ભારતના સૌથી ધનવાન એવા ૩ મંદિરો ….

શું તમને ખબર છે, કે ભારતના આ ૩ મંદિરોની વાર્ષિક કમાણી કેટલી હશે? ધારો તો ખરી ! પછી જુઓ તમે કેટલા અંતરથી ખોટા પડો છો.

આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારત ખુબ જ સુંદર મંદિરોનો અદ્ભુત દેશ છે. ભારતનો વૈવિધ્યપૂર્ણ વારસો ફક્ત ભારત પુરતો જ સીમિત નથી. અન્ય દેશોના લોકો દુર દુરથી તેને જોવા માટે આવતા હોય છે.
આજે આપણે ભારતના મંદિરોની માન્યતા કે પછી સાંસ્કૃતિક મહત્વની નહી પરંતુ આ મંદિરોની કમાણી અને સંપતિ વિશે વાત કરવાના છીએ.

૧. પદ્મનાભ સ્વામી મંદિર

ભગવાન વિષ્ણુની શયન મુદ્રાવાળું આ પદ્મનાભ સ્વામી મંદિર, દુનિયાનું સૌથી ધનવાન મંદિર છે. કેરલના થીરુવનન્થાપુરમમાં આવેલા આ મંદિરના નીચેના ભાગમાં ૬ બેઝમેન્ટ છે જેમાંથી ૫ હાલમાં ખુલ્લા છે. તેમાંથી ગણેલી રકમ લગભગ ૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.

૨. તિરુપતિ બાલાજી મંદિર

વેન્કતાદરી પર્વતો પાસે અને પુષ્કરણી સરોવરના કાંઠે આવેલું શ્રી વેન્કટેશ્વરનું પવિત્ર અને ઐતિહાસિક મંદિર તિરુપતિ બાલાજીના નામે પ્રખ્યાત છે.

લગભગ ૬૫૦ કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી સાથે તિરુપતિ બાલાજી મંદિર ભારતનું બીજું સૌથી ધનવાન મંદિર છે. આટલું જ નહિ, આ મંદિર પાસે ૩૦૦૦ કિલો જેટલું સોનું છે જે અલગ અલગ બેંકમાં જમા કરાવેલું છે તેમજ ૧૦૦૦ કરોડ જેટલા રૂપિયાની ફિક્સ ડીપોઝીટ છે.

૩. સાઈ બાબા મંદિર – શિરડી

ભારતના સૌથી ધનવાન મંદિરોની યાદીમાં આ મંદિરનો પણ સમાવેશ થઈ ગયો છે. મંદિરના ટ્રસ્ટના ૪૫૦ કરોડ રૂપિયાના રોકાણ સામે અ મંદિર ભક્તો અને શ્રદ્ધાળુઓ તરફથી દર વર્ષે ૩૫૦ કરોડ જેટલું દાન મેળવે છે.
તમે શું ધાર્યું હતું ! કેટલા અંતરથી ખોટા પડ્યા? એ કમેન્ટ કરી દે જો.

આવી અનોખી માહિતી દરરોજ મેળવવા લાઈક કરો અમારું પેજ.