ભક્તિમાં લીન થયેલી યુવતીએ ઘરેથી નિકળતા પહેલા કરેલી આ ભવિષ્યવાણી પડી એકદમ સાચી

રણુજાના સંઘ સાથે જાત્રાએ ગયેલી યુવતિનું અકાળે મૃત્યુ – સમાધી લેવા નીકળેલી યુવતિ…

હમણા થોડા દિવસ પહેલાં પોરબંદરની એક યુવતિએ ઓવરબ્રિજ પરથી પડતું મુકીને મોતને વાહલુ કરી લીધું હતું. આજે ફેસબુક પર ભલે તમારા 300-400 મિત્રો હોય પણ હૃદય ખોલવા માટે એક માણસ મળવો મુશ્કેલ થઈ પડ્યો છે. ભીડ જેટલી વધી રહી છે તેટલો જ મનુષ્ય એકલો થવા લાગ્યો છે. પણ કેટલાક લોકો એવા હોય છે જેમને કોઈ જ નિરાશા નથી હોતી કોઈ જ સમસ્યા નથી હોતી અને છતાં ભગવાને આપેલા દેહનો ત્યાગ કરવાનું નક્કી કરે છે. સગુણાનો કિસ્સો પણ કંઈક એવો જ છે.

image source

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાંગોરી ગામની યુવતિ રણુજાના સંઘ સાથે જાત્રાએ નીકળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવતિ રણુજાની ભક્તિમાં લીન થઈને સંઘ સાથે જોડાઈ હતી. પણ આ વખતે તે યુવતિએ પાછા નહીં આવવાનો નીમ લીધો હતો અને ત્યાં જ સમાધી લેવાનું પ્રણ લઈ લીધું હતું. અને વાસ્તવમાં જ તેણી પરિવાર પાસે પાછી ન આવી કારણ કે તેણીએ રણુજાની જગ્યા નજીક આવેલી વાવમાં જળસમાધિ લઈ લીધી હતી.

યુવતિ પોતાના કહેલા બોલ તો પાળતી ગઈ પણ પરિવારજનોને ઉંડા શોકમાં મુકતી ગઈ. વાવમાંથી યુવતિનો મૃતદેહ કાઢીને તેને તેના ગામે લઈ જવામાં આવ્યો અને તેના કાકાના ખેતરમાં તેણીને દફનાવીને ત્યાં જ તેની સમાધી બનાવીને મંદિર બનાવવાની શરૂઆત પરિવાજનોએ કરવા લાગી છે.

image source

તમને જણાવી દઈએ કે ભરુચ-નર્મદા જિલ્લાના આદિવાસિ વિસ્તારના નેત્રંગ તાલુકામાં આવેલું ભાંગોરી ગામ છે. અહીં રહેતા છોટુભાઈ વસાવાને બે દીકરીઓ અને એક દીકરો છે, સગુણાબેન અને સરલાબેન અને સહદેવ. આખો પરિવાર આર્થિક નબળાઈન કારણે ખેતીકામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યું હતું.

ઘરના લોકો રણુજાના રામાપીરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. અને માટે જ તેઓ અવારનવાર રણુજાના રામાપીરના દર્શન કરવા જતાં. પણ છોટુભાઈની દીકરી સગુણા પર ભક્તિનો એક અનેરો જ રંગ લાગ્યો હતો. તે તો રામાપિરના રંગમાં રંગાઈ ગઈ હતી. અને દર વર્ષની જેમ તેણી આ વખતે પણ રામાપિરના દર્શને જતાં સંઘમાં જોડાઈ ગઈ. 50 લોકોથી પણ વધારે લોકો તે સંઘમાં જોડાયેલા હતા અને સગુણા પણ પારાવાર શ્રદ્ધાથી તેમની સાથે જોડાઈ હતી.

અને રણુજા નજીક પહોંચતાં જ મંદીર નજીક આવેલી પરચા વાવડીમાં તેણીએ જોતજોતામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં જ જળસમાધી લઈ લીધી હતી. આ જાણી હાજર લોકો ચકિત થઈ ગયા હતા. અને ત્યાર બાદ પોલીસને તેની જાણ કરવામાં આવી અને પોલીસ કામગીરી પત્યા બાદ તેણીના મૃતદેહને તેના ગામ નેત્રંગના ભાંગોરીમાં મોકલી દેવામાં આવ્યો.

image source

દીકરી સગુણાની અંતિમયાત્રા અબિલ-ગુલાલ અને ઢોલ-નગારા વાજિંત્રો સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી. ગામના સરપંચ નવજીભાઈ વસાવાના ખેતરમાં યુવતિને દફવાનીને ત્યાં જ તેની સમાધી બનાવવામા આવી. હવે ત્યાં જ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. હાલ તેણીની સમાધીના દર્શનાર્થે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તેણીની યાદમાં ભજન-કિર્તન તેમજ કેટલાક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ