ભારતની ૫ સૌથી સુંદર ફ્લાવર વેલી…..

પર્યાવરણ અને પપ્રકૃતિ પ્રેમીઓ માટે આજે અમે ૫ એવી જગ્યાઓનું લીસ્ટ લાવ્યા છીએ જે જોઇને એ લોકો પોતાને રોકી જ નહિ શકે.

હા, આજે અમે વાત કરવાના છીએ સુંદરતાથી ભરપુર એવી કેટલીક ફ્લાવર વેલીની. ઐતિહાસિક દ્રષ્ટિએ તો ભારત સમૃદ્ધ છે જ. અને ભારતનું પ્રાકૃતિક સૌન્દર્ય પણ સારા સારા દેશોને માત આપી શકે એમ છે. પરંતુ શું તમને ખબર હતી કે ભારતના પ્રાકૃતિક સૌન્દર્યને ટોચ ઉપર લઈ જવામાં ફ્લાવર વેલીનો સૌથી મોટો હાથ છે!!! જાણો ક્યા આવી છે આવી સુંદરતાથી ભરપુર ફ્લાવર વેલી

૧. વેલી ઓફ ફ્લાવર, ઉત્તરાખંડ

આ જગ્યા અહીના ખુબ જ સુંદર એવા અલ્પાઈન ફૂલો, વૈવિધ્યપૂર્ણ વાઈલ્ડ લાઈફ અને ભૌગોલિક અલૌકિકતાને કારણે ખુબ જ ઓળખીતી છે. આવી સુંદરતાથી ભરપુર જગ્યા હિમાલયના પશ્ચિમી વિભાગમાં આવેલા નંદા દેવી પર્વતમાળામાં આવેલો છે.

૨. કાસ પ્લેટ્યુ, મહારાષ્ટ્ર

મહારષ્ટ્રના સતારા શહેરમાં આવેલા સહયાદ્રી પર્વતમાળાના પશ્ચિમી ઘાટ પાસે કાસ પ્લેટ્યુ અથવા કાસ પાથર આવેલું છે. કાસ પ્લેટ્યુ વિસ્તાર ત્યાંથી ૧૨૦૦ મીટરની ઊંચાઈએ આવેલુ છે જેમાં ૮૫૦ થી પણ વધારે અલગ અલગ ફૂલો આવેલા છે.

૩. યુંમ્થાંગ ફ્લાવર વેલી, સિક્કિમ

હિમાલય પર્વતમાં આવેલી યુંમ્થાંગ ફ્લાવર વેલી ઉત્તરી સિક્કિમ વિસ્તારમાં આવેલી છે જે ૩૫૬૪ મીટરની ઊંચાઈએ છે. આ ફ્લાવર ફેલી શીન્ગ્બા અભયારણ્યમાં આવેલી છે જે સિક્કિમની સૌથી પ્રખ્યાત ફરવા લાયક જગ્યામાંની એક છે.

૪. ઝુકોઉં વેલી, મણીપુર અને નાગાલેન્ડ

કુદરતી સુંદરતા માટે ઓળખાતી આ ફ્લાવર વેલી ઉત્તરી સીમા પાસે આવેલા મણીપુર અને નાગાલેન્ડની બોર્ડર પાસે આવેલી છે. ભારતની સૌથી સુંદર એવી ૧૧ ફ્લાવર વેલીમાં આ જગ્યાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ફક્ત ફૂલોની જ સુંદરતા નહિ, આ જગ્યા ટ્રેકિંગ એડવેન્ચર ડેસ્ટીનેશન, ઊંડી ખીણો, સુંદર પર્વતો અને જંગલો માટે પણ જાણીતું છે.

૫. ઓર્ચિડસ ફ્લાવર, સિક્કિમ

પર્યાવરણીય વારસાથી ભરપુર એવા સિક્કિમમાં ૫૦૦૦થી પણ વધારે જાતિના ફૂલો, ૫૧૫ જેટલા દુર્લભ એવા ઓર્ચિડ અને ૬૦ થી વધારે ક્રિસમસ ફ્લાવર જોવા મળે છે.