બેચલર પાર્ટીનુ પ્લાનિંગ કરો છો? તો આ પ્લેસ છે તમારા માટે એકદમ બેસ્ટ

બેચલર ટ્રીપ માટે બેસ્ટ ડેસ્ટિનેશન

આજકાલ યુવાનોમાં લગ્નના બંધનમાં બંધાતા પહેલા બેચલર ટ્રીપ દ્વારા પોતાની જિંદગીનો બિન્દાસ સમય જીવી લેવાનો ટ્રેન્ડ વધતો જાય છે .એમાં કશું ખોટું પણ નથી.કારણ લગ્ન એ એક બંધન નહીં પણ લગ્ન એ એક જવાબદારી છે.સામાન્ય રીતે લગ્ન પછી એકલા ફરવા ફરવા જવાનો મોકો બહુ જ ઓછો મળતો હોય છે.જીવનસાથી સતત સાથે હોય છે કદાચ એટલે જ યુવાનો અને યુવતિઓ પણ લગ્ન પહેલાની આ આઝાદીને મિત્રો સાથે માણી લેવા પ્રવાસનું આયોજન કરે છે.બેચલર ટ્રીપ માટે મોટેભાગે ગોવા વધુ પ્રિય છે.પણ આજે અમે તમારા માટે ગોવા સિવાયની પણ સુંદર જગ્યાઓ લઇને આવ્યા છીએ જ્યાં કુદરતી સુંદરતા સાથે નાઇટલાઇફનો વૈભવ પણ આકર્ષિત કરે છે.

જીરો વેલી

image source

અરુણાચલ પ્રદેશની જીરો વેલી અદભુત સૌંદર્ય ધરાવતી ઘાટી છે. જેને લોકો સ્વર્ગ સમાન કહે છે.ભારતના પ્રસિદ્ધ સંગીત સમારોહમાં ગણના પામેલો જીરો ફેસ્ટિવલ અહીંની વિશેષતા છે.બેચલર પાર્ટી માટે અરુણાચલ પ્રદેશનું જીરો વેલી બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે.

ગોકર્ણ

image source

ગોકર્ણ ગોવાથી નજીક છે.અહીંના ઓમ બીચ અને પેરેડાઇઝ બીચ પર્યટકો માટે મુખ્ય આકર્ષણ રહ્યા છે.પર્વતોથી ઘેરાયેલા સમુદ્ર કિનારાનું સૌંદર્ય અહીંની મુખ્ય વિશેષતા છે.ગોકર્ણની નજીક માં દાબોલિમ એરપોર્ટ છે. જ્યાંથી ટેક્સી અથવા બસ દ્દ્વારા ગોકર્ણ પહોંચી શકાય છે.અહીંનું સ્થાનિક ફૂડ પણ અનોખી લિજ્જત ધરાવે છે.સી ફૂડના શોખીન લોકો માટે ગોકરણ ઉત્તમ જગ્યા છે.

અલેપ્પી

image source

ભારતની પૂર્વમાં આવેલું અને અલેપ્પી પૂર્વનું વેનિસ ગણાય છે.અહીંની હરિયાળી ,સમુદ્ર કિનારો ,સરોવર ઉપરાંત અલેપ્પીનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.અને તેના સુંદર સમુદ્ર સિવાય પણ અંબાલાપુક્ષાનું કૃષ્ણમંદિર, કૃષ્ણાપુરમ મહેલ, અને મુરારી સમુદ્ર તટ પણ ઉત્તમ ફરવાલાયક સ્થળ છે.

પોંડેચરી

image source

શાંત અને રમણીય સ્થળે ફરવા જવું હોય તો પોંડેચરીનો વિચાર જરૂર કરવો.શહેરી ભીડભાડ અને અવાજથી દૂર પોંડિચેરીનો સમુદ્ર કિનારો અભૂતપૂર્વ શાંતિનો અનુભવ કરાવે છે.અહીં વોટર-સ્પોર્ટ્સની મજા પણ ઉપલબ્ધ છે .ઉપરાંત પોંડેચરીમાં આવેલા શાંત અને ભવ્ય ચર્ચ તેમજ મંદિર,કેટલાક હેરિટેજ સ્થાન ઉપરાંત અહીંની પ્રખ્યાત કોબલ્ડ સ્ટ્રીટ પણ જોવાલાયક છે.

બસ તો હવે રાહ શેની છે ? થઇ જાવ તૈયાર બેચલર પાર્ટીની મજા માણવા અને નીકળી પડો મનગમતી જગ્યાએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ