જો ગાડીનુ AC વાપરશો આ રીતે, તો માઇલેજ પર ક્યારે નહિં પડે તેની અસર

ધ્યાન રહે, ગાડીના એ.સી.ની વધારે પડતી ઠંડક બગાડી ન નાખે તેના માઈલેજની એવરેજ, જાણો તેનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો… ગાડીનું એ.સી. કઈ રીતે સાચવીને વાપરવું એ જાણીએ, જેથી ગાડીની માઈલેજ ઉપર પણ ખરાબ અસર ન પડે…

સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે પણ ગરમી અને ભેજ હજી પણ ઉનાળા જેવી જ પડે છે. એસી વિના કારમાં એક કિલોમીટર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે કારણ કે ઉનાળામાં થતો હોય તેવો શરીર પરસેવો થોડીવારમાં થઈ જાય છે.

કેટલાક લોકો જરૂર પડે ત્યારે જ કારમાં એસીનો ઉપયોગ કરે છે. પરંતુ હંમેશાં એવું જોવા મળે છે કે લોકો કારમાં આખો સમય એ.સી. ચાલુ હોય અને એટલું જ નહીં, પાર્ક કરેલા વાહનમાં પણ તેઓ એસી ચાલુ રાખી બેઠા હોય છે.

image source

પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે કારમાં બેદરકારી દાખવીને એસી ચલાવવાથી તમારા ખિસ્સા પર તેની કેટલી અસર પડે છે? એસીનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ કેટલાક જાણીતા ઓટો નિષ્ણાત વ્યક્તિઓના આધારે મેલવેલ તારણો જાણો…

ઓટો નિષ્ણાત અભિપ્રાય જાણીએ…

કારમાં એસી ચલાવવાથી કાર ઉપર કોઈ ખરાબ પ્રભાવ પડી શકે ખરો અને તેની માઇલેજને કેટલી અસર થશે?

image source

ઓટો એક્સ્પર્ટસ સમજાવીને જણાવે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે એસી ચાલુ કરવાથી કારના માઇલેજ પર બહુ અસર થતી નથી. પરંતુ જો તમારી કાર એસી ચલાવ્યા વિના એક લિટરમાં ૧૫ કિ.મી.નું માઇલેજ આપે છે, તો તે તમને એસી ચલાવતા સમયે ૧૩.૫ કે.પી.પી.એલ થી ૧૪ કે.પી.પી.એલ સુધીની માઇલેજ આપશે.

આ સિવાય એસી ચલાવવાથી કાર ઉપર કોઈ ખાસ પ્રભાવ પડીને અસર કરતી નથી. પરંતુ જાળવણી થોડી વધારે રાખવી પડે છે, અને જ્યારે તમે તેની સર્વિસ માટે જાઓ છો, ત્યારે તેનો મેન્ટેન્સ ખર્ચ બંને અલગ પડે છે.

image source

ઘણી વખત એ.સી.નો ગેસ લીક થઈ જાય છે અથવા ઓછું થઈ જાય છે, ટોપ-અપ થવા માટે તેની કિંમત ઓછામાં ઓછી ૧૦૦૦ રૂપિયા (નાની કારમાં) હોય છે. આવી સ્થિતિમાં, કારની નિયમિત સર્વિસ કરાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કારના એસિનો ઉપયોગ કેવી રીતે કરવો

image source

જો તમારી પાસે તમારી કારના ટોપ એસી અથવા ક્લાઈમેટ કંટ્રોલર છે, તો તમે સૌથી પહેલાની લો મોડ પર રાખવા માટે ફેરવો, આને કારણે થોડો સમય પછી જ્યારે કારની ઠંડક એકદમ પ્રસરીને નિયંત્રીત થઈ જશે, પછી તમારી જરૂરિયાત મુજબ એસીના નિયમંનનો વધારી શકો છો.

જો તમને એસીના ઉપયોગના નિયંત્રણ કરવામાં કોઈ સમસ્યા અનુભવાય અને તેને ઉકેલી શકતા નથી, તો પહેલાં તેના કોમ્પ્રેસરને અને કન્ડેન્સરને પણ સાફ કરાવીને સર્વિસ કરાવી દ્યો.

આ રીતે કારનું એસી કાર્ય કરે છે

image source

ખરું કહીએ તો શહેરોમાં એ.સી વિના કારમાં મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ છે કારણ કે શહેરોમાં એટલો ટ્રાફિક હોય છે કે રસ્તાઓ પર ગરમી પણ પડતી હોય છે.

આવી સ્થિતિમાં, એસીની ઠંડક મળતી થાય છે અને શરીરને આરામ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ એસી કેવી રીતે કાર્ય કરે છે? મિત્રો, જ્યારે પણ આપણે કારનું એસી ચાલુ કરીએ છીએ, ત્યારે તે એલ્ટરનેટરેટરની ઊર્જાનો ઉપયોગ કરે છે.

image source

આ ઊર્જા એન્જિનમાંથી જ આવે છે. એન્જિન ફ્યૂલ ટેંકમાંથી બળતણનો ઉપયોગ કરે છે. વિશેષ બાબત એ છે કે કાર શરૂ થાય ત્યાં સુધી એસી ચાલુ થઈ શકતું નથી, કારણ કે એસી કોમ્પ્રેસર સાથે જોડાયેલ પટ્ટો ફક્ત ત્યારે જ ફરે છે જ્યારે એન્જિન ચાલે છે.

તો તે જ બેલ્ટ પણ છે જે કારના ઓલ્ટરનેટરને ચાલુ રાખે છે અને બેટરી ચાર્જ કરે છે. એસી કોમ્પ્રેસર એરકંડિશનરને કોમ્પ્રેસ કરે છે અને તે વાતાવરણને ઠંડું કરે છે. અને આ રીતે કારનું એસી કાર્ય કરે છે.

હાઇવે પર એસીનો ઉપયોગ કેવી રીતે કરવો

image source

જો તમે હાઇવે પર લાંબા સમય માટે ડ્રાઇવિંગ કરી રહ્યા છો, તો કારની બધી વિંડો બંધ રાખો. કારણ કે હાઈવે ઉપર જતી વખતે કારની ગતિ વધારે હોય છે, હવાના દબાણને કારણે ખુલ્લી બારીઓ કારની ગતિ ઘટાડે છે, જે એન્જિનની કાર્યક્ષમતામાં ઘટાડો કરશે.

વિંડો બંધ કરીને એસી ચાલુ કરો, તે ઘણીવાર જોવા મળે છે કે લોકો થોડી વિંડો ખુલ્લી રાખીને એસી નીચે ચલાવે છે, જે યોગ્ય નથી.

image source

એસીને વધુ ઝડપે રાખવાથી કારના માઇલેજમાં બહુ ફરક પડતો નથી. એકંદરે, એસી ચલાવવાથી કારના માઇલેજ પર એટલી અસર થતી નથી.

પરંતુ તમારે વધુ ઠંડક થઈ જાય તો જરૂર પડે થોડીવાર માટે એસી બંધ કરવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે તમે એસીની ઠંડકની મજા લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ