મિત્રો આ ગુલાબી ઠંડીમાં તાપમાં બેસવાની કેવી મજા આવે, જાણો સવારના તાપના ફાયદા…

મોસમ બદલવાની સાથે ક્યાંક તમે મૂડી તો નથી થઈ જતા ને. એટલે કે વાત વાત પર ગુસ્સે થઈ જવું, અચાનક ઉદાસ થઈ જવુ, ચીડાઈ જવું વગેરે તમારા સ્વભાવમાં આવી જાય છે. તો જાણી લો કે, સીઝનલ વાતાવરણને કારણે આ લક્ષણો આવી શકે છે. શરદીની મોસમમાં સૂર્યની રોશની ઓછી થવા પર સૈડ એટલે કે સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરની સમસ્યા થઈ શકે છે. આવામાં તમારે તડકો લેવાની ખાસ જરૂર છે.

મગજ પર ખરાબ અસર થવી

સૈડ એક પ્રકારનું ડિપ્રેશન છે, જે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આ દરમિયાન કામમાં મન નથી લાગતું અથવા તો નિરાશાના ભાવ મનમાં પેદા થાય છે. એક્સપર્ટસના અનુસાર, શિયાળામાં દિવસ નાનો અને રાત લાંબી હોવાને કારણે આપણી પ્રવૃત્તિઓ, બોડી ક્લોક તેમજ સ્વાસ્થ્ય પર અસર પડે છે. પુરુષોની તુલનામાં મહિલાઓને આ સમસ્યા વધુ થાય છે. સાથે જ જેમને અન્ય પ્રકારની તકલીફો કે બાયપોલર ડિપ્રેશન હોય છે, તેમને સૈડની સમસ્યા હોવાની શક્યતાઓ વધુ હોય છે.

આ તકલીફો થાય છે

શિયાળામાં મગજનુ કામ વધી જવાથી મૂડ તેમજ ઊંઘવાની પેટર્નને નિયંત્રિત કરનારું મેલાટોનિન હોર્મોન અસંતુલિત થઈ જાય છે. જે આ તકલીફનું મુખ્ય કારણ છે. તે સેરોટોનિન ન્યૂરોટ્રાન્સમીટરનું કામ કરે છે. જે સૂર્યની રોશનીમાં જ સક્રિય થાય છે. પરંતુ ઠંડીમાં સૂર્યની રોશની ઓછી હોવાને કારણે આ કેમિકલ ઓછું સક્રિય થાય છે. જેનાથી લોકોમાં તકલીફો વધવા લાગે છે. તડકામાં સૂર્ય કિરણો લેવાથી મગજનો હાઈપોથૈલેઝમ હિસ્સો ઉત્તેજિત થવાથી ઊંઘ, મૂડ તેમજ આપણી ભાવનાઓ નિયંત્રિત થતી રહે છે.

35થી 40 મિનીટ સુધી ફિઝીકલ એક્ટિવિટી કરવાથી ફીલ ગુડ કેમિકલનો સ્ત્રાવ થાય છે. શિયાળામાં 8થી 11 વાગ્યાના સમયે સૂર્યની કિરણોમાં બેસવાથી વિટામિન ડી મળે છે.

લક્ષણો

વ્યક્તિને કોઈ પણ બાબત કે કામમાં રસ ઓછો થવા લાગે છે. તેમજ શરીરમાં ઉર્જાનું સ્તર ઓછું થવા લાગે છે. દરેક વખતે આળસ, ઊંઘ આવવી તથા ભૂખ ઓછી લાગવી તેના મહત્ત્વના લક્ષણો છે.

ડિપ્રેશનથી આવી રીતે બચો

એક્ટિવ રહેવાથી આપણું શરીર ફીલ ગુડ કેમિકલનું સ્ત્રાવ કરે છે, જે તકલીફોની ભાવનાને ઓછી કરે છે. રોજ 30 મિનીટ વોક તે એ પ્રકારની કોઈ કસરત આ માટે ફાયદાકારક છે. જિમને બદલે હળવી એક્સરસાઈઝ કે યોગ પ્રાણાયામ પણ પૂરતું છે. આ ઉપરાંત જે લોકો પોતાનો આખો દિવસ માત્ર ઘર કે ઓફિસની અંદર વિતાવે છે, તેમણે થોડો સમય તડકામાં બેસવાની જરૂર છે. ખાણીપીણીમાં વિટામિન-સી તેમજ ડી વધારે લેવું. તેનાથી ડિપ્રેશનની ગંભીરતા ઓછી થવા લાગશે. જેટલું વધુ થઈ શકે તેટલું વધારે મિત્રો કે સંબંધીઓની સાથે સમય વિતાવો. કેટલાક મામલામાં મેડિટેશનથી પણ શારીરિક અને માનસિક તાલમેલ બની રહી શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ ઉપયોગી માહિતી દરેક મિત્ર સાથે અને દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી