જો તમારે બહેન છે, તો તેના આભાર માનો, ભાઈ-બહેનના સંબંધો પર થયું રસપ્રદ રિસર્ચ…

ભાઈ-બહેનના સંબંધની સુંદરતા રજૂ કરવા માટે અનેક ગીતો, શાયરીઓ બન્યા છે. આ એક એવો સંબંધ છે, જ્યાં ઝઘડો પણ થાય, તો પણ તેમાં પ્રેમ છુપાયેલો હોય છે. જ્યાં ગુસ્સે થવાનું હોય છે, તો ઝટપટ મનાવી પણ લેવામાં આવે છે. જ્યાં એકબીજાને ચીઢવવામા અને પરેશાન કરવામાં મજા આવે છે, ત્યાં એકબીજા માટે બધુ કરી છૂટવાની પણ તૈયારી હોય છે. ભાઈ-બહેનના સંબંધને જો તમે સારી રીતે જીવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે, જેને વાંચીને બધી બહેનો તો ખુશ થશે જ, સાથે જ તેમના ભાઈ પણ તેમને થેંક્યૂ કહેશે.

image source

હકીકતમાં Journal of Family Psychologyમાં છપાયેલા એક રિસર્ચમાં એક વાત સામે આવી છે કે, બહેનનું ઘરમા હોવું ભાઈને સારી વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. તો આ હિસાબે દરેક એ ભાઈ લકી છે, જેની પાસે એક પ્રેમળ બહેન છે. પણ હંમેશા ભાઈઓ આ વાત કહેતા અચકાતા હોય છે. પણ હવે તેઓ વાત માનવામાં નકારી નહિ શકે, તેમની જિંદગીમાં બહેનનું હોવું બહુ જ નસીબદાર હોવું કહેવાય છે. કેમ કે, હવે સાયન્સે પણ સ્વીકારી લીધું છે.

image source

આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, જિંદગીમાં બહેનનું હોવું પોઝીટિવીટી લાવે છે. બહેન પોતાના ભાઈને ખુશ રાખવા માટે દરેક જરૂરી પ્રયાસો કરે છે, અને પેરેન્ટ્સના મોત બાદ ક્યારેય પોતાના ભાઈને એકલતા અનુભવવા નથી દેતી.

image source

એક ભાઈની અંદર કોન્ફિડન્સ અને આત્મ સન્માન બનાવી રાખવા માટે દરેક બહેન પૂરતા પ્રયાસો કરે છે. Brigham Young Universityમાં થયેલા એક સ્ટડીમાં જે રિજલ્ટ સામે આવ્યુ છે તે પણ બાબતો તરફ ઈશારો કરે છે. આ રિસર્ચના અનુસાર, બહેનનું તમારા જીવનમાં હોવું તમે દયાળુ, મહેનતી અને સમજદાર બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે, પણ જિંદગીમાં બહેનની હાજરીથી ભાઈ વાતચીત કરવાની રીતને પણ સારી બનાવે છે.

image source

આ રિસર્ચમાં એક વાત સામે આવી કે, જે યુવકો પોતાની બહેનો સાથે મોટા થયા તેમની મહિલાઓ સાથે વાતચીત કરવાની રીત, એ યુવકો કરતા વધુ સારી હતી, જેઓ પોતાના માતાપિતાના એકમાત્ર સંતાન હતા, અથવા તો તેમને માત્ર ભાઈ જ હતા.

image source

જીવનમાં બહેન હોવાથી ભાઈને સ્વતંત્ર, મહત્વાકાંક્ષી બનવામાં મદદ મળે છે. સાથે જ તેઓ જિંદગીમાં સારુ સંતુલન સ્થાપિત કરી શકે છે. હકીકતમાં, બહેનો હોવાથી યુવકોમાં વાતચીત કરવાની સારી રીતનો વિકાસ થાય છે, તેઓ વ્યવસ્થિત રીતે પોતાની વાતને એક્સપ્રેસ કરી શકે છે અને બહુ જ સકારાત્મક રહે છે. જેથી તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થય પણ સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ