ભલે લવમાં આ કપલ્સ હોય ટોપ ઉપર પણ તેમના અભ્યાસમાં છે ઘણા બધા અપ – ડાઉન્સ…

સચિન – અંજલિ અને વિરાટ – અનુષ્કાની જોડીમાં શું છે એક જેવું જાણો છો? બંનેના પતિ છે ૧૨ પાસ… ક્રિકેટર્સની પત્ની વિશે જાણો આ રસપ્રદ માહિતી… ભલે લવમાં આ કપલ્સ હોય ટોપ ઉપર પણ તેમના અભ્યાસમાં છે ઘણી બધા બધા અપ – ડાઉન્સ… આ સેલિબ્રિટી કપલ્સ સામે છે જબરદસ્ત વિરોધાભાસ છે, અનુષ્કા શર્મા છે કોલેજ ટોપર અને વિરાટ તો હાઈ સ્કુલથી બહાર આવીએન સીધા બની ગયા ક્રિકેટર, આવી બીજી જોડીઓ વિશે રસપ્રદ વાતો જાણો…

આપણે આપણાં બાળકોને ભણવા બાબતે ખૂબ જ ટોક ટોક કરતાં હોઈએ છીએ. બાળકોને તેમના અભ્યાસ અને આગળ જતાં મોટાં થઈને કારકિર્દી બનાવવા માટે સતત સાબદા કર્યા કરતાં હોઈએ છીએ. કારણ કે આ જમાનો ખૂબ જ સ્પર્ધાત્મક છે. ટકાવારી ઉપરથી તો અભ્યાસની લાઈન નક્કી થાય છે. આખી દુનિયા ભણતરને જ મહત્વ આપે છે ત્યારે જેમને કોઈ રમત ગમતમાં રસ હોય કે પછી કોઈ કળામાં પાવરધા થવાની ઇચ્છા હોય તો તેમને માટે કોઈ ટકાવારી કે અભ્યાસક્રમની જંજાળ પણ નડતી નથી. એવા જ કેટલાક ઉદાહરણ જોઈએ, જેમાં પતિ તો માંડ ૧૨ પાસ છે કે પછી પત્ની કરતાં ઓછું ભણેલા છે છતાંય તેમના પ્રેમ લગ્ન ખૂબ સફળ છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે તેઓ ખૂબ જ પોપ્યુલર સેલિબ્રિટી છે.

આપણે એવા ત્રણ ટોપ ક્રિકેટ સેલિબ્રિટીની વાત જાણીએ જેમાં બે તો એચ.એસ.સી છે. તો એક તો માંડ ૯મું ધોરણ ભણીને ૧૦મું ધોરણ બોર્ડની પરિક્ષા આપ્યા વિના જ ક્રિકેટના મેદાનમાં ઉતરી ગયા પછી કદી પાછું વળીને જોયું નથી. પરંતુ તેમની પત્ની છે હાઈલી ક્વોલિફાઈડ… જાણો છો એ કોણ કપલ્સ છે?

સચિન – ડો. અંજલિ ટેન્ટુલકર…

સચિન ટેન્ટુલકરને ક્રિકેટ જગતના ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમના જેવા મહાન ક્રિકેટરને માત્ર મહાન બલ્લેબાજ જ નહીં પણ અચ્છા બોલર અને ઓલરાઉન્ડર તરીકેની માન્યતા મળી છે. તેમણે વિશ્વભરમાં પોતાનું નામ જ નથી કમાવ્યું પણ દેશનું પણ નામ રોશન કર્યું છે. સચિન ટેન્ડુલકરનો એક જમાનો હતો તેઓ ક્રિકેટ લિવિંગ લેજન્ડ તરીકે નવી પેઢીમાં પ્રસ્થાપિત છે. ત્યારે તમને એ જાણીને નવાઈ લાગશે કે સચિન કેટલું ભણેલા છે. સચિનને નાનપણમાં કદી પણ ભણવામાં મન જ નહોતું લાગતું. તે સમયે તેઓ ક્લાસરૂમ કરતાં તો વધારે સમયે ક્રિકેટ મેદાનમાં વધારે રહેતા. તેમણે નવમું ધોરણ પૂરું કરીને ૧૦મું ધોરણમાં આગળ અભ્યાસ કરવા પહેલાં જ સિરિયસ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે આ નવયુવાન ક્રિકેટરે સૌનું દિલ જીતી લીધું ત્યારે તેમની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. તેઓ પાછળથી કદી સ્કુલ ગયા જ નથી. તેમના લગ્ન મુંબઈના જાણીતાં ડો. અંજલિ સાથે થયાં છે. તેઓ ગુજરાતી નાગર જ્ઞાતિના પરિવારના પિતા આનંદ મહેતા દીકરી છે. તેમના માતા બ્રિટિશ છે. કરોડોની સંપત્તિ અંજલિના નામે પણ છે. મુંબઈની પ્રખ્યાત જે.જે. હોસ્પીટલમાં તેઓએ સેવા આપી છે. સારા અને અર્જૂન તેમના સંતાનો છે. વર્ષ ૧૯૯૫માં તેમના લગ્ન થયાં હતાં. એઓ આદર્શ સેલિબ્રિટી કપલ્સ તરીકે ઓળખાય છે.

યુવરાજ સિંહ – હેઝલ કિચ

જો અમે તમને કહીએ કે ૧૦ પાસ ભારતીય યુવકને ઇન્ગ્લેન્ડ રીટર્ન રૂપસુંદરી જેવી યુવતી પરણવાની હા પાડી છે, તો તમે માનશો? જી, હા… ક્રિકેટની દુનિયાનો યુવી તેની બેટિંગથી સૌને રોમાંચિત કરી દેતો. પિતાના ક્રિકેટર બનાવવાના સપનાએ તેને ક્લાસરૂમ કરતાં મેદાનમાં વધારે રહેવા માટે પ્રેરણા આપી. યુવરાજ સિંહના નામે અનેક રેકોર્ડ લખાયેલા છે. તેનું કેરિયર એ સમયે દુખદ રીતે અટક્યું જ્યારે તેને ગંભીર બીમારી લાગુ પડી. કેન્સર જેવા જીવલેણ રોગનો સામનો કર્યા બાદ, સારવાર લઈને તે ફરીથી સ્વસ્થ તો થયો પણ હવે તેણે રમતના મેદાનમાંથી ક્ષેત્ર સંન્યાસ લઈ લીધું છે. યુવાન યુવરાજની પાછળ અનેક છોકરીઓ દિવાની હતી. તેના લગ્ન ઇન્ગ્લેન્ડની હેઝલ કીચ સાથે લગ્ન થયા છે.

હરભજન સિંગ – ગીતા બસરા

ભાગ્યે જ કોઈ એવો હશે જે ભારતીય ક્રિકેટને ફોલો કરતો હોય અને હરભજન સિંગની બોર્લિંગનો ફેન ન હોય. તેની સ્પિનિંગ બોલિંગ કરવાની સ્ટાઈલને ખૂબ જ પ્રસંશા મળી છે. આપને જણાવીએ કે હરભજન આજે પંજાબ પોલિસમાં ડી.એસ.પી.ની નોકરીની ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેમણે માત્ર હાયર સેકન્ડરી સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેમની પત્ની ગીતા બસરા એક ખૂબસૂરત અભિનેત્રી હતી. તે અત્યાર સુધીમાં સાત ફિલ્મો કરી ચૂકી છે પરંતુ હાલ, લગ્ન બાદ હવે તે એક્ટિંગ ફિલ્ડથી દૂર છે અને લગ્ન જીવન માણી રહી છે.

વિરાટ કોહલી – અનુષ્કા શર્મા

આ ન્યૂલી મેરિડ કપલના લગ્નની ચર્ચા લાંબા સમય સુધી સોશિયલ મીડિયામાં ચાલી. તેમણે ઇટાલિમાં બહુ જ ઓછા સગા સંબંધીઓ અને મિત્રો સાથે જઈને ડેસ્ટિનેશન મેરેજ કર્યા. આ વખતના વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની ઉપર દરેક દેશવાસીઓને ખૂબ આશા હતી. તેની ક્રિકેટ સ્ટાઈલ અને નિર્ણય ક્ષમતાના સૌ કોઈ ફેન છે. અનુષ્કા આજે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે અનેક ફિટ ફિલ્મો આપી છે. આ બંને લવ કપલ્સ વિશે જણાવીએ તો તેમના અભ્યાસમાં ખૂબ જ વિરોધાભાસ છે. અનુષ્કા મિલિટ્રી સ્કુલમાં ભણેલી છે અને કોલેજમાં પણ તેણે ટોપ કરેલું છે, જ્યારે વિરાટ કોહલીએ દિલ્હીની વિશાલ ભારતી પબ્લિક સ્કુલમાંથી ૧૨મું ધોરણ પાસ કર્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ