આ તેલ અને ઘીમાં બનાવો જમવાનું, તો શરીરને થશે અઢળક ફાયદાઓ, અને બીમારીઓ રહેશે દૂર

જમવાનું બનાવવા માટે કયું તેલ સારું રહે છે. તેમજ ઘી સ્વાસ્થ્ય માટે કેવું રહે છે. રિફાઇન્ડ, સરસોનું તેલ કે દેશી ઘી?

image source

આ બધા માંથી કઈ વસ્તુ જમવામાં લેવી વધારે સારી રહે છે આ જાણવા માટે બધા ખૂબ મૂંઝવણમાં મુકાઈ જાય છે.

તો આજે એના વિશે પુરી જાણકારી આપીશું કે આપે જમવાનું બનાવવા અને ખાવા માટે કયું તેલ વાપરવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

image source

તેલ અને ઘી બન્નેની ચાર કેટેગરી છે. બે તેલની અને બે ઘીની એમ ચાર કેટેગરી છે.

૧.સરસોનું તેલ

૨.અનરીફાઇન્ડ તેલ

૩.રિફાઇન્ડ તેલ અને

૪. દેશી ઘી

image source

ચારેય માંથી સારામાં સારું કોલાનું સરસોનું તેલ હોય છે. તેમાં સંતૃપ્ત ચરબી ખૂબ જ ઓછી હોય છે અને ઓમેગા એસિડ સૌથી વધુ ૨૧% હોય છે. જોકે તેમાં એરુકસીક એસિડ વધુ હોય છે. જેથી સરસોનું તેલ બાળકો માટે હિતાવહ નથી.

દેશી ઘી: દેશી ઘીમાં ઓમેગા એસિડ બિલકુલ હોતું નથી.

image source

રિફાઇન્ડ તેલ: રિફાઇન્ડ તેલ બનાવવાની પધ્ધતિ હાનિકારક છે પણ રાસાયણિક સંરચના ઘી કરતા સારી હોય છે. રિફાઇન્ડ તેલ જેમાં ટ્રાન્સ ફેટી એસિડ હોય તેનો ઉપયોગ બિલકુલ કરવો નહીં.

અનરિફાઇન્ડ વેજીટેબલ ઓઇલ: જેમ કે ઓલિવ ઓઇલ કે સિંગતેલ, સફોલા કે સૂર્યમુખીનું તેલ ઘી કરતા વધારે સારું રહે છે. ઓલિવ ઓઇલ અને સીંગતેલ, સૂર્યમુખીનું અનરિફાઇન્ડ કે કોલ્ડ પ્રેસ ઓઇલ સર્વોત્તમ હોય છે.

image source

હવે તેના કારણો વિશે જાણીશું.:

કોઈપણ તેલ કે ઘીની ઉપયોગીતાની પરખ કરવા માટે આ પાંચ તત્ત્વોનું ધ્યાન રાખવું.:

-સેચ્યુરેટેડ ફેટી એસિડ,

image source

-મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ,

-પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ,

-સ્મોક પોઇન્ટ કે ધૂમ્રબિંદુ,

-ટ્રાન્સ ફેટી એસિડ.

image source

સ્વાસ્થ્યવર્ધક તેલમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ વધુ હોવાનું ખૂબ લાભકારક છે. અનસેચ્યુરેટેડ ફેટી એસિડ બે પ્રકારના હોય છે.

૧. MUFA

૨. PUFA

image source

PUFA માં ઓમેગા ઓઇલ એસિડ મળી આવી છે જેમાં ઓમેગા ૩ હૃદય અને મસ્તિષ્ક માટે ખૂબ લાભકારક છે. ઓમેગા ૬ એટલું લાભકારી નથી પણ તે માંસપેશીઓ અને ઉર્જા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. આપણું શરીર ઓમેગા એસિડ બનાવી શકતું નથી, આથી ઓમેગા એસિડ બાહુલ્ય તેલ લાભકારક છે.

સેચ્યુરેટેડ કે સંતૃપ્ત ચરબી એટલે કે શુદ્ધ ઘીને પહેલા ખૂબ ખરાબ સમજવામાં આવતું હતું. પણ હવે એવું સમજવામાં આવતું નથી. આ કોલેસ્ટ્રોલને વધારે છે. જો વધારે પ્રયોગ કરવામાં આવે તો આ ખરાબ LDL અને સારું HDL બન્ને પ્રકારનું કોલેસ્ટ્રોલ વધારી દે છે.

image source

સ્મોક પોઇન્ટ એટલે કે તેલ કે ઘીનું એ તાપક્રમ જ્યાં તેલ માંથી ધુમાડો નીકળવાનું શરૂ થાય છે. સ્મોક પોઇન્ટ વધારે હોય તો તેમાં ડીપ ફ્રાય કરી શકો છો. સ્મોક પોઇન્ટ ઓછો હોય તો ડીપ ફ્રાય કરવું નહીં. આ રીતે જોઈએ તો સરસોનું તેલ, દેશી ઘી અને રિફાઇન્ડ તેલ એક જેવા જ છે.(૨૧૨-૨૫૦ ડીગ્રી સેલ્સીયસC).

અનરિફાઇન્ડ તેલનો સ્મોક પોઇન્ટ ખૂબ જ ઓછો હોય છે, પરંતુ રીફાઇન્ડ કરવાથી તેનો સ્મોક પોઇન્ટ વધી જાય છે. પણ તેમાંથી ઘણા બધા ઉપયોગી તત્ત્વો નીકળી જાય છે. જે નીચે લિસ્ટમાં જોઈ શકો છો.

image source

તેલ–SFAMUFA-PUFAઓમેગા(૩અને૬) સ્મોક પોઇન્ટ.

સરસો–૧૩%-૬૦%- _૨૧%-૬%૧૫%- _૨૫૦C.

દેશી ઘી–૬૫%-૩૨%-૩%-૦૦ -_૨૫૦c.

રિફાન્ડ–૨૪%-૪૦%-૩૪%-૧%૩૧%-૨૧૨c.

(રાઈસ બ્રાન)

image source

ઓલિવ–૧૪%-૭૩%-૧૧%-૦%૦%-૨૪૨c.

(રિફાઇન્ડ)

ઓલિવ–૧૪%-૭૩%-૧%-૧૦%-૧૯૦c.

image source

(અનરિફાઇન્ડ)

સીંગતેલ–૧૭%-૪૦%-૩૨%-૦%૩૨%-૨૩૦c.

અનરિફાઇન્ડ ઓલિવ ઓઇલ અને સીંગતેલએ ઘી કરતા વધારે સારું રહે છે.

 

image source

આ સાથે જ ઘીનો સ્મોક પોઇન્ટ ભલે ૨૫૦c હતો પણ ૧૪૦c – ૧૭૦cની વચ્ચે ઘીમાં ઘણા ફેરફાર થઈ જાય છે અને જરૂરી વિટામિન, મિનરલ્સ વગેરે નાશ પામે છે.

ખાસ વાત તેલ કેવી રીતે બને છે તે.:

તેલ બનાવવાની મુખ્ય બે રીતો છે.:

image source

૧. કોલ્ડ પ્રેસ કરીને

૨. રિફાઇન્ડ કરીને.

૧. કોલ્ડ પ્રેસ કરીને તેલ બનાવવાની રીત.:

image source

જેમ નારંગીને પ્રેસ કરીને જ્યુસ કાઢીએ છીએ તેમજ તેલીબિયાને પ્રેસ કરીને તેલ કાઢવામાં આવે છે.

૨. રિફાઇન્ડ કરીને તેલ બનાવવાની રીત.:

જેમકે નારંગીનું જ્યુસ કાઢવા તેને પાણી સાથે ભેળવીને ઉકાળી બનાવાય છે એવી રીતે જ તેલીબિયામાં કોઈ કેમિકલ પ્રોસેસથી બનાવાતા તેલને રિફાઇન્ડ તેલ કહેવાય છે.

image source

ઉપરોક્ત જાણકારી મુજબ આપ જાણી જ ગયા હશો કે કયું તેલ આપની હેલ્થ માટે સારું છે અને કયું નહિ તેમછતાં શક્ય હોય ત્યાં સુધી કોલ્ડ પ્રેસ કે અનરિફાઇન્ડ ઓઈલનો જ ઉપયોગ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ