આ બધી તકલીફોને દૂર કરવા આજથી જ વાપરો તલનુ તેલ

શિયાળામાં તલના તેલનો ઉપયોગ મહિલાઓને વિવિધ તકલીફોતી બચાવે છે

image source

શિયાળામાં તલનું તેલ મહિલાઓનું અનેક પ્રકારે કરે છે રક્ષણ

તલનું તેલ શરીરને અનેક રીતે લાભ પહોંચાડે છે. તે પછી વાળનો ગ્રોથ વધારવો હોય, હાડકા મજબૂત બનાવવા હોય, કે પછી તેને પગના તળિયે ઘસીને શરીરને આરામ આપવો હોય.

શિયાળો આવતાં જ બજારમાં તલની ચીક્કી, લાડુડી અને કચરીયું મળવા લાગે છે. શા માટે ? કારણ કે શિયાળામાં તલ માનવ શરીરને અઢળક લાભ પહોંચાડે છે.

image source

પણ આ જ તલનું તેલ શિયાળામાં ખાસ કરીને મહિલાઓને ઘણું બધું સ્વાસ્થ્ય રક્ષણ પુરુ પાડે છે. તમને જણાવીદઈએ કે તલનું તેલ વિવિધ પોષકતત્ત્વોની ખાણ છે.

તેમાં વિટામીન ઈ, બી કોમ્પ્લેક્સ, ખનીજ જેવા કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ તેમજ પ્રોટિન પણ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત્ય છે. તે તમારા વાળને મજબુત બનાવે છે તો તમારી ત્વચાને પણ સ્નિગ્ધ અને ચમકીલી બનાવે છે.

image source

તલના તેલમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ સારા પ્રમાણમાં હોય છે. અને તેના કારણે ખાસ કરીને શિયાળામાં જે વાયરલ ઇન્ફેક્શન કે પછી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતાં હોય છે તેનાથી મહિલા પોતાને બચાવી શકે છે.

આ સિવાય શિયાળાની કડકડતી ઠંડીમાં તલના તેલનું મસાજ અને તેનુ સેવન તમને ગરમાવો પણ આપે છે.

તો ચાલો જાણીએ મહિલાઓને તલના તેલથી શું ફાયદો થાય છે?

image source

દાંતને મજબૂત બનાવે છે

જો તમે તલને તે પછી કાળા હોય કે ધોળા હોય તેને સવારે બ્રશ કરતાં પહેલાં એક ચમચી ચાવી જશો તો તમારા દાંત મજબૂત થશે. તેનાથી તમારા શરીરને અને તમારા દાંતને પુરતું કેલ્શિયમ મળી રહેશે.

image source

તેની સાથે સાથે તમારા મોઢામાં જો ચાંદા પડ્યા હોય તો તલના તેલમાં ફરાળી મીઠુ ઉમેરી ચાંદા પર લગાવવાથી તે દૂર થાય છે.

હાડકા મજબૂત બને છે

શિયાળામાં એમ પણ શરીરને મોઇશ્ચરાઇઝરની જરૂર પડે છો જો તમે તમારા હાથ પગ અને શરીરને મોઇશ્ચરાઇઝ કરવા માટે મોંઘેરી ક્રીમ પુરી પાડતા હોવ તો તેની જગ્યાએ તમારે તલના તેલનું માલિશ કરવું જોઈએ.

image source

તે મોઇશ્ચર પણ પુરુ પાડશે અને તેના માલિશથી હાડકા પણ મજબૂત બનાવશે.
અને જો તમારી સાથે સાથે નવજાત બાળકને પણ તલના તેલનું માલિશ કરવામાં આવે તો તેમના હાડકા પણ બાળપણથી જ મજબૂત બને છે.

આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ તેમજ સેલેનિયમ અને ઝિંક હોવાથીતે તમારા તેમજ બાળકના મસલ્સને પણ એક્ટિવ બનાવે છે.

શિયાળામાં ફાટતી એડીઓની સમસ્યા દૂર કરે છે

image source

ફાટેલી એડીની સમસ્યાને દૂર કરવા માટે તમારે એક ચમચી તલનુ તેલ લેવું તેને હુંફાળુ ગરમ કરવું ત્યાર બાદ તેમાં ફરાળી મીઠુ અને થોડું મીણ ઉમેરવું. અને આ મિશ્રણને તમારી ફાટેલી એડીઓ પર લગાવો. ધીમે ધીમે ફાટેલી એડીઓ ઠીક થવા લાગશે.

સ્ટ્રેસ દૂર રાખે છે

image source

જો તમને સતત માનસિક તાણ રહ્યા કરતી હોય તો તમારે તલના તેનું માલિશ કરવું જોઈએ. તેમા રહેલા વિટામીન્સ તેમજ ખનીજતત્ત્વો તમારી તાણ દૂર કરવામાં મદદ કરશે.

સૂડોળ બ્રેસ્ટ

image source

જો તલના તેલથી મહિલાઓ બ્રેસ્ટ પર નીચેથી ઉપરની તરફ માલિશ કરે છે તો તેમની બ્રેસ્ટ સૂડોળ બને છે. તેમાં રહેલા વિટામીન એ અને ઈ હોવાથી તે બ્રેસ્ટને તણાયેલી રાખે છે.

વાળને ઉત્તમ પોષણ પુરુ પાડે છે

image source

વાળને કાળા, ઘેરા અને લાંબા બનાવવા માટે તલનું તેલ ઉત્તમ છે. તેના માટે તમારે માથામાં જેટલું તેલ નાખતા હોવ તેટલું તલનું તેલ લેવું અને તેને હળવું ગરમ કરી લેવું.

હવે તેનાથી જ હળવા હાથે વાળમાં માલિશ કરવું. તેલથી માલિશ કર્યા બાદ તેને તેમ જ એક-ડોઢ કલાક રહેવા દેવું. અને ત્યાર બાદ વાળ નોર્મલ પાણીથી ધોઈ લેવા.

image source

જો તમારા વાળ અવારનવાર ટુટી જતાં હોય એટલે કે તે મજબૂત ન હોય તો તલના તેલનું માલિશ તમારા વાળને મજબૂત બનાવશે.

મોઇશ્ચરાઇઝર તરીકે કરો ઉપયોગ

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે તમે તલના તેલનો ઉપયોગ શિયાળા દરમિયાન ત્વચા જો રુક્ષ થઈ જતી હોય તો મોઇશ્ચર આપવા માટે પણ કરી શકો છો. તેનાથી ત્વચાને જરૂરી પોષણ પણ મળી રહેશે. તેમાં રહેલા વિટામીન બી અને વિટામિન ઈ ત્વચા માટે લાભપ્રદ છે.

ડાયાબીટીસ, હૃદય રોગ અને કેન્સરથી રક્ષણ આપે છે

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તલના તેલથી ડાયાબીટીઝની સારવાર થઈ શકે છે. તે ડાયાબીટીસના પેશન્ટ માટે બનાવવામાં આવતા ખોરાકમાં વાપરી શકાય છે. તે લોહીમાં શર્કરાના પ્રમાણને ઓછું કરે છે.

image source

સાથે સાથે તેમાં એન્ટિઓક્સીડન્ટ્સ હોવાથી તે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બન્ને બ્લડ પ્રેશરને ઘટાડે છે. આ ઉપરાંત તે શરીરમાં કેન્સરના સેલ્સના વિકાસની ઝડપને ઘટાડવામાં મદદરૂપ રહે છે.

ઘા રુઝાવામાં મદદ કરે છે

image source

શરીરમાં જો ક્યાંય વાગ્યું હોય અને તેનો ઘા પડ્યો હોય તો તલને વાટીને તેમાં ઘી તેમજ કપૂરનો પાઉડર મિક્સ કરીને તે ઘા પર લગાવવાથી રાહત મળે છે અને ઘા જલદી જ રુઝાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ