ભજીયાનું પંજાબી શાક – એકદમ સ્વાદિષ્ટ આ શાક ખુબ સરળતાથી બની જાય છે, આજે જ નોંધી લો …

હેલો ફ્રેંડ્સ !!

વરસાદ ની સીઝન છે એટલે ભજીયા તો બનાવી ને ખાઈ જ લીધા હશે બરાબર ને? ભજીયા બની ને ખવાઈ ગયા પછી પણ હજુ
ભજીયા બચ્યા છે, તો હવે શું કરશો એ ભજીયા નું?? નથી ખબર ને ?

ચાલો આજે હું તમને ભજીયાનું પંજાબી શાક બનાવવાની રેસીપી જણાવીશ. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ .

સામગ્રી :

 • બચેલા ભજીયા,
 • ૨ ચમચા – તેલ,
 • ૪-૫ નંગ – ટામેટા,
 • ૩-૪ નંગ – ડુંગળી,
 • ૪-૫ કળી લસણ,
 • ૧ નાનો ટુકડો આદુ,
 • ૧ ચમચી – મીઠું,
 • ૧ ચમચી ખાંડ,
 • ૧.૫ ચમચી – ગરમ મસાલો,
 • ૧ ચમચી – હળદર,
 • ૧ ચમચી – લાલ મરચું પાવડર,
 • ૧ – બાદિયા,
 • ૧ – નાનો ટુકડો તજ,
 • ૧ – તમાલપત્ર,
 • ૧/૨ કસૂરી મેથી

રીત :

એક મિક્સચર જાર લઇ તેમાં ટમેટા ની પેસ્ટ બનાવી લો ત્યાર બાદ , ડુંગળી લસણ અને આદુ ની પેસ્ટ બનાવી લો.

એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં બાદિયા , તજ , તમાલપત્ર , હળદર નાખો. ત્યાર બાદ ટામેટા નીપેસ્ટ , ડુંગળી લસણ અને આદુ ની પેસ્ટ, મીઠું , ખાંડ, લાલ મરચું પાવડર ,ગરમ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરી લો.

ત્યાર બાદ કડાઈ પર થાળી ઢાંકી અને ધીમા ગેસ પર ૧૦ મિનિટ સુધી ચડવા દો. ગ્રેવી માં આજુ બાજુ માં થી તેલ છુટ્ટુ પાડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

બસ તૈયાર છે ભજીયા નું પંજાબી શાક . હવે બાઉલ માં ગ્રેવી નિકાળી તેમાં ઉપર થી કસૂરી મેથી ભભરાવો, અને ભજીયા નાખી હલાવી અને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.

છે ને બનાવવા માં એકદમ સરળ અને તમારા બચેલા ભજીયા નો પણ સરસ ઉપયોગ થઇ જશે. તો આજે જ ટ્રાય કરો આ રેસીપી અને કેવી લાગી તે કોમેન્ટ માં જરૂર થી જણાવજો. ફરી થી મળીએ એક નવી જ રેસીપી સાથે.

નોંધ:

અહીં સામગ્રી નું માપ મેં ભજીયા ની કવોન્ટિટી પ્રમાણે આપ્યું છે. તમે તેમાં વધારે ઓછું કરી શકો છો.

ભજીયા ની સાથે તમે પનીર ના ટુકડા પણ નાખી શકો છો.

રસોઈની રાણી : નીરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે ..

ટીપ્પણી