જલ્સા કરોને જેંતીલાલ

ભગવાન રામના જીવનના આ પ્રસંગ તમને કોઈપણ ટીવી સીરીયલ કે ફિલ્મમાં જોવા મળશે નહિ…

રાજા રામની લીલાની કેટલીક અજાણી વાતો જે રામાયણના પાનામાં આજે પણ અકબંધ છે, એ રસપ્રદ કથા પ્રસંગો જાણો અને શેર કરો.


આપણી ભારતીય સંસ્કૃતિમાં મહાભારત અને રામાયણ એ સૌથી મહત્વના અને પવિત્ર ધર્મ ગ્રંથો માનવામાં આવ્યા છે. આપણને જાણે જન્મતાં જ મહાભારત અને રામાયણમાં આવેલી વાર્તાઓ અને તેના બધાં જ પાત્રો વિશે ખબર હોય એવું લાગે. આપણને એવું પણ થાય કે આપણે ક્યાં એ બધાં ધાર્મિકગ્રંથો વાંચ્યા છે તોય કેમ ખબર હશે?

અમે વિચાર્યું કે તમારા શ્રી રામ પ્રત્યેના પ્રેમને વધુ ઘનિષ્ઠ બનાવવા માટે, અમે આપના માટે કેટલીક માહિતી ભેગી કરી છે. આ અંગત વાતો વાંચીને, તમને નવાઈ લાગશે કે એક આજ સુધી આ બાબતોથી તમે અજાણ છો. રામાયણનો ઊંડાણથી અભ્યાસ કરનારા રામ ભક્તોને આ માહિતી જરૂર ગમશે એવી ખાત્રી છે.

તો ચાલો, આપણે કોઈ વિલંબ કર્યા વિના તમારી પાસે આવીએ અને અયોધ્યાની પવિત્ર ભૂમિ પર લઈ જઈએ જ્યાંથી આપણે ‘શ્રી રામ’ વિશે કેટલીક અનૌપચારિક અને અણગમો વાત કરવાનો પ્રયાસ કરીશું.

એ અજાણી રસપ્રદ વાતો જે રાજા રામ, માતા સીતા વિશે જાણીએ જે રામાયણ ગ્રંથના પાનાઓમાં આજે પણ સચવાયેલી છે.

સીતા, રામ અને લક્ષ્મણ વનવાસ ગયા ત્યારે એક નદીના કિનારે રામ અને સીતા વચ્ચે તરવાની સ્પર્ધા થઈ હતી. એ સમયે અનુજ લક્ષ્મણે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં રામ ભગવાન ખૂબ જ ઝડપથી તર્યા, પછી તેમને થયું કે માતા સીતા બહુ પાછળ રહી ગયાં તો તેમણે પોતાની ઝડપ ઘટાડી મૂકી અને તેમને જીતવાનો અવસર આપ્યો.

આપણે જાણીએ છીએ કે માતા કૈકેયીની જીદને લીધે રામ ભગવાનનો રાજ્યાભિષેક ન થયો અને એમને ૧૪ વર્ષનો વનવાસ ભોગવવાનો વારો આવ્યો. તેથી આપણે રામાયણના એ પાત્રને બહુ પસંદ કરતાં નથી. પરંતુ એવું છે હકીકતે, તેઓ ખૂબ ભલાં અને ભોળાં હતાં. તેઓ દાસી મંથરાની વાત માનીને રાજા દશરથથી રીસાઈ બેઠાં અને આખી રામાયણ રચાઈ ગઈ.

કહેવાય છે કે રાજા દશરથને ત્રણ મુખ્ય રાણીઓ હતી, કૈહેયી, કૌશલ્યા અને સુમિત્રા. પરંતુ રામાયણમાં નોંધાયેલું છે કે તેમને સેંકડો અન્ય રાણીઓ હતી. જે રામાયણ અનુસાર ૩૫૦થી પણ વધુનો આંકડો લખાયેલો છે.

જ્યારે રામ અને યમ વાત કરતા હતા ત્યારે લક્ષ્મણજી દ્વારપાળ થઈને તેમની ગોષ્ઠી કોઈ ન સાંભળે એટલે બહાર ઊભા હતા. એ સમયે ત્યાં ૠષિ દૂર્વાસા આવ્યા. એમણે લક્ષ્મણને કહ્યું કે મને હમણાં જ રાજા રામ સાથે મળવા નહીં દો તો હું આખી અયોધ્યા ભસ્મ કરી દઈશ. આ સાંભળીને લક્ષ્મણજીએ એમને દ્વાર ખોલી દઈને અંદર જવાની અનુમતી આપી દીધી. જો કે એમને નિર્દેશ હતો કે કોઈને અંદર ન આવવા દેવા. આદેશનો ઉલ્લંઘન કરવાને લીધે તેમને મૃત્યુદંડ આપવાની રજૂઆત થઈ. ત્યારે ઋષિ વશિષ્ઠે તેમને વૈંકુઠ જવાની વાત કરી અને પછી લક્ષ્મણજી ત્યાં જ સિધાવી ગયા ફરી ક્યારેય પાછા ન આવ્યા.

શ્રીલંકામાં રામજીને લઈને એક સમજણ એવી છે કે રામાયણ અનુસાર રાજા રામે જંગલમાં તેમની પત્નીને એકલાં મૂકીને નહોતું જવું જોઈતું. તેમના હિસાબે રામ ભગવાન દોષિત છે. તેઓ રામાયણની આ રીતની વ્યાખ્યા કરે છે.

રાવણની બહેન સુપર્ણખાને રામથી પ્રેમ થઈ ગયો હતો. રામને તેમણે પોતાના પ્રેમને વ્યક્ત પણ કર્યો ત્યારે રામ ભગવાને તેમનો અસ્વીકાર કર્યો. રાજા રામે કાયમ એક પત્ની ધર્મની વાત કરી છે.

માતા સીતાના હરણ પછી જ્યારે રામજી એકલા નદીને કિનારે બેઠા હતા ત્યારે હનુમાનજી પણ તેમની પાસે ઉદાસ થઈને બેઠા. એ સમયે તેમને સીતાજીનું પાસે હોવાનું મહત્વ સમજાયું અને તેઓ બંને તેમને શોધવા વ્યાકૂળ થયા.

રાણવની સામે જ જ્યારે રામ ભગવાનને યુદ્ધ કરવું હતું ત્યારે વિજયની કામના માટે તેમને શિવની આરાધના કરવી હતી. એ સમયે તેમણે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરી. પરંતુ ત્યાં પૂજા કરાવવા કોઈ બ્રાહ્મણ હાજર નહોતા તેથી રામે રાવણને જ બ્રાહ્મણ તરીકે આવવાનું આમંત્રણ આપ્યું હતું. રાવણ એ ઉચ્ચ કૂળના બ્રાહ્મણ હતા.

અહીં રસપ્રદ વાત એ છે કે રાવણે આમંત્રણ સ્વીકારીને પૂજા પણ કરાવી હતી અને એ સમયે તેમને ખબર નહોતી કે એ પૂજા એમના જ વિરુદ્ધમાં વિજય મેળવવા માટે કરાવાઈ રહી છે. રાવણ પ્રખર શિવ ભક્ત હતા અને તેમણે ખૂબ જ સરસ પૂજા સંપન્ન કરાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે પૂજા પૂરી થયા બાદ રાવણે રામને વિજયી ભવઃ એવા આશીર્વાદ પણ આપ્યા હતા.

વધુ નવાઈ પમાડે તેવી વાત એ પણ છે કે પૂજા કરાવતી વખતે રાવણે કહ્યું કે પૂજા કરવા બેસવા માટે જો પરણિત હોવ તો એકલા ન બેસવું જોઈએ. સાથે પત્નીને પણ પૂજામાં બેસાડીને સહભાગી બનાવવી જોઈએ. એ સમયે નક્કી થયું કે સીતા માતાને પૂજામાં બેસવા ત્યાં હાજર કરાયાં હતાં અને પૂજા પૂરી થયા બાદ લંકા પાછા લઈ જવાના રહેશે તેવું નક્કી થયું હતું.

રાવણ એ પ્રખર શિવ ભક્ત હતા. એક વખત એમણે શિવની પૂજા કરવા તેમનું માથું દસ વખત કાપીને અર્પણ કર્યું હતું. આમ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભોળાનાથે દસેય માથાં પાછાં આપી દીધાં હતાં. અને આમ રાવણ દસ માથાથી જાણીતા થયા.

રાવણ એક સારા કલાકાર અને સંગીતના પણ અચ્છા જાણકાર હતા. તેઓ વિણા ખૂબ જ સારી વગાડી જાણતા. તેમને વેદો પૂરાણોનું પણ સારું જ્ઞાન હતું તેવું માનવામાં આવે છે.

રાવણના નામથી પણ એક ગીતાજી છે. જેને રાવણ ગીતા કહે છે. જેમાં લક્ષ્મણજી દ્વારા રાવણને જ્ઞાન અપાયું હતું. જોવા જઈએ તો પાંચ જુદી જુદી ગીતાજી છે. જેમાં શ્રીમદ ભાગવત ગીતા, અષ્ઠવક્ર ગીતા, ઉદ્ધવ ગીતા, અને ગુરુ ગીતા સામેલ છે.

એકવખત હનુમાનજીએ માતા સીતાને માથામાં ચપટી સિંદૂર લગાવતાં જોયા. એ સમયે તેમણે માતાને આવું કરવા પાછળનો હેતુ પૂછ્યો ત્યારે માતા સીતાએ કહ્યું કે શ્રી રામના લાંબા આયુષ્યની કામના કરવા આવું કરે છે. આ જાણીને હનુમાનજીએ આખા શરીરે સિંદૂર લગાવી મૂક્યું.

સીતા માતાએ એમની પવિત્રતા અને સ્વામિભક્તિની પરિક્ષા હેતુ અગ્ની પરિક્ષા આપી હતી. ત્યાર બાદ એમણે ધરતી માતાની પૂજા કરીને આહ્વાન આપ્યું કે એમને પૃથ્વીના પેટાળમાં સમાવી લ્યો. એ સમયે ધરતીના બે છેડા ખૂલી ગયા અને સીતાજી તેમાં સમાઈ ગયાં હતાં. વધુમાં કહેવાય છે કે જ્યારે પહેલી જ વાર રાવણ મા સીતાનું હરણ કરી ગયા હતા ત્યારે જ સીતા માતાએ પોતાની જાતને અગ્નીમાં સમર્પિત કરી દીધી હતી. અને તેમનું છાયા સ્વરૂપ જ રાવણ સાથે લંકા ગયું હતું. રામના વિજય બાદ જ્યારે એમની અગ્ની પરિક્ષાનો સમય આવ્યો ત્યારે એમની છાયાએ પણ પોતાની જાતને પવિત્ર અગ્નીમાં હોમી દીધી હતી.

વાલ્મીકી રામાયણ અનુસાર હનુમાન એક સંપૂર્ણ માનવદેહ જ હતા જેઓ વાનર પૂર્વજો સાથે સંબંધ ધરાવતા હતા. જ્યારે સેતુબંધ બનાવતી વખતે રાજા રામ સાથે વાનર સેનાએ પથ્થરોથી સમુદ્ર પર પુલ બાંધ્યો ત્યારે વચ્ચે ખિસકોલીએ જીણી કાંકરીઓ મૂકીને પોતાની શૂક્ષ્મ સેવાનો પરચો બતાવ્યો હતો અને વહાલરૂપ આશીર્વાદમાં રામ ભગવાને તેમના શરીર પર આંગળી ફેરવી અને તેને ચટાપટા આવી ગયા! આ પ્રસંગ પણ વાલ્મીકીની રામાયણમાં ઉલ્લેખાયેલો નથી.

Exit mobile version