ચાલો આજે જાણીએ મીઠા લીમડાંના ગજબના ફાયદા….. પેહલા તમે ક્યારેય નહિ સાંભળ્યા હોય…

મીઠો લીમડો એટલે કરી લિવ્ઝમાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલા છે. આજે આપણે તેના કેટલાક વિશિષ્ટ ગુણોની જાણકારી આપીશું. તેના મુખ્યગુણોમાં ઉચ્ચ રક્તચાપ, એક્ઝિમા, પૌરુષત્વ નબળાઈ વિગેરેની સમસ્યાને દૂર કરવા તેના ઉપયોગની રીત જણાવીશું.

મીઠો લીંમડો હિમાલયના વિસ્તારને છોડીને સમગ્ર ભારતમાં ખુબ જ સરળતાથી ઉગે છે અને લોકો પોતાના ઘરના આંગણામાં પણ તેને રોપે છે. આ એક સદાબહાર ઝાડ છે, માટે તે જંગલોમાં પણ ખુબ જોવા મળે છે. તેનો આપણે કઢી તેમજ દાળના વઘારમાં પણ ભૂલ્યા વગર ઉપયોગ કરીએ છીએ. લોકો પોતાના નાનકડા ઘમાં કુંડામાં પણ વાવે છે. માટે જો તમારા ઘરમાં મીઠો લીંમડો ન વાવ્યો હોય તો વાવી દો.

તેના ગુણોના કારણે તેને શાકભાજીમાં પણ નાખવામાં આવે છે. તેના પાંદડામાંથી વિશિષ્ટ સુગંધ આવતી હોય છે. આ પાંદડાઓમાં એસેંશિયલ ઓઈલ્સ હોય છે જેમાં મુર્યા સાયનિન અને કેરિયોફાયલિન મુખ્ય હોય છે. મીઠાં લીંમડાનું ઝાડ (મુરાયા કોએનિઝ જે તેનું વૈજ્ઞાનિક નામ છે) ઉષ્ણકટિબંધ તેમજ ઉપ-ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. જે મૂળે ભારતનું જ છે. હંમેશા રસાવાળા વ્યંજનોમાં તેના પાંદડાને નાખી તેની સોડમ તેમજ તેના સ્વાદને નિખારવામાં આવે છે. તેના તમિલ નામનો અર્થ થાય છે “તેવા પાંદડાં જેનો ઉપયોગ રસાવાળા વ્યંજનોમાં થાય છે.” આ ઝાડને ભલે મીઠો લીમડો કહેવામાં આવતું હોય પણ તેનો કડવા લીમડા સાથે દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી. હકીકતમાં મીઠો લીમડો, તજ કે તુલસીના પત્તા, જે ભુમધ્ય સાગરમાં મળનારી સુગંધીત વનસ્પતિઓથી પણ અલગ છે.

ચાલો જાણીએ મીઠા લીમડાના ચમત્કારી ગુણો વિષે

રક્તચાપને નિયંત્રણમાં રાખે છેઃ

ઉચ્ચરક્તચાપ ધરાવતી વ્યક્તિ રોજ લિમડાંના 7-8 પાન સવારે ચાવીને ખાય તો તેનો રક્તચાપ સામાન્ય રહે છે.

એન્ટિઓક્સીડેન્ટ

લીંમડાના પાન સાંજના સમયે ચાવવાથી શીરમાં વિશિષ્ટ પ્રકારની સ્ફૂર્તિ તેમજ ઉત્તેજનાનો સંચાર થાય છે. એક રીતે તો આ કૂદરતી એન્ટીઓક્સીડેન્ટની અસર કરે છે.

ઝાડામાં રાહત આપે છે

જો તમને ઝાડાની સમસ્યા થઈ ગઈ હોય તો તમે મીઠાં લીમડાંના પાનને પાણીમાં ઉકાળી પીશો તો તમને તરત જ રાહત થશે.

અતિસારમાં લાભદાયક

અતિસારમાં તેના તાજા લીલા પાન ખુબ જ લાભદાયક રહે છે.

આંખ માટે ફાયદાકારક

નેત્ર જ્યોતિ વધારવા માટે અથવા તો રતાંધળાપણાની સમસ્યા હોય તો રોજ 2 ગ્રામ મીઠા લીંમડાના ચૂરણને લેવાથી આજીવન લાભ રહેશે. તેના માટે તમારે મીઠાં લીમડાંના પાનને છાંયામાં સુકવી તેને પાવડર બનાવવો. આ ચૂરણ જલદી ખરાબ નથી થતું માટે તમે તેને લાંબા સમય સુધી રાખી શકો છો.

શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે

જે વ્યક્તિના વીર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોય છે, તેમને સંતાન પ્રાપ્તિમાં તકલીફ પડે છે. તેવા વ્યક્તિને રોજ સવારે એક ગ્રામ મીઠા લીંમડાની છાલનું ચૂરણ મધ સાથે ચટાડવાથી ફાયદો થાય છે.

પૌરુષ વધારવા માટે

મીઠાં લીમડાંના ઝાડની છાલનું ચૂરણ 1 ગ્રામ અથવા તો તેના મૂળિયાની છાલનું ચૂરણ 1 ગ્રામ દૂધમાં સાકર સાથે ભેળવી પીવડાવવાથી યૌન ઉત્તેજનામાં વૃદ્ધિ થાય છે અને સાથે સાથે શરીર શૌષ્ઠવમાં પણ ફાયદો થાય છે.

એક્ઝિમાં તેમજ ઘા માટે ફાયદાકારક

મીઠાં લીંમડાના પાનના બીજનું તેલ ઉત્તમ જંતુનાશક છે, માટે એક્ઝિમા ઠીક કરવા અથવા ઘાને સુકવવામાં તે ખુબ જ લાભદાયક છે. તેના માટે તેની પેસ્ટ બનાવી ઘા પર લેપ કરવામાં આવે છે.

ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે

મીઠાં લીમડાંના પાનમાં એન્ટી ડાયાબિટીઝ એજન્ટ હોયછે. તે શરીરમાં ઇન્સુલિનની પ્રક્રિયાને અસર કરી બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. સાથે સાથે તેમાં હાજર રેશા પણ ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. તેના માટે ખોરાકમાં મીઠાં લીમડાનું પ્રમાણ વધારવું જોઈએ અથવા રોજ સવારે ત્રણ મહિના સુધી ખાલી પેટે મીઠાં લીમડાંના પાન ચાવવાથી ફાયદો થાય છે. મીઠો લીમડો મેદસ્વિતા પણ દૂર કરે છે અને ડાયાબિટીઝમાં પણ રાહત આપે છે.

નાક તેમજ છાતિમાં ભરેયેલા કફને મીઠો લીમડો દૂર કરે છે

જો તમને સુકો કફ, સાઈનસાઇટિસ કે છાતીમાં કફ જામેલો હોય તો મીઠો લીમડો તમારા માટે ખુબ જ અસરકારક ઉપાય છે. તેમાં વિટામિન સી અને એની સાથે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ એજન્ટ હોય છે, જે જામેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે. કફથી રાહત મેળવવા માટે એક ચમચી મીઠાં લીમડાંના પાવડરને એક ચમચી મધ સાથે ભેળવી પેસ્ટ બનાવવી. આ મિશ્રણને દિવસમાં બે વાર ચાંટવું. લીવરને સ્વસ્થ રાખે છે

જો તમે આલ્કેહોલનું સેવન વધારે કરતા હો કે પછી ફીશ વધારે ખાતા હે તો મીઠાં લીમડાના પાન તમારા લીવરને તેની આડઅસરથી બચાવી શકે છે. મીઠાં લીમડાંના પાન લીવરને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે જે આલ્કોહોલના કારણે લીવર પર પડે છે તેમજ તે નુકસાનકારક તત્ત્વો જેવાં કે માછલીમાં મળી આવૈ છે તેનાથી પણ રક્ષણ પુરું પાડે છે. તેના માટે તમે ઘરે બનાવેલા શુદ્ધ ઘીને ગરમ કરી તેમાં એક કપ મીઠાં લીમડાંનો જ્યૂસ ભેળવો. ત્યાર બાદ થોડી ખાંડ અને મરી પાવડર ભેળવો. હવે આ મિક્સને ધીમા તાપે ઉકાળી હળવું ઠંડુ કરી પી લો.

એનિમિયાના દર્દીઓ માટે લાભદાયક

મીઠાં લીંમડાંના પાનમાં આયર્ન અને ફોલિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. એનિમિયા શરીરમાં માત્ર આયર્નની ઉણપને કારણે જ નથી થતો, પણ જ્યારે આયર્નને અબ્ઝોર્વ કરવા તેમજ તેના ઉપયોગ કરવામાં શક્તિ ઓછી થઈ જાય છે તો તેનાથી પણ એનિમિયા થાય છે. તેના માટે શીરમાં ફોલિક એસિડનો ઘટાડો ન થવો જોઈ કારણ કે ફોલિક એસિડ જ આયર્નને અબ્ઝોર્વ કરવામાં મદદ કરે છે.

જો તમે એનિમિયાથી પિડિત છો તો એક ખજૂરને લીંમડાંના બે પાન સાથે ખાલી પેટે રોજ સવારે ખાઓ. તેનાથી શરીરમાં આયર્નનું સ્તર ઉંચું રહેશે અને એનિમિયા થવાની શક્યતામાં ઘટાડો થશે. હૃદયની બિમારીઓથી પણ મીઠોં લીમડો બચાવે છે સંશોધનો પ્રમાણે, મીઠાં લીંમડાના પાનમાં બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડનારા ગુણ હોય છે, જેનાથી તમે હૃદયની બિમારીથી દૂર રહો છો. તે એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલનું ઓક્સીકરણ થતાં રોકે છે. હકીકતમાં ઓક્સીકૃત કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે જે હાર્ટ ડિસીઝને આમંત્રણ આપે છે. તેના માટે તમે તમારા ખોરાકમાં લીંમડાના ઉપયોગને વધારી શકો છો અથવા તો સીધા પાંદડાં પણ ચાવી શકો છો.

મીઠાં લીંમડાને તમે ખુબ જ સરળતાથી તમારા ઘરના આંગણામાં કે તમારા ફ્લેટના ક્યારા કે કુંડામાં ઉગાડી શકો છો. જેથી કરીને તમે નિયમિત તેનો ઉપયોગ કરી શકો અને તમારી રસોઈમાં પણ તેનો એકધારો ઉપયોગ કરી શકો જેનાથી તમારા વ્યંજનોના સ્વાદ અને સોડમમાં તો વધારો થશે જ પણ સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત બનશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ ખુબ જરૂરી અને ઉપયોગી માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.