આવા ગંભીર રોગોને દુર કરવાની સાથોસાથ ખુબ જ ગુણકારી છે આ દાળ, ફાયદાઓ જાણીને તમે પણ કરી દેશો ખાવાનું શરુ

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, વિવિધ પ્રકારની દાળો એ સ્વાદથી ભરપૂર હોવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને આ જ કારણ છે કે, આપણા ભારતીય ઘરોમા દાળ ચોક્કસપણે બનાવવામા આવે છે. તેમા પુષ્કળ માત્રામા પ્રોટીન સમાવિષ્ટ હોય છે.

આ સાથે જ વિવિધ પ્રકારની દાળમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જેથી, તેને તમારા ભોજનમા શામેલ કરવી અત્યંત આવશ્યક છે. આ દાળમા પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમ જેવા પોષકતત્વો પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. અમુક લોકો નિયમિત જુદા-જુદા પ્રકારની દાળ બનાવીને ખાય છે ત્યારે અમુક લોકો મિકસ દાળ બનાવીને તેનુ સેવન કરે છે. આ સિવાય તે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓને દૂર કરવામા પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો જાણીએ તેના વિશે.

હૃદયને રાખે છે સ્વસ્થ અને તંદુરસ્ત :

image source

એક અહેવાલ મુજબ દાળ એ એવા સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોમાંથી એક છે કે, જેનુ તમે નિયમિતપણે સેવન કરી શકો છો. તે તમારા શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામા ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે તમારા હૃદયની તંદુરસ્તીને જાળવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે અને તેના કારણે હૃદયનો હુમલો આવવાનુ જોખમ પણ ઘટે છે.

મળી રહે છે ભરપૂર માત્રામા પોષકતત્વો :

image source

જુદી-જુદી દાળોમા ફાયબર, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોલેટ જેવા તત્વો પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. આ સિવાય દાળમા પ્રોટીન, લોહતત્વ, વિટામિન-બી, મેગ્નેશિયમ જેવા અનેકવિધ પોષકતત્વો પણ સમાવિષ્ટ હોય છે. માટે જો તમે નિયમિત આ દાળનુ સેવન કરો છો તો તમારા શરીરમા ક્યારેય પણ પોષકતત્વોની કમી રહેતી નથી.

નાના બાળકો માટે લાભદાયી :

image source

આપણા શરીરને આવશ્યક પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષકતત્વો મેળવવા માટે દાળનુ નિયમિત સેવન કરવુ અત્યંત આવશ્યક છે. નાના બાળકોને એક સંતુલિત આહારની જરૂર હોય છે અને તેથી તેમના માટે દાળનુ સેવન અત્યંત શ્રેષ્ઠ સાબિત થાય છે, જેથી તેમના શરીરમા ભરપૂર ઉર્જા મળી રહે અને તેમના શરીર અને મનનો ખુબ જ સારી રીતે વિકાસ થાય.

લોહતત્વની ઉણપ :

image source

દાળ એ પ્રોટીનનો ખુબ જ સારો એવો સ્રોત છે. જો તમારા શરીરમા શક્તિનો અભાવ જણાતો હોય તો દાળનુ સેવન તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઇ શકે છે. દાળમા પુષ્કળ માત્રામા ફાયબર અને લોહતત્વ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને ભરપૂર ઉર્જા પૂરી પાડે છે. લોહતત્વ એ તમારા શરીર માટે એક અત્યંત આવશ્યક તત્વ છે. નિયમિત દાળનુ સેવન કરવાથી શરીરમા આયર્નની ઉણપ ઓછી થાય છે. તેથી, તમારા આહારમાં દાળનો સમાવેશ કરો.

પાચન મજબુત બનાવે :

image source

પાચન માટે દાળનુ સેવન ખૂબ જ સારુ માનવામા આવે છે. તેમા પુષ્કળ માત્રામા ડાયેટરી ફાયબર સમાવિષ્ટ હોય છે, જે તમારા પાચનને સુધારે છે અને તમને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ અપાવે છે અને તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે. માટે જો તમે તમારા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત બનાવી રાખવા ઈચ્છતા હોવ તો આ વસ્તુનો રોજીંદા ભોજનમા સમાવેશ અવશ્યપણે કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત