આજે અમે તમને લાફીંગ બુધ્ધા કોણ હતા અને કેમ તેમને ગુડલક માનવામાં આવે છે એ જણાવીશું…

ભારતમાં વાસ્તુ શાસ્ત્રની જેમ આજકાલ ફેંગશૂઈ પ્રચલિત થઈ રહ્યું છે. ફેંગશૂઈ આમ તો ચીનમાં ઉદ્ભવ પામેલું છે પરંતુ ફેંગશૂઈના લાફિંગ બુદ્ધાના કારણે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી તેની લોકપ્રિયતા વધી છે. લાફિંગ બુદ્ધા એકબીજાને ભેટ તરીકે આપવાનું ચલણ પણ જોવા મળે છે. માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધા ઘરમાં ગુડ લક એટલે કે ભાગ્ય લઈને આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ લાફિંગ બુદ્ધા કોણ હતા અને શા માટે તેને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ? ન જાણતાં હોય તો આજે જાણી લો કે કોણ હતા લોકોનું નશીબ ચમકાવી દેતાં આ લાફિંગ બુદ્ધા.

કોણ હતા લાફિંગ બુદ્ધા

મહાત્મા બુદ્ધના અનેક શિષ્ય હતા, તેમાંથી એક હતા જાપાનના હોતેઈ. હોતેઈ બૌધ્ધ બન્યા અને થોડા સમયમાં તેમને આત્મજ્ઞાન થયું. આ આત્મજ્ઞાન થતાંની સાથે જ તેઓ જોર જોરથી હસવા લાગ્યા. ત્યારપછી તેમના જીવનનો એકમાત્ર ઉદેશ હતો લોકોને ખુશ રાખવા. થોડા સમય બાદ તેમને લોકો હસતાં બુદ્ધ એટલે કે લાફિંગ બુદ્ધા તરીકે ઓળખવા લાગ્યા. સમય સાથે તેમના શિષ્યની સંખ્યા પણ વધવા લાગી અને તેઓ દેશ-વિદેશમાં લોકોને જીવનના સુખની અનુભૂતિ કરાવવા ફરવા લાગ્યા.

લાફિંગ બુદ્ધાના ઉપાય

ફેંગશૂઈ અનુસાર જે સ્થાન પર લાફિંગ બુદ્ધા રાખવામાં આવે છે ત્યાં નકારાત્મકતા ટકી શકતી નથી. લાફિંગ બુદ્ધા ઘર, ઓફિસ કોઈપણ સ્થળે રાખી શકાય છે. ખાસ વાત એ છે કે તેની પૂજા કરવાની પણ જરૂર હોતી નથી. લાફિંગ બુદ્ધા ઘરમાં આવે ત્યારે સાથે સુખ-સમૃદ્ધિ લાવે છે. એટલા માટે જ માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધા કોઈ ભેટમાં આપે તો તેનાથી વધારે લાભ થાય છે. ભારતીય શાસ્ત્રમાં જેમ ધનના દેવતા કુબેર છે તેવી રીતે ફેંગશૂઈમાં સમૃદ્ધિના દેવતા લાફિંગ બુદ્ધા છે.

લાફિંગ બુદ્ધાની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પણ તમે બજારમાં મળતી જોઈ હશે. માન્યતા છે કે લાફિંગ બુદ્ધાની અલગ અલગ મૂર્તિઓની અસર અલગ અલગ હોય છે. એટલે કે ઘરમાં જે સમસ્યા હોય તે અનુસાર મૂર્તિની પસંદગી કરવી. તો ચાલો તે પણ જાણી લો ફટાફટ.

– જો ઘરમાં પૈસા ટકતાં ન હોય અથવા આવક કરતાં ધનની જાવક વધારે હોય તો એવા લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવા જેણે પોતાના ખભા પર પોટલી રાખી હોય.
– જો કોઈ કામમાં સફળતા ન મળતી હોય તો બંને હાથમાં કમંડળ પકડ્યા હોય તેવા લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવા.
– જો ઘરમાંથી ક્લેશ અને અશાંતિ દૂર કરવી હોય તો ઉત્તર દિશામાં એવી મૂર્તિ રાખવી જેના બંને હાથ હવામાં ઉપરની તરફ હોય.
– જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો તેણે ધાતુથી બનેલા બુદ્ધાની મૂર્તિ પોતાના કાર્યસ્થળ પર રાખવી જોઈએ.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ રસપ્રદ વાત તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી