આ રીતે મેળવો શરીરમાં થઇ જતા એસિડથી છૂટકારો, થશે અનેક રાહત

એસિડિટીથી થઈ શકે છે તમને પચ્ચાસ બિમારીઓનું જોખમ ! આ રીતે શરીરમાં એસિડનો ભરાવો થતો અટકાવો

image source

તમને જો વારંવાર એસિડીટી થતી હોય તો તેના કારણે તમને બીજી 40થી 50 બિમારીઓ થઈ શકે છે.

શરીરમાં વાત-પિત્ત અને કફનું સંતુલન જળવાયેલું રહેવું જોઈએ અને તે જ તમને સ્વસ્થ બનાવી રાખે છે જો આ ત્રણે તત્ત્વોનું સંતુલન બગડી જાય તો તમને ઘણા પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કેવી રીતે એસિડિટીથી છૂટકાર મેળવવો

image source

આયુર્વેદમાં દર્શાવવામાં આવેલી કુંજલ ક્રિયાથી તમે તમારા શરીરના એસિડને દૂર કરી શકો છો. તેના માટે તમારે સૌ પ્રથમ શુદ્ધ પાણી લેવું તેને ગરમ કરી લેવું.

હવે તમારે કાગાસનમાં બેસવું. અને તે જ સ્થિતિમાં તમારે ગરમ કરેલું હુંફાળુ પાણી પીવું. પાણીથી તમારે પેટ ભરી લેવું.

ત્યાર બાદ તમારે ઉભા થવું અને પેટથી વળીને 90 ડીગ્રીનો ખુણો બનાવી આગળ તરફ નમવું ત્યાર બાદ હાથને પેટ પર મુકવા અને જમણા હાથની બે-ત્રણ આંગળિયોને જીભના પાછળના ભાગ તરફ જવા દેવી.

image source

આ રીતે ઘણીવાર તમે ઉલટી પણ કરતા હોવ છો તો આ રીતે તમારે ઉલટી કરવી.

આમ કરી તમારે તમે પીધેલું બધું જ પાણી બહાર કાઢી લેવું. જ્યાં સુધી બધું પાણી ન નીકળી જાય ત્યાં સુધી આ રીતે મોઢામાં આંગળી નાખીને ઉલટી કરી બધું જ પાણી બહાર કાઢી લેવું.

આમ કરવાથી તમારા પેટમાં જે પચ્યા વગરનો ખોરાક છે તે પણ બહાર આવી જશે. અને આ પચ્યા વગરનો ખોરાક જ તમારા શરીરમાં વધારાનો એસિડ ઉત્પન્ન કરે છે.

જ્યારે તમારા પેટમાંથી કડવું કે ખાટું પાણી નીકળે ત્યારે તમારે સમજવું કે તે તમારા પચ્યા વગરના ખોરાકનું પાણી છે.

હવે જ્યારે તમે આ પ્રક્રિયા પુરી કરી લો અને બધુ જ પાણી તમારા પેટમાંથી સાફ થઈ જાય ત્યારે તમારે એક ગ્લાસ ગરમ પાણી પી લેવું અને ફરીવાર આંગળી નાખીને ઉલટી કરી લેવી.

image source

શું છે આ કુંજલ ક્રિયાના ફાયદાઓ

– આ પ્રક્રિયા કરવાથી શરીરને ખુબ જ સારુ લાગે છે. સામાન્ય રીતે આપણને જ્યારે એસીડીટી માથા પર ચડી ગઈ હોય અને ઉબકા આવતા હોય પણ ઉલટી ન થતી હોય અને ત્યાર બાદ જ્યારે ઉલટી થાય ત્યારે આપણા શરીરને કેટલી રાહત મળે છે તે જ રાહત આ પ્રક્રિયા કરવાથી મળે છે. અને તેના કારણો તમારું શરીર પણ સ્ફુર્તિલું બને છે.

– નિયમિત કુંજલ ક્રિયા કરવાથી તમારું લીવર, હૃદય અને પેટના આંતરડા સ્વચ્છ થાય છે અને તે સારી રીતે કામ કરતાં થાય છે.

image source

– આ ક્રિયાથી અપચો, ગેસ કબજિયાત જે પેટના કારણે ઉત્પન્ન થતાં રોગો દૂર થાય છે અને તમારી પાચન ક્ષમતા વધે છે.

– આ ક્રિયાને નિયમિત કરવાથી જીભ, દાંત અને મોઢાના રોગ પણ દૂર કરી શકાય છે, તેમજ છાતીના રોગો, ગળાના રોગો, કપોલ દોષ વિગેરે દૂર કરી શકાય છે.

image source

– આ પ્રક્રિયા કરવાથી તમારા શરીરમાં વધારાનું પિત્ત જમા નથી થતું અને વાત, પિત્ત અને કફથી થનારી બિમારીઓ પણ દૂર થાય છે.

– આ સિવાય તમે શરદી, ઉધરસ, નાકમાંથી પાણી વહેવું, દમની સમસ્યા વિગેરે રોગને પણ દૂર કરી શકો છો.

એસિડિટીને થતી રોકવા માટે ખાવામાં રાખો આટલી વાતોનું ધ્યાન

image source

– જો તમને હંમેશા પિત્તની સમસ્યા રહેતી હોય તો તમારે આયોડીન યુક્ત મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેની સાથે સાથે તમારે તળેલો ખોરાક, બહારનું ફાસ્ટ ફૂડ કે પછી ગરમ તેમજ શરીરને બળતરા પહોંચાડતો આહાર ન લેવો જોઈએ.

image source

– ગાયનું ઘી – ઘી એ એક ભારતીય ખોરાકનું મહત્ત્વનું તત્ત્વ છે. તમે દિવસ દરમિયાન કોઈ પણ રીતે થોડું ઘણું ઘી તો તમારા શરીરમાં નાખતા જ હશો તે પછી રોટલી પર ચોપડતા હોવ કે પછી કોઈ મિષ્ટાનમાં. પણ જો તમે ઘીમાં ખાસ કરીને ગાયના ઘીનો ઉપયોગ કરશો તો તે તમારી પિત્તની સમસ્યામાં ઘણો બધો ફાયદો પહોંચાડશે.

image source

– સંચળ – કાળુ મીઠું – છાશમાં જો સાદા મીઠાની જગ્યાએ આ મીઠુ નાખવામાં આવે તો છાશ વધારે લાભ કરે છે.

image source

– આંબળાનું શરબત – આંબળાનું શરબL પિત્તમાં ખુબ જ રાહત આપે છે. તેના માટે તમારે આંબળાને રાત્રે જ પલાળી લેવા. અને સવારે તે જ પલળેના આમળાને મસળી લેવા તેમાં વાટેલું જીરુ અને સાકર ભેળવી તેનું શરબત બનાવી પી લેવું.

image source

– એસિડિટી માટે છાશ ઉત્તમ ખોરાક છે જે તમે દહીં ખાતા હોવ તો દહીં નહીં પણ તમારે તેમાં પાણી ઉમેરીને તેની છાશ તૈયાર કરીને પીવી જોઈએ અથવા તો તમે લસ્સી પણ પી શકો છો. જોકે તે પિતિ વખતે તમારે તેમાં અજમા કે જીરુનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી તમને એસિડિટિમાં રાહત થાય છે.

image source

– કાળુ જીરુ – કાળુ જીરુ પણ તમારા શરીરના પિત્તને સંતુલીત કરવામાં ઘણી બધી મદદ કરે છે. જો પિત્તની સમસ્યા તમને અવારનવાર સતાવતી હોય તો તમારે તમારા રોજિંદા ખોરાકમાં કાળા જીરાનો સમાવેશ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ