લીમડો સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ગુણકારી, ક્લિક કરીને જાણી લો તમે પણ

આંગણે ઉગતાં ઘટાદાર લીંમડાના સ્વાસ્થ્યથી ભરપૂર ફાયદાઓ ! જાણો તેનું સેવન કરવાની રીત

આયુર્વેદમાં લીંમડાના ઝાડના માનવ શરીર માટેના અગણિત ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લીંમડાના પાન તેની ડાળી તેનો ગુંદર વિગેરેનો આયુર્વેદમાં વિવિધ રીતે ઉપયોગ દર્શાવ્યો છે અને તેનાથી શરીરના ઘણા બધા વિકારો દૂર થાય છે અને શરીર તંદુરસ્ત પણ બને છે.

તેનાથી તમારું યકૃત સ્વસ્થરીતે કામ કરે છે કેન્સરના જોખમની શક્યતાઓમાં પણ ઘટાડો થાય છે અને તમારી પાચનની સમસ્યાઓનો પણ નિકાલ આવે છે.
લીંમડામાં સમાયેલા તત્ત્વો તમારા વાળના ડેન્ડ્રફને દૂર કરવાથી માંડીને તમારી ત્વચા પરના ખીલ દૂર કરે છે તેમજ તમારા દાંતના સડાને દૂર કરીને તમારા મોઢાને અલ્સરથી બચાવે છે. આ સિવાય મેલેરિયા જેવા તાવમાં પણ લીંમડાના પાન રક્ષણ આપે છે.

image source

લીમડાના સ્વાસ્થ્ય વર્ધક લક્ષણોનો ઉલ્લેખ માત્ર આયુર્વેદમાં જ નહીં પણ યુનાની, હોમિયોપેથી તેમજ આધુનિક તબીબી વિજ્ઞાનમાં પણ કરવામાં આવ્યો છે. તેના ફુલથી માંડીને તેના ફળ તેની ડાળી તેની છાલ સુધી આ બધું જ વિવિધ જાતની શારીરિક સમસ્યાઓમાં લાભપ્રદ છે.

લીમડામાં નિમબીન, નિમબેનેન, વિટામીન સી, ઉપરાંત ઘણા બધા પ્રકારના ફ્લેવોનોઇડ્સ હોય છે. તેમાં રહેલા આ તત્ત્વો તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો તેમજ ફ્રી રેડીકલ્સને દૂર કરે છે. આ સિવાય તમારી શરીરની અંદરની બળતરામાં પણ ઘટાડો થાયછે.

આ તત્ત્વો એવા કમ્પાઉન્ડ કે જે બળતરા ઉત્પન્ન કરે છે તેવા જીન્સને નીચા કરે છે અને તેથી કરીને શરીરમાંના એન્ટીકેન્સર એજન્ટ્સ સારીરીતે કામ કરી શકે છે.

આ ઉપરાંત લીમડાના પાન શરીરમાંની બળતરા, ડાયાબીટીસ, અલ્સર મેલેરિયા, સેપ્ટિક માઇક્રોબાયલ, ઓક્સિડન્ટ, કેન્સરની પ્રોપર્ટી વિરુદ્ધ કામ કરે છે.

લીમડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો ?

image source

લીમડાના પાન કે તેમાંથી બનાવવામાં આવતા અર્કનો ઉપયોગ આજે મોટી મોટી કોસ્મેટિક કંપનીઓ પોતની કોસ્મેટિક પ્રોડક્ટમાં કરે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ હેર ઓઇલ, શેમ્પુ, સોપ તેમજ ડેન્ટલ કેર માટે પણ થાય છે. અને આ પ્રકારની દરેક પ્રોડક્ટ તમને માર્કેટમાં મળી રહેશે.

પણ તમે શુદ્ધ લીમડાના અર્કનો ઉપયોગ કરવા માગતા હોવ તો લીમડાના પાનની પેસ્ટને તમે સીધી જ તમારા ચહેરા તેમજ વાળ પર એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત તમે તેની ડાળીનો ઉપયોગ દાતણ તરીકે પણ કરી શકો છો.

હવે એ જાણીએ કે લીમડાના પાન તમારા સ્વાસ્થ્ય માટે કેવી-કેવી રીતે મદદરૂપ થાય છે.

લીમડાના પાન તમારા યકૃતને રાખે છે સ્વસ્થ

લીમડામાં રહેલા બાઓએક્ટીવ કોન્સ્ટીટ્યુઅન્ટ્સ તમારા લીવરને પ્રોટેક્ટ કરે છે. સંશોધન પ્રમાણે આ અર્કના સેવનથી લીવરમાંની બળતરા દૂર થાય છે. જો તમારા લીવરને દવાના વધારે પડતા સેવનથી કે પછી કોઈ દવા જેમ કે જેનેરિક પેરાસીટામોલ ડેરીવેટીવ્સના વધારે પડતા સેવનથી કોઈ હાની પહોંચી હોય કે ઘા થયો હોય તો તેની ટ્રીટમેન્ટ તરીકે તમે લીમડાના અર્કનો ઉપયોગ કરી શકો છો.

image source

મેલેરિયાના તાવમાં અક્સિર છે લીમડાનો અર્ક

તેમાં કોઈ જ શંકા નથી કે આ ઝાડમાં એન્ટિમેલેરિયલ અને એન્ટિપ્લાસ્મોડીક અસરો રહેલી છે. તમને જણાવી દઈએ કે એક અભ્યાસ અને સંશોધન પ્રમાણે લીમડાનો અર્ક શરીરમાંના મેલેરિયાના પેરાસાઇટ્સને 50 ટકા સુધી ઘટાડી શકે છે.

લીમડાના પાનમાં એન્ટીઓક્સિડન્ટ અસર રહેલી હોય છે

લીમડાના પાન, તેના ફુલ, તેની ડાળી વિગેરેમાંથી જે અર્ક બનાવવામાં આવે છે તેમાં પહેલેથી જ એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોપર્ટીઝ રહેલી હોય છે. તે તમારા શરીરમાંના ફ્રી રેડિકલ્સની સફાઈ કરે છે અને આમ કરીને તે તમારા શરીરના ટીશ્યુઝ તેમજ અંગોને નુકસાન કરતાં અટકાવે છે.

image source

અને આમ પણ લીમડાના પાન કેન્સર, ડાયાબીટીસ, સીરર્હોસીસ (મદ્યપાનથી થતો યકૃતનો રોગ) અને બીજા બળતરા ઉપજાવતા તત્ત્વોના જેખમને ઘટાડે છે. એક અભ્યાસ પ્રમાણે સુકા લીમડાના પાનનું સેવન પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

કેન્સરના જોખમને ટાળી શકે છે લીમડાનો અર્ક

લીમડાના અર્ક તેમજ તેમાં રહેલા ગુણો બાબતે હજુ પણ સંશોધન ચાલી જ રહ્યું છે અને દર વખતે તેમાં કંઈકને કંઈક નવું મળી આવે છે. લીમડાના પાંદડા, તેની લીંબોળી, તેના ફુલ તેમજતેના દાણામાં એન્ટિટ્યુમર અસર રહેલી છે. કેન્સરના કોષોમાંના કોષોને નાષ કરવામાં મદદ કરે છે.

દાંતનું સ્વાસ્થ્ય સુધારે છે લીમડાના પાનનો અર્ક

image source

લીમડાના પાનમાં રહેલા નીમબીડીન, એઝાડીરેક્ટીન, અને નીમબીનીન તેનામાં રહેલી એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ માટે જાણીતા છે. આ તત્ત્વો તમને તેની ડાળીમાં પણ મળી રહે છે. જેનો ઉપયોગ આજે ઘણી બધી ટુથપેસ્ટમાં કરવામાં આવે છે. અને લીમડાના દાંતણના ફાયદા તો આપણે ભારતવાસીઓ માટે જરા પણ અજાણ્યા નથી. તેમાં રહેલા આ તત્ત્વો દાતના સડા, મોઢાના અલ્સર, દાતનો દુઃખાવો, દાત પર બાજી ગયેલી છારી વિગેરે દૂર કરવામાં અસરકારક છે અને તેનાથી મોઢાના કેન્સરથી પણ બચી શકાય છે.

દાહ વિરોધી તત્ત્વોથી ભરપુર છે લીમડાના પાન

લીમડાના પાનનો જો શરીરના એક કીલો વજનની સામે 200 મીલીગ્રામનો ડોઝલેવામા આવે તો તેનાથી શરીરને હકારાત્મક અસર થાયછે. ફાઇટોકેમિકલ જેમ કે નીમબીડીન શરીરના રોગપ્રતિકારક તંત્રના કોષોને કાર્યરત બનાવે છે અને શરીરમાના ઇન્ફ્લેમેશનને ઘટાડે છે.

image source

શરીરને ફંગલથી રક્ષણ આપે છે લીંમડાના પાનનું સેવન

એક અભ્યાસ પ્રમાણે જો લીંમડાના પાનને મોઢા વાટે લેવામાં આવે તો તેનાથી ફંગી તેમજ એન્ડોડોન્ટીક બેક્ટેરીયા મરે છે. આ સિવાય તેનાથી વાયરલ ઇન્ફેક્શનને પણ દૂર કરી શકાય છે. લીમડાનો અર્ક અસરકારક રીતે શરીરમાં વાયરલ ઇન્ફેક્શનને જાકારો આપે છે.

લીમડાના પાનનો અર્ક ત્વચાને શુદ્ધ અને સુંદર બનાવે છે

image source

જો તમારે ખરેખર તમારી ત્વચાને શુદ્ધ કરવી હોય તો તેને આંતરિક રીતે શુદ્ધ બનાવવી જોઈએ તો જ તમને તે બહારથી લાંબા સમય માટે સુદંર લાગશે. લીંમડાના પાનના અર્કને તમે ચહેરા પર પણ એપ્લાય કરી શકો છો અને તેનું સેવન કરીને પણ ત્વચાને શુદ્ધ બનાવી શકો છો. તેનાથી તમારા ચહેરા પરના ખીલ દૂર થાય છે. તેના સેવનથી ત્વચામાં રહેલા ખીલ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયા દૂર થાય છે.

આ સિવાય લીમડાના પાનનો અર્ક પરુવાળી ફોલ્લી, ખરજવા તેમજ બળ્યાના નિશાનને પણ દૂર કરી શકે છે. આ સિવાય ત્વચાનો સડો પણ તે દૂર કરી શકે છે.

image source

હાઇપોગ્લાઇસેમિયા અને મધુમેહને અંકુશમાં રાખે છે

લીમડાના પાનના જે પણ પ્રયોગ પ્રાણીઓ દ્વારા કરવામા આવ્યા છે તેના પરથી જાણવા મળ્યું છે કે તે મધુમેહ વિરોધી અસર ધરાવે છે. જો નિયમિત રીતે શરીરના એક કીલો વજન સામે 250 મીલીગ્રામ લીમડાનો પાવડર કે પછી તેનો અર્ક લેવામાં આવે તો તે શરીરની શર્કરાના સ્તરને નીચું લાવે છે.

એવા પણ અહેવાલ છે કે લીમડાના પાનનો અર્ક શરીરમાના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલીન ઉત્પન્ન કરવાના કોષોને પુનર્જીવીત કરે છે. આ સિવાય લીંમડાના પાનનો અર્ક કોલેસ્ટેરોલને પણ નીચુ લાવે છે. આમ તે સ્વાદુપિંડને પણ સ્વસ્થ બનાવે છે, યકૃતને સ્વસ્થ બનાવે છે અને સાથે સાથે હૃદય તેમજ કીડનીને પણ રક્ષણ આપે છે.

image source

શું લીમડાનો અર્ક તમરા માટે સુરક્ષિત છે ?

એક વાત તો નક્કી છે કે લીમડાના પાનને અર્ક તમે લાંબા સમય માટે નથી લઈ શકતાં. તેમ કરવાથી તમારી કીડની નબળી પડે છે જો કે તે કેટલાક લોકોને જ લાગુ પડે છે આ સિવાય તમે લીમડાનું તેલ પણ ન પી શકો. આ સિવાય ઘણા બધા અભ્યાસો દ્વારા એટલી જાણકારી મળી છે કે લીમડો તમારા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે. તેમ છતાં તમારે તબીબી દેખરેખ હેઠળ જ તેનો ઉપયોગ કરવો જોઈએ. અને એક નિયમ યાદ રાખવો જોઈ કે કોઈપણ વસ્તુનો અતિરેક શરીરને નુકસાન જ પહોંચાડે છે માટે નિયંત્રિત ઉપયોગ જ હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ