સાડી તમને આપશે પરફેક્ટ લુક, જયારે આ રીતે પહેરશો ત્યારે, વાંચો કેવા લુક માટે કેવી સાડી પહેરશો…

સાડી સ્ત્રીઓના શરીર પર શોભતું સૌથી શ્રેષ્ઠ આઉટફિટ છે એમાં કોઇ શેંકાને સ્થાન નથી. જોકે એ શરીરને ધ્યાનમાં રાખીને ન પહેરવામાં આવે તો લુક બગડી શકે છે. કેટલાય પરિધાન આવ્યાં અને ગયાં પરંતુ સાડી એક એવો પરિધાન છે જે અત્યાર સુધી સચવાયેલ છે. ભારતીય સંસ્કૃતિમાં સાદગી અને સુંદરતાની પ્રતિકસાડીઓ આજે પણ ફેશન સ્ટેટમેન્ટ બનેલી છે જેને હોટ અને ગ્લેમરસલુક મેળવવા માટે પહેરવામાં આવે છે.

ફેશન એક એવી બાબત છેજે સતત પરિવર્તનશીલ છે. આજે જે ફેશન છે તે આવતીકાલે આઉટડેટેડ થઇ જશે. કહેવાનો અર્થ એ છે કે સમય બદલાય તેમ ફેશન બદલાય છે. તે જ રીતે સાડી પરંપરાગત ભારતીય પોશાક છે અને હવે તેમાં પણ વિવિધ ફેશનઆવી ચૂકી છે. તો આજે તમે પણ જાણી લો કે, કઇ સાડી ક્યાં પહેરવાથી તમને એકદમ પરફેક્ટલુક મળી શકે છે.

કોટનની સાડીકોટનની સાડી સદાબહાર સાડીઓની શ્રેણીમાં આવે છે. કોટનની સાડી ઓફીસમાં પહેરવાથી બહુ જ મસ્ત લાગે છે અને સાથે-સાથે તે કંઇક અલગ જ લુકમાં દેખાઇ આવે છે. જો કે કોટનની સાડી પહેરવી હોય તો તેની શરત એ છે કે તમને એકદમ પરફેક્ટ સાડી પહેરતા આવડે છે કે નહિં. જો તમને સાડી પહેરતા બરાબર ના આવડતી હોય અને તમે કોટનની સાડી પહેરવાનો ટ્રાય કરો છો તો તમે એકદમ જાડિયા લાગશો.

બાંધણીબાંધણીની સાડીઓ લાઇટ અને હેવી બંને પ્રકારના ફેબ્રિકમાં મળી જાય છે. તમારી પાસે જો બાંધણીની સાડી ન હોય તો જરૂરથી એક બાંધણીની સાડી વોર્ડરોબમાં વસાવજો.

લહેરિયા પ્રિન્ટલહેરિયા પ્રિન્ટ એકદમ પોપ્યુલર છે. લહેરિયા સાડી તમને એકદમ ફ્રેશ લૂક આપે છે. લહેરિયા રાજસ્થાનની ટાઇ અને ડાઇપેટર્ન છે, તેના પર Wave પ્રકારની પ્રિન્ટ હોય છે માટે તેને લહેરિયા નામ આપવામાં આવ્યુ છે.

સિલ્ક આપે છે રિચ લુકકોઇ પણ વ્યક્તિ જ્યારે તે સિલ્કની સાડી પહેરે છે તો તે એકદમ જ રિચલુક આપે છે. જો કે સિલ્કની સાડીમાં આજકાલ અનેક પ્રકારની વેરાઇટી આવે છે. સિલ્કની સાડીને તમે ઓફીસમાંકે પછી કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં પહેરી શકો છો. આમ, આજકાલ બજારમાં સિલ્કની સાડી 1000થી લઇને અધધધ….કિંમત સુધીની મળે છે.

બનારસી સાડીલગ્ન જેવા શુભ પ્રસંગે ડાર્ક રંગની સાડીઓખુબ જ મસ્ત લાગે છે તેથી આવા પ્રસંગે બનારસી અને કાંજીવરમનીસાડીઓ સૌથી સારી દેખાય છે.લગ્ન માટે બનારસી સાડી એક ખૂબ જ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડીચોઇસ રહેશે.તમે તમારી બ્રાઇડલ સાડી માટે ડિપ રેડ, મરૂન, બરગંડી, ડાર્કપર્પલ અને હોટપિંક જેવા કલર્સ પસંદ કરી શકો છો.

કાંજીવરમ સાડીકાંજીવરમ સાડી લગ્નમાં કે રિસેપ્શન જેવા પ્રસંગોમાં પહેરવામાં આવે છે.સાઉથમાં સિલ્ક પોપ્યુલર છે, જે પૂજા કે ટ્રેડિશનલ પ્રસંગોમાં પહેરાય છે.બોલીવુડમાં રેખા હંમેશા કાંજીવરમસાડીમાં જોવા મળે છે.

આ માહિતી પહોચાડો તમારી સાડી લવર મિત્ર સાથે… ખુશ થઇ જશે…

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક અવનવી અને લેટેસ્ટફેશનની વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી