ભજન – કિર્તન કષ્ટોને દૂર કરનાર આદ્યાત્મિક ઔષધિ છે, જાણો તેના ઉપયોગી નિયમો અને ગુણકારી ફાયદા…

ભજન – કિર્તન કષ્ટોને દૂર કરનાર આદ્યાત્મિક ઔષધિ છે, જાણો તેના ઉપયોગી નિયમો અને ગુણકારી ફાયદા…

ભારતીય સનાતન ધાર્મિક પરંપરામાં ઈશ્વરને પામવા માટે કે ઈશ્વરની નજીક રહીને જીવન જીવવાની અનેક રીતો વિશે આપણા પૌરાણિક ગ્રંથો અને અભ્યાસુ પુસ્તકોમાં આલેખાયેલ છે. જેમાં તત્વ – ચિંતન, જ્ઞાન – જિજ્ઞાસા વૃત્તિની ખોજ તેમજ જપ અને તપ કરવાની રીત વિશે ઘણું લખાયું છે. અનેક સંશોધનો થયા છે. મંત્રો અને તેની વિદ્યા વિશે, તેનું અને તેને લીધે થતા લાભ વિશે પણ ઘણી ચર્ચાઓ થતી હોય છે. મંત્ર વિદ્યા એ હસ્તગત કરાતી વિદ્યા છે. તેને માટે ઉત્તમ અભ્યાસ અને ઉચિત વાતાવરણની જરૂર રહેતી હોય છે.


પરંતુ એક સાધન એવું પણ છે જે ઈશ્વર સુધી પહોંચવા, તેમની ભક્તિ કરવા અને ઈશ્વરીય આશીર્વાદને આત્મસાત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને તે છે ભજન – કિર્તન. કહેવાય છે કે કિર્તન સદીઓ અને યુગો જૂની પરંપરા છે, નરસિંહ, મીરાં અને નારાયણના ભજનો સેંકડો વર્ષો પહેલાં ગવાયાં છે. તેમને ઈશ્વર કૃપાનો સાક્ષાત્કાર થયો છે. એક સંશોધનાત્મક તારણ મુજબ કિર્તન એ એક એવી ઔષધિ છે જેનાથી ભક્તોના અનેક કષ્ટો દૂર થાય છે. તેમની માનસિક શાંતિ પ્રાપ્ત કરવાની તેમજ શારીરિક તંદુરસ્તી મેળવવાનો ઉત્તમ માર્ગ છે.

આવો જાણીએ આ ભજન કિર્તનનું એવું તે શું મહત્વ છે કે તેને આદ્યાત્મિક રીતે ઔષધિનું બીરુદ મળ્યું છે.

ઈશ્વરની ભક્તિ અને સાધના કરવાનો સૌથી સરળ, સુગમ અને સુંદર માધ્યમ છે કિર્તન કરવું જેનાથી વ્યક્તિના તન – મન – ધનની દરેક સમસ્યાઓ દૂર થાય છે તેમજ સુખ, સમૃદ્ધિ અને પરમ શાંતિનો અનુભવ થાય છે. કિર્તન કરવાથી સૌભાગ્યમાં અભિવૃદ્ધિ થાય છે.


જ્યાં કિર્તન, ત્યાં પ્રભુનો વાસ

જે સ્થળે પ્રભુ ભક્તિમય સ્ત્રોત્રો, પદ કે ભજનનોનું ગાયન, વાદન સાથે કિર્તન થતું હોય એ જગ્યાએ ખૂબ જ પવિત્ર વાતાવરણ સર્જાય છે. જે સમયે ભજન – કિર્તનના સ્વર અને નાદની ધ્વનીને કારણે આસપાસની જગ્યાએ સકારાત્કમ ઉર્જાઓ ફેલાય છે. કહેવાય છે કે જેટલાં લોકો વધારે એકઠ્ઠા હોય એટલું વધારે સારું. કિર્તન એવું માધ્યમ છે જે એક સાથે અનેક લોકોને સામૂહિક રીતે લાભ પહોંચાડી શકે છે. કિર્તન કરતી વખતે ત્યાં હાજર રહેરનાર સૌ કોઈને ઈશ્વરના આશીર્વાદ વરસતા હોય એવો અનુભવ થયા વિના રહેતો નથી. તેથી જ્યાં કિર્તન નિયમિત રીતે થતાં હોય ત્યાં પ્રભુ ભક્તિ અને પ્રભુનો વાસ જરૂર હોય છે.

કિર્તનને નાદયોગનું અંગ કહે છે


જ્યારે કિર્તન થાય છે ત્યારે અનેક ઊર્જા સભર શબ્દોનું વારંવાર ઉચ્ચારણ થાય છે, ઢોલ, ખંજરી અને તબલાં જેવા વાદ્યો વાગે છે. તાળીઓ પડે છે અને લોકો તેમાં લીન થઈ જાય છે. આ નાદયોગનો એક પ્રકાર છે. શરીરમાંથી મન મુક્ત થઈને હળવાશ અનુભવે છે. બ્રહ્માંડમાં વિહાર કરવા નીકળી પડ્યું હોય એવું પણ અનુભવ થતો હોય છે. એ સમયે ઈશ્વરીય શક્તિમાં એકાકાર થવાની અનુભૂતિ થયા વિના નથી રહેતી. વ્યક્તિને તણાવથી મુક્ત થવા માટે, એકાગ્ર ચિત્તની પ્રાપ્તિ માટે તેમજ લોહીના પરિબ્રહ્મણના લયને નિયંત્રિત રાખવા માટે કિર્તન ખૂબ જ ઉપકારક સાધન નિવડે છે. જેમાં કોઈ આડઅસર નથી માત્રને માત્ર સ્વાનુભૂતિ છે.


કિર્તન સામૂહિક રીતે કરવાની ઉત્તમ પ્રવૃત્તિ છે

કેટલાંક હલકથી ગાઈ શકાય, બીજા લોકો તેને મોજથી ઝીલાવી શકે એવા ભજન અને કિર્તન વાંચીને કે મોઢે કરીને બુલંદ અવાજે ગાવાથી છાતીમાં ભરાતા શ્વાસની તકલીફે દૂર કરવામાં મદદરૂપ થાય છે. સામૂહિક રીતે એક સાથે અનેક લોકોની સકારાત્કમ ઊર્જાનો સંચાર કરી શકાય છે. આ અભ્યાસને વધુ અસરકારક બનાવવા હાર્મોનિયમ, તબલાં અને ઢોલક, ખંજરી વગેરે વાદ્યો પણ રાખી શકો છો. સંકૂચિત માનસિકતાને મુક્ત કરીને કુંઠિત વિચારસણી દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે.


તાળી પાડવાથી સ્વાસ્થ્ય પર પડે છે સારી અસર

ભજન – કિર્તન કરતી વખતે આપણે સાથે ગાઈએ છીએ. સામૂહિક પ્રાર્થનાનું બળ અને ઊર્જા અનુભવીએ છીએ. જે આપણા માનસિક તણાવને મુક્ત કરવામાં સહાયક બને છે. સાથે ભજન – કિર્તન કરતી વખતે આપને બંને હાથેથી તાળીઓ પાડીએ છીએ. એ તાળીઓ જુદા – જુદા ભજનો વખતે જુદો જુદો લય આપે છે. જુદી – જુદી ઝડપથી કોઈવાર ધીમી તો કોઈવાર ખૂબ ઝડપથી વાગતી તાળીઓ એક પ્રકારે એક્યુપ્રેશર તરીકે આપણાં હાથના પંજાને અસર કરે છે. જે હ્રદયથી લઈને શરીરના દરેક અંગોને તેમની સારી કામગીરી કરવામાં અસર કરે છે.

કિર્તનને કોઈ તર્ક નથી, તેને સમજવાનું ન હોય અનુભવવા માટે છે.


કિર્તન એ કોઈ બૌધિક કે માનસિક યોગ નથી. તેને તમે બૌધિક તર્ક સાથે સમજવાનો પ્રયત્ન કરશો તો નિષ્ફળ જશો. કિર્તનમાં ભગવાનની પ્રસંશા કે તમના ગુણોનું ગાન રહેલું હોય. તેમના શ્ર્લોકની સ્તુતિમાં તેમના પરાક્રમોનું વર્ણન હોય. બાળ કૃષ્ણના કિર્તનમાં તેમના બચપણની વાતો કે કાલી ઘેલી ભાષાની વાતો હોય. દેવી દેવતાઓના આભૂષણોની વાતો અને તેમને પ્રસાદમાં ધરવાના પકવાનની વાનગીઓના નામનો ઉલ્લેખ વગેરે હોય છે.

કિર્તન કરવાનો મુખ્ય હેતુ ભાવાત્કમ ભક્તિની લાગણીને ઉજાગર કરવાનો હોય છે. તેની પાછળ એક રીતે જોવા જઈએ તો કોઈ જ સિદ્ધ ઉદ્દેશ્ય હોતો નથી. તેમ છતાં તે એક અદભૂત બાબત છે. જેની પર અનેક વૈજ્ઞાનિક પરિક્ષણો પણ થયા છે. આપણે અનેક વૃદ્ધોને મંદિરોમાં કિર્તન કરવા બેઠેલાં જોઈએ છીએ. પોતાના મનોબળને મજબૂત કરીને તેઓ આ પ્રવૃત્તિમાં મન લગાવીને વૃદ્ધાવસ્થામાં પોતાને સ્વસ્થ રાખવામાં સહાયક રહે છે. અનેક ડોશી મંડળો અને હરિ ભક્તો સંત્સંગની આ શક્તિનો લાભ વર્ષોથી લેતાં હોય છે. તેની પાછળ પણ આ એક કારણ મહત્વનું રહેતું હોય છે કે તે એક ઉત્તમ ઔષધિ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ