આપણે સૌ જાણીએ છીએ કે આપણા રસોડામાંથી જ આપણને ઘણી બધી વસ્તુઓ એવી મળી રહેતી હોય છે જે વિપુલ માત્રામાં ઔષધીય ગુણ તત્વો ધરાવે છે,અને શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવામાં પણ મદદરૂપ છે. રોજબરોજના ઉપયોગમાં આવતા ઘણા ખાધ્ય પદાર્થ વિવિધ પ્રકારના રોગને જડમૂળથી નાબૂદ કરવામાં ઉપયોગી બને છે.

ઘણી વખત આપણે દાદીમાના નુસખા તરીકે જાણીતા ઘરગથ્થુ ઉપાયો અજમાવીને ઘણી મોટી મોટી સમસ્યાઓમાંથી પણ રાહત મેળવી શકીએ છીએ. એવી સમસ્યાઓ કે જેને નાથવામાં મેડિકલ સાયન્સ પણ ઘણી વાર નિષ્ફળ સાબિત થયું હોય એવા રોગને મૂળથી દૂર કરવામાં રોજબરોજના ઉપયોગમાં વાપરવામાં આવતા મરી-મસાલા કામ લાગે છે. એ કમનસીબી હોય છે કે આપણે રોજ વપરાશમાં આવતા ખાદ્ય પદાર્થોમાં રહેલા ગુણધર્મોથી આપણે અજ્ઞાન હોઈએ છીએ.

તો ચાલો આજે આપણે જાણકારીમાં વધારો કરીએ અને જાણીએ કે રસોડામાં રોજના વપરાશમાં આવતા હળદર, મરી અને ઘી શરીર માટે કેટલાં ગુણકારક છે. આ ત્રણે ખાદ્ય પદાર્થ સ્વતંત્ર રીતે પણ એટલાં જ ફાયદાકારક છે અને તેનું મિશ્રણ પણ પાચન સંબંધી સમસ્યાઓ ,ચામડીના વિકાર ,લોહી શુદ્ધ કરવામાં અને શરીરને બળ પૂરું પાડવા માં ઉપયોગી રહે છે.

કહેવાય છે કે કોઈ પણ રોગનું મૂળ ના પેટમાં રહેલું છે. નબળી પાચન ક્રિયાને કારણે શરીરને ઘણી બધી આરોગ્યલક્ષી સમસ્યાનો સામનો કરવો પડે છે. અનિયમિત પાચન પદ્ધતિને કારણે પેટ થી માંડીને આંતરડામાં અશુદ્ધિ વ્યાપે છે. એટલું જ નહીં આ અશુદ્ધ ઝેરી તત્વો લોહીમાં ભળવાથી લોહીમાં રહેલા શ્વેતકણ પર પણ તેની અસર પડે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો પણ થાય છે.

અપચાની તકલીફ માં હળદર, ઘી અને મરી પાવડર નું મિશ્રણ ખોરાકને પચાવવામાં મદદરૂપ બને છે . પાચનક્ષમતામાં વધારો કરે છે. હળદરમાં રહેલું એન્ટિ-ઇન્ફ્લેમેટરી તથા એન્ટીબેક્ટેરિયલ તત્વ ,ઘીમાં રહેલું સ્વસ્થ ફેટી એસિડ તેમજ મરી માં રહેલા ડિટોક્સીફિકેશન ના ગુણ શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરી પેટના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને પાચન શક્તિમાં પણ વધારો કરે છે. હળદર લોહીનો વિકાર શુદ્ધ કરે છે.

શરીરમાં આવતા સોજાની સમસ્યા માં પણ હળદર, મરી અને ઘી નું મિશ્રણ મદદરૂપ બને છે. ઘણી વખત શરીરમાં દેખાતો સોજો બહુ ધ્યાનમાં લેવામાં આવતો નથી પણ આ સુજનની ઉપેક્ષા કરવામાં આવે તો તે ઘાતક પુરવાર થઈ શકે છે. શરીરમાં આવતો સોજો ડાયાબિટીસ ,લીવર કિડની ની સમસ્યા, હ્રદય રોગ ,કેન્સર, હાડકાં ની સમસ્યા ,સાંધામાં દુખાવો જેવા રોગોની છડી પોકારતો હોય છે. શરીરના કોઈપણ ભાગમાં સોજા ચડે તો ઘી હળદર અને મરી પાવડર ને મિક્સ કરી તેનું ચાટણ બનાવીને લેવાથી સોજામાં રાહત થાય છે.

હ્રદયને સ્વસ્થ રાખે છે. આયુર્વેદમાં ઘીને હૃદયને બળ પૂરો પાડનાર આહાર ગણવામાં આવે છે. હળદર લોહીને શુદ્ધ કરે છે અને મરી લોહીના પરિભ્રમણને નિયંત્રિત કરે છે. આ ત્રણેય ખાદ્ય પદાર્થોનું સંયોજન શરીરના એનજયોજેનેસિસ માં વધારો કરે છે. શરીરમાં નવી રક્તવાહિનીઓ એનજયોજેનેસિસ સિસ્ટમને કારણે ઉત્પન્ન થાય છે. જે બ્લડ સર્ક્યુલેશનમાંં વધારો કરીી શરીરને સ્વસ્થથ રાખવામાં મદદરૂપ છે.

વિચારો? આપણને કલ્પના પણ હતી કે રોજબરોજના વપરાશમાં આવતી આ સામાન્ય ચીજો મરી પાઉડર ,હળદર ,અને ઘીનું મિશ્રણ આપણને શારીરિક આટલો બધો ફાયદો કરાવે છે કે જે નાનામાં નાની બીમારીથી માંડી ને હૃદયરોગ જેવી મોટામાં મોટી બિમારી સામે પણ શરીરનું રક્ષણ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ