કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, નહિં દેખાય વધતી ઉંમર

કાચા દૂધને ત્વચા પર લગાવો અને વધતી ઉંમરના લક્ષણો કરો દૂર

image source

તમારા સ્કીનકેર રૂટીનમાં દૂધને સમાવો અને ત્વચાની લગભગ બધી જસમસ્યા દૂર કરી ત્વચાને સ્વસ્થ બનાવો

ખાસ કરીને કાચા દૂધમાં તમારી ત્વચા માટે અગણિત ફાયદા સમાયેલા છે. તે તમારી ત્વચા પરથી મૃત ત્વચાના કોષોને દૂર કરે છે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. તે તમારા ચહેરા પરની કરચલીઓને પણ દૂર કરે છે અને તમારી ત્વચાને ઉજળી પણ બનાવે છે, તેમજ સૂર્યના કીરણોથી જો ત્વચા કાળી પડી ગઈ હોય તો દૂધ તેના માટે અત્યંત અસરકારક છે. તમે તમારા સનબર્નને દૂર કરવા માટે ઠંડા કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.

image source

દૂધમાં કેલ્શિયમ તેમજ પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે, જ્યારે હેલ્ધી ફૂડની વાત કરવામાં આવે ત્યારે દૂધનું નામ યાદીમાં પહેલું આવે છે. પણ તમને જણાવી દઈએ કે દૂધ માત્ર તમારા શરીરને આંતરિક રીતે જ લાભ નથી પહોંચાડતું પણ તે તમારા શરીરના બાહ્ય સૌંદર્યને પણ લાભ પહોંચાડે છે.

જ્યારે દૂધને કાચુ અથવા તો અનપેશ્ચરાઇઝ્ડ સ્થિતિમાં વાપરવામાં આવે અથવા તો તે જો થોડું ફાટી ગયું હોય, એટલે કે તેમાંથી દહીં બની ગયું હોય તો પણ તમારી ત્વચાને વિવિધ રીતે લાભ પહોંચાડે છે.

ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે

image source

ઉંમર વધતા ચહેરા પર પાતળી રેખાઓ તેમજ કરચલીઓ ઉપવસી આવે છે અને સાથેસાથે તમારી ત્વચાપાતળી પણ થવા લાગે છે અને પોતાની ચુસ્તતા પણ ગુમાવવા લાગે છે અને લબડી પડે છે તે પણ સમય પહેલાં. આ બધું ખાસ કરીને ત્યારે સમય પહેલાં થાય છે જ્યારે તમે તમારી ત્વચાની યોગ્ય સંભાળ ન લેતા હોવ, સૂર્ય પ્રકાશમાં વધારે પડતો સમય ખુલ્લા રહેતા હોવ.

પણ દૂધમાં રહેલા ગુણો તમને વધતી ઉંમરના લક્ષણોથી દૂરરાખી શકે છે. દૂધમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ સમાયેલો હોય છે જે એક પ્રકારનો લેક્ટિક એસીડ છે જે તમારી ત્વચાના સ્વાસ્થ્યને વધારી શકે છે. એક અભ્યાસ પ્રમાણે જ્યારે લેક્ટિક એસીડવાળુ દૂધ ત્વચા પર દીવસમાં બે વાર ત્રણ મહિના સુધી વાપરવામાં આવે છે ત્યારે ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે અને તે ત્વચાને સ્મૂધ બનાવે છે, અને ત્વચાની જાડાઈ તેમજ તેની ચુસ્તતા પણ વધારે છે.

image source

પણ તમને જણાવી દઈએ કે દૂધમાં જ્યારે આથો આવે છે ત્યારે એટલે કે દૂધમાંથી જ્યારે દહીં બનવાની પ્રક્રિયા થાય છે ત્યારે તેમાં લેક્ટિક એસીડ બને છે માટે તમારે તમારી ત્વચા પર કાચુ અથવા તો થોડું ફાટી ગયેલું દૂધ લગાવવું જોઈએ.

સૂર્યના કીરણોથી કાળી અને નુકસાનગ્રસ્ત થયેલી ત્વચાને સ્વસ્થ બનાવે છે

image source

જો તમે લાંબો સમય સૂર્યના કીરણોમાં રહેતા હોવ તો તે તમારી ત્વચાને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તે તમારી ત્વચાને પાતળી બનાવે છે તે તેની લવચીકતા ઘટાડી દે છે, અને તેના કારણે તેમાં કરચલીઓ પણ ઉંમર પહેલા પડવા લાગે છે. પણ સંશોધન દર્શાવે છે કે દૂધમાંનો લેક્ટિક એસિડ ત્વચા પરના સન ડેમેજને દૂર કરી શકે છે.

આ ઉપરાંત સંશોધન દર્શાવે છે કે લેક્ટિક એસિડ ટ્રીટમેન્ટ લેવાથી કોલેજનમાં વધારો થાય છે. જે એક પ્રકારનું પ્રોટીન છે જે ત્વચાની મજબુતી તેમજ તેની ચુસ્તતા વધારે છે. તેનાથી સૂર્યથી કાળી થઈ ગયેલી ત્વચા પોતાનો મૂળ રંગ પાછો મેળવી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે આયુર્વેદના સમયથી દૂધનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવવા માટે કરવામાં આવતો હતો. અને ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ઇજીપ્તની સુંદર રાણી ક્લીઓપેટ્રા પણ પોતાના સૌંદર્યને વધારવા દૂધમાં સ્નાન કરતી હતી.

ત્વચાને મોઇશ્ચર પુરુ પાડે છે

શુષ્ક ત્વચા એ મોટા ભાગની મહિલાઓની સામાન્ય સમસ્યા છે. અને ત્વચાને જો પુરતા પ્રમાણમાં ભેજ ન મળે તો તે શુષ્ક થઈ જાય છે અને તેના કારણે તે પોપડાવાળી બની જાય અને રુક્ષ બની જાય છે. દૂધમાં હાજર લેક્ટિક એસીડ ત્વચાને ભરપૂર ભેજ પુરો પાડે છે. તે તમારી ત્વચાના કુદરતી મોઇશ્ચરને સાંચવી રાખે છે.

image source

આ ઉપરાંત દૂધમાં હાજર ચરબી તમારી ત્વચાને કવર કરે છે અને તેના કારણે મોઇશ્ચર ત્વચામાંથી ઉડી નથી જતું. દૂધમાં રહેલું પ્રોટીન તમારી ત્વચાને સ્મૂધ અને સોફ્ટ બનાવે છે અને માટે જ ઘણા બધા મોઇશ્ચરાઇઝરમાં તેને વાપરવામાં આવે છે. ત્વચાને સુંવાળી બનાવવા માટે તમારે રોજ ફૂલ ફેટ મિલ્કનું મસાજ ચહેરા પર કરવું.

કોમળતાથી ત્વચા પરના મૃત કોષો દૂર કરે છે

image source

તમારી ત્વચા પર અવારનવાર મૃત ત્વચાના કોષો આવી જાય છે જે તમારા કોમ્પ્લેક્શનને ઝાંખો પાડે છે અને માટે જ તમારે નિયમિત રીતે તમારી ત્વચાને એક્સફોલીએટ કરવી જોઈએ. અને ત્વચાની સ્વસ્થતા તેમજ સુંદરતા જાળવવાનું આ કામ દૂધમાં રહેલું લેક્ટીક એસીડ ખુબ જ કોમળતાથી કરે છે.

તેના માટે તમારે દૂધને સીધું જ તમારા ચહેરા પર લગાવવાનું છે તેમાં તમે નાહવાનું પાણી પણ ઉમેરી શકો છો. જો તમારી ત્વચા જાડી અને તૈલી હોય તો તમારે અઠવાડિયામાં 3-4 વાર એક્સફોલીએટ કરવું જોઈએ. પણ જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમારે અઠવાડિયામાં એક કે બે વાર એક્સફોલીએટ કરવું જોઈએ.

અનઇવન સ્કીન ટોનને સુધારે છે

image source

ઘણા લોકોની ત્વચા પર એકધારો ટોન નથી હોતો, ક્યાંક સહેજ બ્રાઉન હોય છે તો ક્યાંક વ્હાઇટ હોય છે તો ક્યારેક સુર્યના કારણે અમુક ભાગમાં કાળાશ આવી ગઈ હોય છે. ઘણીવાર કેટલાક પ્રકારના ત્વચાના રોગના કારણે પણ આવું હોય છે. આ સમસ્યા માટે કાચુ અથવા તો ખાટું દૂધ તમારી મદદ કરી શકે છે.

આ ઉપરાંત તમે દૂધ કે પછી દહીં કે પછી છાશ સાથે હળદરને મિક્સ કરીને પણ ત્વચાને ઇવન ટોન બનાવી શકો છો. દૂધ અને હળદરનું કોમ્બીનેશન તમારી ત્વચાના રંગને હળવો બનાવે છે.

દૂધનું નિયમિત સેવન કરવાનું ન ભૂલવું

image source

ત્વચાને બહારથી જે સુંદરતા આપવામાં આવે છે તે કાયમી નથી હોતી માટે જ તમારે તમારી ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવવી જોઈએ. સ્વસ્થ ત્વચા માટે પોષણયુક્ત ખોરાક તેમજ સંતુલીત મેક્રોન્યુટ્રીઅન્ટ્સ જેમ કે કાર્બ્સ, પ્રોટીન્સ તેમજ ફેટની જરૂર પડે છે અને મિનરલ્સ તેમજ વિટામીન્સની પણ જરૂર પડે છે. તે રીતે જોવા જઈએ તો દૂધ એક સંપૂર્ણ પોષણ આપતો ખોરાક છે.

તેમાં અઢળક પોષકતત્ત્વો સમાયેલા છે, તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કોપર, સેલેનિયમ, વિટામીન સી, થિયામીન, રીબોફ્લેવિન, નિયાસીન, પેન્ટોથેનિક એસિડ, વિટામીન બી6, ફોલેટ, વિટામીન એ, વિટામીન બી 12, વિટામીન ઇ, અને વિટામીન ડી સમાયેલા છે.

image source

આમાંના ઘણા બધા પોષકત્તત્વો ત્વચાના સ્વાસ્થ્ય માટે માત્ર લાભપ્રદ જ નથી પણ જરૂરી પણ છે. માટે જ તમારે તમારા ડાયેટમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ. જો કેતે વિષે વિવિધ સંશોધનોનું અલગ અલગ તારણ રહેલું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ