વાળ અને ત્વચા બન્ને માટે બેસ્ટ છે વિટામીન ઇની કેપ્સુલ, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

વાળ અને ચહેરાની સુંદરતા માટે જરૂરી વિટામિન ઈ વિશે જાણીએ અને સુંદરતાને બરકરાર રાખીએ.

image source

વાળ અને ચહેરાની સુંદરતાને જાળવી રાખવા માટે લોકો જાતજાતના પ્રયત્નો કરતા હોય છે.

બજારમાંથી સૌંદર્ય પ્રસાધનો લાવીને વાપરતા હોય છે. ઘરેલુ નુસખાઓ અજમાવતા હોય છે.

ડોક્ટરની સલાહ પણ લેતા હોય છે પણ ચહેરા અને વાળની સુંદરતા માટે મુખ્ય જરૂરી તત્વ વિટામીન-ઈ વિશે લોકો અજાણ છે.વિટામિન ઈ ની મહત્તા સમજાવી જરૂરી છે

image source

કારણ તમામ બાહ્ય પ્રયત્નો ત્યાં લગી અધુરા રહે છે જ્યાં લગી આંતરિક રીતે ત્વચાને અને વાળને પોષણ પ્રાપ્ત ન થાય.

ત્વચા અને વાળને આંતરિક રીતે પોષણ આપતું મહત્વનું ઘટક તત્વ છે વિટામિન ઈ.

વિટામિન ઇની કેપ્સ્યુલ લગભગ દરેક મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હોય છે. વિટામિન ઈ વાળ અને ત્વચાને ચમક પૂરી પાડે છે,ત્વચાને સ્વસ્થ અને આરોગ્યપ્રદ બનાવે છે.

વિટામિન ઈ ના ઉપયોગ જાણીએ.

image source

બે મોટા ચમચા દહીંમાં વિટામિન ઈ ની કેપ્સુલ મિક્સ કરી વાળની ત્વચા થી શરૂ કરીને વાળના છેડા સુધી લગાવવું.

થોડીવાર રાખીને વાળ ધોઈ નાંખવાથી વાળ એકદમ સિલ્કી અને ચમકદાર બને છે અને વાળ મજબૂત પણ બને છે કારણ કે વિટામિન ઈ કેપ્સુલ વાળના મૂળને પોષણ પૂરું પાડે છે.

દહીં ની જગ્યાએ કોપરેલમાં પણ વિટામિન ઈ કેપ્સુલ મિક્ષ કરીને માથામાં લગાવી શકાય છે. રાત્રે માથામાં વિટામિન ઈ યુક્ત કોપરેલ લગાવી હળવા હાથે મસાજ કરી બીજે દિવસે સવારે વાળમાં શેમ્પૂ કરવાથી વાળને યોગ્ય માત્રામાં પોષણ મળે છે જે વધુ ફાયદાકારક રહે છે.

image source

માત્ર વાળમાં જ નહીં પરંતુ વિટામિન ઈ ત્વચા પર પણ નિખાર લાવવામાં ઉપયોગી છે.રાતે સુતા પહેલા વિટામિન ઈ ઓઇલના ત્રણ થી પાંચ ટીપાં એલોવેરા જેલમાં મિક્સ કરી હળવા હાથે ચહેરા પર મસાજ કરવું.

સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવો. થોડા સમય સુધી રોજ રાત્રે આ પ્રયોગ કરવાથી ત્વચામાં નિખાર આવે છે. ત્વચા મુલાયમ અને ચમકીલી બને છે. ત્વચાને પોષણ મળવાથી ચહેરાના ડાઘ અને એકને પણ કેટલાક અંશે દૂર થાય છે.

વિટામિન ઈ સાથે બદામનું તેલ મિક્સ કરી આંખની નીચેના ભાગમાં હળવો મસાજ કરવાથી આંખ નીચે સર્જાયેલા ડાર્ક સર્કલ્સ પણ દૂર થાય છે.

image source

રોજ રાત્રે બદામના તેલમાં વિટામિન ઈના બેથી ત્રણ ટીપાં મિક્સ કરી આંખના નીચેના ભાગે હળવા હાથે મસાજ કરવો તેનાથી ઉંઘ પણ સારી આવશે અને ધીમે ધીમે આંખ નીચે થયેલા કુંડાળા પણ દૂર થશે.

શિયાળામાં તો વિટામિન ઈ કેપ્સુલ બેહદ ઉપયોગી છે શિયાળામાં મોટેભાગે પગમાં વાઢિયા પડવા ની સમસ્યા સર્જાય છે ત્યારે એક ચમચી પેટ્રોલિયમ જેલી માં વિટામિન ઈ કેપ્સુલ મિક્સ કરી અને રાત્રે વાઢીયા ઉપર લગાવી મોજા પહેરી લેવા.

નિયમિત પણે વિટામિન ઈ અને પેટ્રોલિયમ જેલી વાઢિયા પર લગાવવાથી ધીરે ધીરે વાઢીયા દૂર થશે .વાઢીયાથી થતી પીડા પણ ઓછી થાય છે. અને પગ ફરી પાછા સુવાળા થઇ જશે.

image source

વિટામિન ઈ ઓઈલ એક ચમચી મધમાં મેળવીને હોઠ ઉપર લગાવો.બે અઠવાડિયા સુધી સતત આ પ્રયોગ કરવાથી ફાટેલા હોઠ ફરી પાછા સુંવાળા અને મુલાયમ બને છે .અને હોઠ પર ગુલાબી નિખાર આવે છે.

આ તો થઈ બાહ્ય રીતના ઉપચાર ની વાતો પરંતુ વિટામિન ઈ કેપ્સુલ પણ લેવામાં આવે તો તે ફાયદાકારક છે.

વિટામીન ઈની ઊણપથી આંખોની રેટિના નબળી પડી શકે છે તેને કારણે અંધારામાં દ્રષ્ટિદોષ પણ સર્જાઇ શકે છે.

image source

વિટામિન ઈ કેપ્સુલ નિયમિતપણે લેવાથી આંખો ને ફાયદો થાય છે ઉપરાંત સ્નાયુઓમાં પડતી મુશ્કેલી પણ દૂર થાય છે સ્નાયુના દુખાવા અને સ્નાયુઓનું જકડાઈ જવું તથા સ્નાયુઓ નબળા પડવા જેવી સમસ્યામાં પણ વિટામિન ઈ મદદરૂપ છે.

વિટામિનની ઊણપથી રક્ત પરિભ્રમણ માં અને રક્તના નિર્માણમાં પણ મુશ્કેલી સર્જાઇ શકે છે જેને કારણે પણ ચામડી ફિક્કી પાડવાની તથા વાળ ખરવાની સમસ્યાઓ સર્જાય છે. વિટામિન ઈનું સપ્લીમેન્ટ લેવાથી આ સમસ્યામાં પણ રાહત મળે છે.

image source

વિટામિન ઇના અભાવને કારણે નર્વસ સિસ્ટમમાં પણ વિક્ષેપ ઊભો થઈ શકે છે ઉપરાંત તણાવ પણ અનુભવી શકાય છે. વિટામિન ઈ સપ્લિમેન્ટ તરીકે લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

વિટામિન ઇની ટેબલેટ લેવાથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે. એક મહિના સુધી નિયમિત પણે વિટામિન ઈ કેપ્સુલ લેવાથી ત્વચાની સમસ્યામાં પણ ઘટાડો થશે.

ત્વચાને આંતરિક પોષણ મળવાથી ત્વચા વધુ ચમકદાર અને હાઈડ્રેટ રહેશે.

image source

જોકે વિટામિન ઈ કેપ્સુલ લેતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ પણ લેવી જરૂરી છે.

ત્વચા તંદુરસ્ત રાખવા માટે વિટામિન-એ યુક્ત આહાર ની પસંદગી કરવી જરૂરી છે.

image source

લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળ તેમજ ડ્રાય ફ્રુટ માંથી વિટામિન ઈ ઉપલબ્ધ છે. સનફ્લાવર સીડ્સ ,બદામ ,peanuts ,hazelnuts, ઘઉંના ફાડા ,કેરી ,એવાકાડો ,પપૈયું ,બ્રોકોલી ,પાલખ, peanut oil ,,ઓલિવ ઓઈલ ,સનફ્લાવર ઓઇલ વિટામિન ઇના ઉત્તમ સ્ત્રોત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ