHOTO CREDIT: INDIAHIKES


PIC CREDITS : CREDITS
૨. પ્રકાશિત ભૂત – પશ્ચિમ બંગાળ
જો તમે ક્યારેય પણ બંગાળના દરિયા કિનારામાંથી પસાર થાઓ, તો એક વિચિત્ર પ્રકાશિત ભૂત જેને ધ ગોસ્ટ અલેયા તરીકે ઓળખવામાં આવે છે, તેને જોઈ શકો છો.
આ ઘટના બંગાળ અને બાંગ્લાદેશના માછીમારો સાથે ખાસ બને છે.
અહીના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ પ્રકાશિત ભૂત એક માછીમારની આત્મા હોઈ શકે છે જે એક દરિયાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો અને તેની નજીક બીજો એક વ્યક્તિ તે માછીમારને બચાવવા જતા મૃત્યુ પામ્યો અને તે કારણે બંને અલૌકિક શક્તિમાં પરિવર્તિત થઈ ગયા.

આ પ્રકાશ કોઈ પણ મુસાફર તરફ અંધારામાં પાણી ઉપર તરીને આવી જાય છે.

જો કે આ પ્રકારનો પ્રકાશ, દુનિયાના અન્ય દેશો જેમ કે ફિનલેન્ડ, એસ્ટોનિયા, લાત્વિયા, જેવા દેશોમાં પણ પણ જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે આ પ્રકાશ એક છુપાયેલા ખજાનાની નિશાની છે.

આ પ્રકાશને will-o’-wisp નામના શબ્દથી પણ ઓળખવામાં આવે છે.

(ભારતના રહસ્યો ભાગ-૨ ટૂંક સમયમાં…)

આવી અદ્ભુત માહિતીઓ મેળવવા માટે લાઈક કરો અમારું પેજ.

PIC CREDIT: PICTURR

લેખન.સંકલન : યશ મોદી