શિયાળામાં મૂળા ખાવાથી થાય છે અનેક બીમારીઓ દૂર, જાણો તમે પણ

સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે મૂળા, નહીં જાણ્યું હોય તેનાથી થતા આ લાભ વિશે

image source

શિયાળામાં મૂળા સહિતના લીલા શાકભાજી અને સલાડ ભરપૂર પ્રમાણમાં બજારમાં જોવા મળે છે. મૂળા એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે.

મૂળાનું સલાડ, પરોઠા કે ચટણી જેવી વસ્તુઓ બનતી હોય છે. સ્વાદિષ્ટ એવા મૂળા ખાવાથી સ્વાસ્થ્યને લાભ પણ થાય છે.

image source

મૂળામાં ક્લેટીન, ફોસ્ફોરસ, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન એ, બી અને સી પણ હોય છે. મૂળા દેખાય છે સામાન્ય પણ તેમાં ઔષધીય ગુણ હોય છે.

જો રોજ મૂળા ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ, બીપી, પેટની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત મૂળા ખાવાથી કેવા કેવા લાભ થાય છે ચાલો જાણીએ.

મૂળામાં રહેલા પૌષ્ટિક તત્વ

image source

10 ગ્રામ મૂળામાં 0.1 ગ્રામ ફેટ, 4.1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1.6 ગ્રામ ડાઈટ્રી ફાયબર, 2.5 ગ્રામ શુગર, 0.6 ગ્રામ પ્રોટીન, 36 ટકા વિટામિન સી, 2 ટકા કેલ્શિયમ, 2 ટકા આયરન, 4 ટકા મેગ્નેશિયમ હોય છે. મૂળામાં આ તમામ પોષક તત્વો હોય છે જે આપણા શરીરને અનેક બીમારીથી દૂર રાખી અને લાભ કરે છે.

પાચનતંત્ર સુધારે છે મૂળા

image source

પેટ માટે મૂળા લાભકારી હોય છે. મૂળા એક પાચકની જેમ કામ કરે છે. પેટની કેટલીક બીમારીઓમાં મૂળાનો રસ પીવાથી લાભ થાય છે. પેટ ભારે રહેતું હોય તો મૂળાના રસમાં થોડું નમક ઉમેરી પી જવાથી આરામ થાય છે.

તાજા મૂળા ખાવાથી પાચન શક્તિ સુધરે છે. આ ઉપરાંત મૂળા પિત્ત ઉત્પાદનને વધારવા માટે ઓળખાય છે. પિત્ત પાચનના સૌથી મહત્વના ભાગમાંથી એક છે.

image source

તેનાથી પાચનક્રિયા સારી રહે છે. પેટની કોઈપણ તકલીફ હોય મૂળાના રસમાં આદુનો રસ અને થોડા ટીપા લીંબૂના ઉમેરી પાવામાં આવે તો સમસ્યા દૂર થાય છે અને ભૂખ પણ લાગે છે.

બોડી કરે છે ડિટોક્સ

image source

મૂળા કિડની હેલ્થ માટે ખૂબ સારા ગણાય છે. કારણ કે તેને ખાવાથી બોડી સરળતાથી ડિટોક્સ થઈ જાય છે. તેમાં ડાઈયૂરેટિક ગુણ હોય છે. તેને નેચરલ ક્લિંઝર કહેવામાં આવે છે. આ ઉપરાંત મૂળામાં ફાયબર વધારે હોય છે જે કબજિયાતનો રામબાણ ઈલાજ છે. તે આંતરડાને પણ હેલ્ધી રાખે છે.

મૂળાથી બીપી રહેશે કંટ્રોલમાં

image source

મૂળામાં એંટી હાઈપરટેંસિવ ગુણ હોય છે જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત મૂળામાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ પણ હોય છે. જે બોડીમાં સોડિયમ અને પોટેશિયમના અનુપાતને બેલેન્સ કરવામાં મદદ કરે છે અને તેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે.

લિવર માટે લાભકારી

image source

મૂળા ખાવાથી લિવરની ક્રિયા સુધરે છે. લિવરની સમસ્યા હોય તો નિયમિત રીતે ભોજનમાં મૂળાનું સેવન કરવું જોઈએ. જો કમળો થયો હોય તો તાજા મૂળાનો રસ અથવા મૂળાનું સેવન કરવું જોઈએ. નિયમિત રીતે 1 મૂળો સવારે ખાવાથી થોડા જ દિવસોમાં કમળો મટી જાય છે.

પાઈલ્સની પીડા કરે દૂર

image source

પાઈલ્સની પીડા સહન કરતાં લોકોએ પણ મૂળાનું સેવન શરૂ કરી દેવું જોઈએ. મૂળો ખાવાથી અથવા તેને રસ પીવાથી પાઈલ્સનો દુખાવો દૂર થાય છે. મૂળામાં વધારે પ્રમાણમાં ઘુલનશીલ ફાઈબર હોય છે જે મળને મુલાયમ કરી અને ડાયજેશનને સુધારે છે. આ ઉપરાંત મૂળા શરીરને ઠંડક આપે છે તેથી બળતરા પણ ઓછી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ