સીતાફળ ખાવાથી તો ફાયદા થાય જ છે, પરંતુ તેની પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે, જાણો તેની પેસ્ટ બનાવવાની રીત

આજકાલ સ્ત્રી હોય કે પુરુષ દરેક લોકોમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો ઘણા ઉપાયો અજમાવે છે, આ ઉપાયો અપનાવ્યા પછી થોડા સમય માટે વાળ ખરતા બંધ થાય છે પરંતુ થોડા સમય પછી વાળ ફરીથી ખરવા લાગે છે અને ટાલ પડી જાય છે. શું તમે જાણો છો કે સીતાફળનો ઉપયોગ કરીને તમે તમારા વાળને ખરતા રોકી શકો છો અને તમે જે વાળ ગુમાવ્યા છે તે ફરીથી મેળવી શકો છો. આ સિવાય પણ સીતાફળના સેવનથી ઘણા ફાયદાઓ જાણીએ છીએ. તો ચાલો જાણીએ એ ફાયદા વિશે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આ ફળનો ઉપયોગ એક પ્રકારની દવા તરીકે કરવામાં આવે છે, આ ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તે વાળ માટે જ ફાયદાકારક છે.

સીતાફળના અસરકારક ફાયદા

image source

– જે વ્યક્તિ પાતળા હોય તેવા વ્યક્તિએ સીતાફ્ળનું સેવન કરવું જોઈએ, તેને ખાવાથી નબળાઇ દૂર થાય છે અને શરીર ચરબીયુક્ત બને છે.

– જો તમારા શરીર પર ક્યાંય પણ ફોલ્લો થયો છે, તો તમે સીતાફળના પાન પીસીને તે જગ્યાએ લગાવો. આ ઉપાય અજમાવવાથી શરીર પરના ફોલ્લા દૂર થાય છે.

image soucre

– જો તમારા શરીરમાં બળતરા થતી હોય, તો સીતાફ્ળનું જ્યુસ બનાવો અને પી લો.

– દરેક વ્યક્તિમાં વાળ ખરવું એ સૌથી મોટી સમસ્યા છે સીતાફળના દાણા પીસીને તેમાં થોડું બકરીનું દૂધ મિક્ષ કરીને વાળમાં લગાવો. આ ઉપાયથી વાળ ખરતા અટકે છે અને આ સિવાય પણ વાળની સમસ્યા દૂર થાય છે.

– સીતાફળ હૃદય અને ધબકારા માટે પણ ખુબ ઉપયોગી છે.

image source

– માથા પર જૂની સમસ્યા દૂર કરવા માટે સીતાફળના દાણા પીસીને માથા પર લગાવો અને માથાને એક કપડાથી બાંધી લો, ત્યારબાદ સવારે કપડું ખોલો અને માથું ધોઈ લો. આ ઉપાયથી જૂની સમસ્યા મૂળમાંથી દૂર થશે.

– જો તમને બેચેની અથવા ગભરામણની સમસ્યા છે, તો આ સમસ્યા દૂર કરવા માટે સીતાફ્ળનું સેવન કરો. તમને તરત જ રાહત મળશે.

image source

– અસ્થમા એ એક તબીબી સ્થિતિ છે જે ફેફસામાં સોજાના કારણે થાય છે. આ સમસ્યામાં સીતાફળનો ઉપયોગ થોડી રાહત આપી શકે છે. સીતાફળમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. વૈજ્ઞાનિક અધ્યયન મુજબ, બળતરા વિરોધી ક્રિયા અસ્થમાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં અસ્થમાના જોખમને ઘટાડવા માટે સીતાફળનું સેવન ઉપયોગી થઈ શકે છે.

– જો કોઈ પાચનની પ્રક્રિયાને વધુ સારી રીતે રાખવા માંગે છે, તો સીતાફળ આ સમસ્યા દૂર કરવા માટે મદદ કરી શકે છે. સીતાફળના ફાયદામાં ફાઇબર રિપ્લેશમેન્ટ શામેલ છે. ફાઈબરની સપ્લાયથી શરીરના પાચનમાં પણ સુધારો થાય છે અને તે જ સમયે તે લોકોને કબજિયાતની સમસ્યાથી પણ રાહત આપે છે.

image source

– ડાયાબિટીઝની સમસ્યા દૂર કરવા માટે સીતાફ્ળનું સેવન જરૂરી છે. સીતાફળમાં એન્ટિ ડાયાબિટીક ગુણધર્મો છે. તે લોહીમાં શર્કરાના સ્તરમાં સુધારો કરે છે અને ડાયાબિટીસ માટે જવાબદાર વિવિધ જોખમોને રોકવામાં અસરકારક રીતે કાર્ય કરી શકે છે. આ માટે સીતાફ્ળનું જ્યુસ પણ પી શકાય છે. સીતાફળ ડાયાબિટીઝના લક્ષણોમાં ઘટાડો કરી શકે છે.

image source

– બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે સીતાફળનો ઉપયોગ કરી શકાય છે. સીતાફળમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની થોડી માત્રા હોય છે. જો કોઈને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તે સીતાફ્ળનું સેવન કરી શકે છે. સીતાફળમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ સમસ્યા દૂર કરી શકે છે.

image soucre

– જો કોલેસ્ટરોલનું સ્તર બિનજરૂરી રીતે વધે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સીતાફળનો ઉપયોગ કોલેસ્ટરોલના સ્તરને સંતુલિત રાખવા માટે કરી શકાય છે. તેમાં નિયાસિન વિટામિનનો જથ્થો જોવા મળે છે. જેથી સીતાફળના સેવનથી લોકો કોલેસ્ટરોલના સ્તરોને સંતુલિત કરી શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમે કોલેસ્ટરોલની સમસ્યાથી પીડિત છો, તો ઘરેલું ઉપાયની સાથે તબીબી સારવાર પણ લો.

image soucre

– એનિમિયાથી બચવા માટે સીતાફળ ખાવાના ફાયદા પણ જોઇ શકાય છે. એનિમિયા એ એક તબીબી સ્થિતિ છે, ઘણી વખત તે ફોલેટની ઉણપને કારણે પણ થઈ શકે છે, જે કારણે શરીરમાં લાલ રક્તકણોનો અભાવ રહે છે. આ સમસ્યા દરમિયાન વ્યક્તિના શરીરના તમામ ભાગોમાં લોહી સાથે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચવામાં મુશ્કેલી થાય છે. આવા કિસ્સામાં, ફોલેટ ધરાવતા સીતાફળનો ઉપયોગ ફોલેટની ઉણપ અને એનિમિયાના જોખમને રોકવા માટે ફાયદાકારક હોઈ શકે છે. તેવી જ રીતે સીતાફળમાં વિટામિન સી હોય છે, જે આયરનને શોષવામાં મદદ કરી શકે છે. તેથી એનિમિયાને રોકવા માટે સીતાફળ પોષક અને સ્વાદિષ્ટ વિકલ્પ હોઈ શકે છે.

image soucre

– સીતાફળમાં હાજર પોષક તત્વોના ફાયદા ગર્ભાવસ્થામાં પણ જોઈ શકાય છે. ખરેખર, સીતાફળમાં આયરન અને ફોલેટ જોવા મળે છે. આ પોષક તત્વો ગર્ભાવસ્થામાં એનિમિયાને રોકવામાં માટે થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સીતાફ્ળનું સેવન કરવાથી માતા અને બાળક બને સ્વસ્થ રહે છે. જો કે, દરેક સ્ત્રીઓની તાસીર અલગ હોય છે, તેથી ગર્ભાવસ્થા દરમિયાન સીતાફ્ળનું સેવન કરતા પેહલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

image soucre

– સીતાફળનો ઉપયોગ ત્વચા સુધારવા માટે પણ કરી શકાય છે. સીતાફળમાં વિટામિન-સી જોવા મળે છે. વિટામિન-સી ત્વચાને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, સીતાફળમાં ઝીંક, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો છે. જે ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત