આજે પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિને જાણો તેમના જીવનની એક એવી ક્ષણ વિષે જ્યારે લુહારે કાપી ભગવાન પરશુરામની ફરસી

જ્યારે લુહારે કાપી ભગવાન પરશુરામની ફરસી, જાણો પછી શું થયું ભગવાન પરશુરામ મહાન તપસ્વી અને યોધ્ધા છે. તે સપ્ત ચિરંજીવીઑમાંથી એક છે. એમનો ઉલ્લેખ રામાયણમાં પણ છે અને મહાભારતમાં પણ. તે શાસ્ત્રની સાથે જ શાસ્ત્રનાં પણ વિશેષજ્ઞ છે. પરશુરામ ધનુર્વિદ્યાનાં જ્ઞાતા છે પરંતુ ફરસી તેમનું પ્રિય શસ્ત્ર છે. ઝારખંડમાં રાંચીજી લગભગ ૧૫૦ કિલોમિટર દૂર ગાઢ જંગલોમાં સ્થિત ટાંગીનાથ ધામ વિશે કહેવામાં આવે છે કે અહીં ભગવાન પરશુરામની ફરસી દાટેલી છે. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત છે. અહીં સ્થાનિય ભાષામાં ફરસીને ટાંગી કહેવામાં આવે છે,એટ્લે આ જગ્યાનું નામ ટાંગીનાથ ધામ થઈ ગયું.

પરશુરામની ફરસી અને પદ ચિન્હ આ જગ્યા એ ભગવાન પરશુરામની ફરસી જમીનમાં દટાયેલી છે. પરશુરામ મહાન તપસ્વી છે. તેમને તપથી અદભૂત સિધ્ધિ અને શક્તિઑ પ્રાપ્‍ત કરી છે. આ સ્થાન સાથે એક અદભૂત કથા પણ જોડાયેલી છે.
જ્યારે સીતાજીનાં સ્વયંવરમાં ભગવાન શ્રીરામે શિવનું ધનુષ તોડી નાખ્યું હતુ ત્યારે પરશુરામ અત્યંત ક્રોધિત થયા અને સ્વયંવર સ્થળ પર આવી પહોંચ્યા. એ દરમિયાન ભગવાન રામ શાંત રહ્યા પરંતુ લક્ષમણ સાથે પરશુરામનો વિવાદ થવા લાગ્યો. જીભાજોડી વચ્ચે જ્યારે પરશુરામને આ જાણ થાય છે કે શ્રીરામ સ્વયં વિષ્ણુનો અવતાર છે તો તેમને આ વાતનું ખૂબ દુ:ખ થાય છે કે તેમના માટે કટુવચન ઉપયોગ કર્યા. સ્વયંવર સ્થળથી પરશુરામ જંગલોમાં ચાલ્યા જાય છે. ત્યાં તેઅો પોતાની ફરસી જમીનમાં દાટી દે છે અને ભગવાન શિવની સ્થાપના કરે છે. અહીં તે તપસ્યા કરવા લાગે છે. એ જ જગ્યા પર આજ ટાંગીનાથ ધામ સ્થિત છે. લોકોનો વિશ્વાસ છે કે પરશુરામજીની એ જ ફરસી આજ પણ અહીં દટાયેલી છે.

નથી લાગતો ફરસીને કાટ આ ફરસી અહીં હજારો વર્ષોથી વગર કોઈ સારસંભાળે દટાયેલી છે પરંતુ આજ સુધી તેના પર કાટ નથી લાગ્યો. લોકોનું કહેવું છે કે ફરસી ભૂમિમાં કેટલી દટાયેલી છે, તે કોઈ નથી જાણતું. તેના વિશે એક કહાની પણ પ્રચલિત છે.

કહેવામાં આવે છે કે એકવાર આ વિસ્તારમાં એક લુહાર આવીને રહેવા લાગ્યો હતૌ. કામ દરમિયાન તેને લોખંડની જરૂર પડી તો તેને પરશુરામની આ ફરસીને કાપવા પ્રયાસ કર્યો. ઘણા પ્રયાસ બાદ પણ તે ફરસી કાપી ન શક્યો, પરંતુ તેનું પરિણામ ખૂબ ખરાબ આવ્યું. તે પરિવારનાં સદસ્યોનાં મૃત્યુ નિપજવા લાગ્યા. ત્યારબાદ તેઑ એ તે વિસ્તાર છોડી દીધો. આજપણ ટાંગીનાથ ધામની આસપાસ કોઈ લુહાર જ્ઞાતીનાં લોકો નથી રહેતા. એ ઘટાનાનો ભય તેમના મનમાં આજ પણ તાજો છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ