પૂજા-પાઠથી લઈ રસોડામાં અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ ઘરમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે…

કપૂર એવો પદાર્થ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પૂજા-પાઠથી લઈ રસોડામાં અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ ઘરમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે કપૂર એક બહુઉપયોગી અને અનેક ગુણ ધરાવતી વસ્તુ છે. કપૂરનો સૌથી વધારે ઉપયોગ ધાર્મિક કાર્યો એટલે કે પૂજા અને હવન આદીમાં કરવામાં આવે છે. ભગવાનની આરતીમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે તે તો તમે જાણતાં જ હશો. કપૂરના મહત્તમ ઉપયોગનું કારણ છે કે કપૂર તન, મનને શાંતિ આપે છે અને સાથે જ તેનાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે. જી હાં કપૂર કોઈપણ વ્યક્તિના બગડેલા કામ સુધારી શકે છે અને સાથે જ ભાગ્યોદય પણ કરાવી શકે છે. આ વાત જાણી આશ્ચર્ય તો જરૂર થશે પરંતુ કહેવાય છે ને કે શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન છે અને નહીં તો ભગવાન એક પથ્થર જ છે. તેમ જો શ્રદ્ધા સાથે કોઈ ઉયાય કરવામાં આવે તો તે સફળ પણ થાય છે અને તેના લાભનો અનુભવ પણ કરી શકાય છે. તો ચાલો આજે જાણો કપૂરના પ્રચલિત ઉપાયો વિશે જેનો ઉલ્લેખ વાસ્તશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર પણ કરાયો છે.

ધન પ્રાપ્તિ અને કપૂર

જો તમારા જીવનમાં ધનની ખામી હોય તો આ ઉપાય તમારા માટે અદ્ભુત સાબિત થઈ શકે છે. તેના માટે રાત્રિના સમયે એક ચાંદીની વાટકી કે કોઈપણ પાત્રમાં કપૂરની એક ગોટી અને 2,3 લવિંગ મુકી તેને ઘરની તિજોરી પાસે રાખી પ્રજ્વલિત કરી દેવું. આ ઉપાય કોઈપણ વારથી શરૂ કરી શકાય છે. આ ઉપરાંત ધન પ્રાપ્તિ માટે વધુ એક ઉપાય પણ પ્રચલિત છે. જે મુજબ શનિવારે કપૂરના તેલને પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરવું, આ ઉપાય વ્યક્તિના ભાગ્યોદય કરાવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાય વ્યક્તિની નકારાત્મકતા પણ દૂર કરી છે.

વાસ્તુદોષ દૂર કરવાનો ઉપાય

ઘરમાં વાસ્તુદોષ હોય તો તેનો રસ્તો પણ કપૂરથી કરી શકાય છે. તેના માટે ઘરના જે ભાગમાં વાસ્તુ દોષ હોય તે સ્થાન પર એક પાત્રમાં કપૂરના થોડા ટુકડા રાખી દેવા. જ્યારે પાત્રમાં રાખેલું કપૂર બાષ્પીભવન થઈ જાય તો તેના બદલે બીજું કપૂર રાખી દેવું. આ ઉપાય કરવાથી વાસ્તુ દોષના કારણે ફેલાતી નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે.

સુખ-શાંતિ અને કપૂર

સુખ-શાંતિભર્યુ જીવન જીવવાની ઈચ્છા કઈ વ્યક્તિની ન હોય ? પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના જીવનમાં શાંતિ હોતી જ નથી. આવા લોકોના ઘરમાં ક્લેશ અને સમસ્યાઓ સતત વધતાં રહેતાં હોય છે. જેના ઘરની આવી સ્થિતી હોય તેણે ઘરમાં સકારાત્મક ઊર્જા વધારવા માટે કપૂરનો ઉપાય કરવો જોઈએ. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે તે માટે સવારે અને સંધ્યા સમયે ઘરમાં ઘીમાં પલાળેલું કપૂર પ્રજ્વલિત કરવું અને આખા ઘરમાં તેને ફેરવવું. આ ઉપાય શરૂ કરવાની સાથે જ શાંતિની અનુભૂતિ થવા લાગશે. પરિવારના સભ્યોના મન પણ શાંત થઈ જશે

લેખન સંકલન : દીપેન પટેલ

એક વાર ટ્રાય કરી જુવો મિત્રો, લાઇક કરો અને શેર કરો.

ટીપ્પણી