જો તમે પણ નિયમિત ભગવદ્ ગીતાનો પાઠ કરતા હોવ તો આ નિયમો જાણવા છે ખૂબ જરૂરી, તો જ ફળશે પૂર્ણ ફળ

જેવી રીતે દરેક ધર્મનો એક ધાર્મિક ગ્રંથ હોય છે એ જ રીતે હિન્દૂ ધર્મમાં ગીતા ધાર્મિક ગ્રંથ છે. હિન્દૂ ધર્મમાં ભગવદગીતાના પાઠનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. જે લોકો રોજ ગીતાના પાઠ કરે છે અને એમાં જણાવેલી વાતોને પોતાના જીવનમાં ઉતારે છે, એ લોકો કોઈપણ મોટામાં મોટી મુશ્કેલીનો ખુબ જ સરળતાથી સામનો કરી શકે છે મહાભારત ગ્રંથમાં 18 અધ્યાયમાં 700 શ્લોક છે, જેને ભગવદગીતાના નામે ઓળખવામાં આવે છે. જ્યારે રણભૂમિમાં અર્જુને પોતાની સામે સગા સંબંધીઓને જોયા તો એ વિચલિત થઈ ગયા અને શસ્ત્ર ઉઠાવવાની ના પાડી દીધી.

image source

ત્યારે સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના જ્ઞાનચક્ષુ ખોલવા નાએ એમને ઉપદેશ આપ્યો. જેને ગીતાનું જ્ઞાન કહેવામાં આવે છે. ગીતાના પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે એનો પાઠ નિયમો સાથે કરવું ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણી લઈએ ગીતા વાંચવાના નિયમો..

image source

આમ તો ભગવદગીતાનો પાઠ ગમે ત્યારે કરી શકાય છે, પણ એનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે એને સાચી રીતે વાંચવું ખૂબ જ જરૂરી હોય છે. જેવી રીતે પૂજા પાઠ અને જાપ માટે સવારનો સમય સર્વોત્તમ રહે છે તેમ ગીતાને પણ સવારના સમયે જ વાંચવી જોઈએ.

ગીતા ખૂબ જ પવિત્ર ગ્રંથ છે. એને ક્યારેય પણ ગંદા હાથે ન અડકો. સવારે ઉઠીને નાહ્યા ધોયા પછી જ ગીતાનો પાઠ કરો.

image source

ગીતાનો પાઠ કરતા પહેલા ચા, કોફી, પાણી કે અન્ય કોઈપણ વસ્તુનું સેવન ન કરો તો સારું.

ગીતાના પાઠની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશ અને શ્રી કૃષ્ણનું ધ્યાન કરો.

ગીતા વાંચતા પહેલા એ વિશેષ અધ્યાયનું ગીતા મહાત્મ્ય જરૂર વાંચો.

image source

ગીતા વાંચતી વખતે સંપૂર્ણ ધ્યાન લગાવીને વાંચો. પાઠ કરતી વખતે વચ્ચે કોઈની પણ સાથે વાત ન કરો. ગીતાનો પાઠ કરવા માટે એક ઉનનું બનેલું આસન લો. એ જ આસન પર બેસીને રોજ ગીતાજીનો પાઠ કરો.

જો તમે ગીતાનો પાઠ કરતા હોય તો જાતે જ એની સાફ સફાઇ અને સાવચેતી પર ધ્યાન આપો.

image source

રોજ એક ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થાન પર બેસીને જ ગીતાનો પાઠ કરો. ઓછામાં ઓછું જે અધ્યાય શરૂ કર્યો છે એને પૂરો કરીને જ ઉઠો.

ગીતાનો દરેક શ્લોક વાંચ્યા પછી સારી રીતે એના સારને પણ સમજો.

image source

ગીતાના પાઠને ફક્ત પુસ્તક સુધી સીમિત ન રાખો એને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ કરો.

ગીતાનો પાઠ કરતા પહેલા અને પછી ગીતને માથે લગાવીને પ્રણામ કરો.

ભગવદગીતાના પાઠ કરી લીધા પછી ગીતાની આરતી કરો.

image source

ગીતાનો પાઠ રોજ જ કરવાનો નિયમ જાળવી રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ