ભાદરવામાં દહીં સહિત કેટલીક ચીજવસ્તુઓ કેમ ન ખાવી જોઈએ જાણો છો? જાણો શું છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ…

“ભાદરવામાં દહીં કદી નહીં” આ કહેવત સ્વાસ્થના આધારે પડી છે. જાણો ભાદરવા માસ સાથે જોડાયેલ કેટલીક માન્યતાઓ પાછળનું ખાસ કારણ, ભાદરવામાં દહીં સહિત કેટલીક ચીજવસ્તુઓ કેમ ન ખાવી જોઈએ જાણો છો? જાણો શું છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ…

શું તમે જાણો છો? ભાદરવા માસમાં કેટલીક ચીજવસ્તુઓ ખાવી બીલકુલ વર્જ્ય છે. શાસ્ત્રોને આધારે ઘડાયેલા આ રિવાજની સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે જેને લીધે એવા નિયમો બન્યા છે. ભાદ્રપદ મહિનો શ્રાવણ માસ પૂરો થતાંની સાથે જ શરૂ થશે. હિન્દુ પંચાંગ અનુસાર આ છઠ્ઠો મહિનો છે. જેમ શ્રાવણને ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે, તેવી જ રીતે ભાદવાને ભગવાન કૃષ્ણનો મહિનો વર્ણવવામાં આવે છે. શું તમે જાણો છો કે ભાદરવા મહિનામાં કેટલીક ચીજોનો ખોરાક તરીકે આરોગવાનું યોગ્ય માનવામાં આવતું નથી. આ મહિના દરમિયાન અમુક વસ્તુઓ ન ખાવાની રીતને ધાર્મિક રિવાજની રીતે વણી લેવાઈ છે, જ્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ બાબત ખરેખર તો આરોગ્ય સંબંધિત વૈજ્ઞાનિક કારણને લીધે આ નિયમને આપણાં જીવનમાં અપનાવવામાં આવે છે.

દહીં ન ખાવા પાછળનું કારણ જાણો…

ભાદવા માસમાં દહીં અથવા દહીંથી બનેલી ચીજો ખાવાનો ઇનકાર કરેલો છે. આની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ આપવામાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે દહીંમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે અને આ સીઝનમાં દહીં અથવા તેનાથી બનેલી વસ્તુઓ જેવી કે છાશ અથવા લસ્સી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ભાદરવામાં ભેજયુક્ત વાતાવરણ હોવાથી અને તડકો નહિવત નીકળતો હોવાથી વાઈરલ તાવ, શરદી જેવી તકલીફો અને ઝાડા – ઉલ્ટી જેવી બીમારીઓ થવાની શક્યતા રહે છે. તેથી આથો આવે તેવી વસ્તુઓ અને દહીં તેમજ દહીંથી બનેલી વાનગીઓ ખાવી ન જોઈએ એવું કહેવાયું છે.

તલનો ઉપયોગ વધારે કરવો…

ભાદરવો મહિનો ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાય છે, એમાં ભગવાનને તલ પણ ચડાવાય છે. અનેક ભોજનની વાનગીમાં કાળા કે સફેદ તલ નાખવા જોઈએ. તલની ચીક્કી કે લાડવા બનાવીને પણ પ્રસાદ તરીકે લઈ શકાય છે. તલને કાચા પણ ખાઈ શકાય છે. ભેજવાળા વાતાવરણમાં તલ શરીરને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે તેમજ શરીરમાં તૈલીય પ્રમાણ પણ જળવાઈ રહેવા માટે તલ ઉપયોગી છે. હાડકાંની મજ્જામાં કુદરતી રીતે તેલનું પ્રમાણ જળવાઈ રહે તો ગોઠણનો કે સાંધાનો દુખાવો નથી રહેતો.

ભાદરવામાં છે, રવિવારનું મહત્વ…

જેમ પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું અધિક મહત્વ હોય છે, કારણ કે તેને મહાદેવનો વાર માનવામાં આવે છે એજ રીતે રવિવારનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ભગવાન કૃષ્ણનો જન્મ અને તેમની લીલાઓની વાતો આ માસદરમિયાન થતી હોય છે. એમાં એક એવી માન્યતા છે કે આ મહિનામાં ભગવાન આરામ કરે છે, ઊંઘે છે અને પછી જાગ્રત થાય છે. તેથી આ માસ દરમિયાન, વાળ ન કપાવવા, ખરીદી ન કરવી, નમક ન ખાવું કે ચંપ્પલ ન પહેરવા જોઈએ એવી માન્યતાઓ રહેલી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ