નીલગીરીનું તેલ – આટલા બધા ફાયદા વાંચીને તમે પણ હવે ઘરમાં રાખજો આ તેલ…

એવા ઘણા એસેન્શિયલ ઓઈલ છે જે આપણી ત્વચા તેમજ વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આવુ જ એક નીલગિરીનું તેલ છે જે અનેક પ્રોબ્લેમને દૂર કરવામાં મહત્વતા ધરાવે છે. નીલગિરી તેલ તેના છોડના પાંદડાઓના નિસ્યંદન દ્વારા કાઢવામાં આવે છે. તેની ગંધ મીઠી અને કપૂર છે. તો જાણી લો તમે પણ આજે નીલગિરી તેલથી થતા અનેક લાભો વિશે…

ત્વચા માટે

આજકાલ દિન પ્રતિદિન જે રીતે પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે તેની ક્યાંકને ક્યાંક અસર આપણી સ્કિન તેમજ હેલ્થ પર જોવા મળે છે. જો કે પ્રદુષણની સૌથી વધારે અસર સ્કિન પરથાય છે. આમ આ સ્કિન સંબંધી કોઇ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવવા નીલગિરીનુ તેલ બેસ્ટ છે. નીલગિરીના તેલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણો હોય છે જે ત્વચાના દરેક સંક્રમણને દૂર કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનુ તેલ ત્વચાને મુલાયમ તેમજ ડાઘરહિત બનાવવાનુ કામ કરે છે.

આ સાથે જો તમને ત્વચા પર કોઇ પ્રકારની બળતરા થાય છે તો નીલગિરીનુ તેલ કારગર સાબિત થાય છે. આમ, જો તમને ફેસિયલ, બ્લીચ કે પછી બીજી કોઇ પણ પ્રકારની બ્યૂટી ટ્રિટમેન્ટ બાદ તેનુ રિએક્શન આવે અને બળતરા થવા લાગે તો તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. શરીરના જે ભાગમાં બળતરા થાય તે જગ્યા પર નીલગિરીનુ તેલ લગાવો અને તેને થોડીવાર રહેવા દો. આમ,કરવાથી બળતરા ઓછી થઇ જશે અને ઠંડક થશે. નીલગિરીનુ તેલ માંસપેશિઓનુ દર્દ દૂર કરવાની સાથે-સાથે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષા પ્રદાન કરવાનુ કાર્ય કરે છે.

એરોમાથેરાપી માટે
આજકાલની આ વ્યસ્ત લાઇફમાં અનેક લોકોને પૂરતો આરામ મળી શકતો નથી. શરીરને આરામ ના મળવાને કારણે તણાવ તેમજ શરીરમાં બેચેની થવા લાગે છે અને વિકનેસ આવી જાય છે ત્યારે તમે તમારા મુડને ઠીક કરવા માટે અને શરીરનો થાક તેમજ સ્ટ્રેસ લેવલ ઓછુ કરવા નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે નીલગિરીના તેલથી 20થી 25 મિનિટ માલિશ કરવાની રહેશે. આમ, જ્યારે તમે નીલગિરીના તેલથી માલિશ કરી લેશો પછી તમે એકદમ ફ્રેશ થઇ જશો અને થાક પણ ઉતરી જશે. નીલગિરીના તેલની સુંગધ તાજગી પ્રદાન કરવાનુ કામ કરે છે.

વાળ માટે નીલગિરના તેલનો વાળમાં ઉપયોગ કરતી વખતે સૌ પ્રથમ નીલગિરીનુ તેલ લો અને તેમાં 2-3 ટીપાં કેસ્ટર ઓઇલ તેમજ જૈતુનના તેલના ઉમેરો અને મિક્સ કરો. ત્યારબાદ આ તેલથી વાળમાં 15 મિનિટ સુધી મસાજ કરો. આમ, જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં 3 વાર કરશો તો તમારા વાળમાં અનેક રીતે તમે ફરક જોઇ શકશો.
તમને જણાવી દઇએ કે, નીલગિરીના તેલમાં એન્ટીફંગલ ગુણો હોય છે જે સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવાનુ કામ કરે છે. આ સાથે નીલગિરીનુ તેલ માથાના રોમછિદ્રો ખોલી દે છે અને વાળને પોષણ આપવાનુ કામ કરે છે. નીલગિરીના તેલથી વાળ કાળા થાય છે અને સાથે ખરતા પણ બંધ થઇ જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, તમે લાઇક કર્યું કે નહિ..

ટીપ્પણી