બેંગન ભરતાં – ઉનાળું રીંગણમાંથી બનાવો આ ભળથું, શિયાળાની યાદ તાજી થશે એવું સ્વાદિષ્ટ બનશે…

બેંગન ભરતાં

રીંગણનો ઓળો નામ સાંભળતાં જ ચટાકો બોલાય જાય . પણ વગર સીઝને શું ઓળો બનાવી શકાય ? આજે હું ગુજરાતી સ્ટાઇલ થી ઓળો નથી બનાવાની કેમકે એતો બધા ને આવડે પણ હું થોડી ડીફરન્ટ સ્ટાઇલ થી બનાવીશ.
આજે રીંગણ ને શેકી ને નહીં પણ બાફીને ભરતું બનાવીશું.

એ ઉપરાંત લીલી ડુંગળી અને લીલા લસણ વગર એવાજ ટેસ્ટનુ ભરતું બનાવીયે. જે ચટાકેદાર અને સ્પાઈસી છે.તો ચાલો આજે તમે પણ આ રીત થી ઓળો કે ભરતું જે કો એ બનાવી ને ઘરના લોકો ને ખવડાવીયે.તો તૈયાર મિત્રો.

સામગ્રી –

 • ○૨ રીંગણ,
 • ○૨ ડુંગળી બારીક ચોપ કરેલી,
 • ○૩ ટામેટાં બારીક ચોપ કરેલા,
 • ○૧ કેપ્સિકમ બારીક ચોપ કરેલુ,
 • ○૧/૨ ટી.સ્પૂન લીંબુનો રસ,
 • ○૬ થી ૭ કળી લસણ બારીક ચોપ કરેલુ,
 • ○આંદુ બારીક ચોપ કરેલુ,
 • ○૨ ટે.સ્પૂન લાલમરચું,
 • ○૧ ટે.સ્પૂન ધાણાજીરું,
 • ○૧/૪ ટી.સ્પૂન હળદર,
 • ○૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો,
 • ○મીઠું સ્વાદ પ્રમાણે,
 • ○૩ થી ૪ ટે.સ્પૂન સરસીયુ ( mustad oil),
 • ○બારીક ચોપ કરેલી કોથમીર.

રીત : –

સૌથી પહેલા રીંગણાં ને ધોઈ છાલ ઉતારી કાપીને કૂકર માં બાફવા મૂકો. કૂકરની ૨ થી ૩ સીટી વગાડવી.
કૂકર ઠંડુ થાય એટલે રીંગણા ને ચારણી માં કાઢી લો.એક કડાઈમાં તેલ ગરમ કરો .તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, આંદુ સાતળો .પછી તેમાં ડુંગળી , કેપ્સિકમ નાખી ૫ થી ૬ મિનીટ સાતળો.હવે તેમાં ટામેટાં નાખી તેલ છૂટે અને એક રસ થાય ત્યાં સુધી સાતળો.
સતળાય જાય એટલે તેમાં બધા કોરા મસાલા નાખી થોડીવાર સાતળો.ત્યારબાદ રીંગણાં ને હાથથી સ્મેસ કરીને નાખો થોડું પાણી નાખી મિક્સ શાક એકરસ થાય એટલે તેમાં કોથમીર નાખો.

તો તૈયાર છે બેગન ભરતા જેની સાથે તમે રોટલી, ભાખરી જે ભાવે તે સવૅ કરી શકો છો.

તો આજે જ બનાવશો ને આ ભરતુ .બનાવજો અને તમારો opinion મારી સાથે શેર કરજો.

નોધં :-

○ આમાં ઓળાનુ રીંગણ ન હોય તો પણ ચાલે. થોડી નાની સાઈઝના રીંગણ લઈ શકાય.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે.

ટીપ્પણી