ચણાના લોટમાંથી આ રીતે બનાવો ફેસ પેક, અને મેળવો સુંદર ત્વચા

ચણાના લોટનો ફેસપેક તમારી સુંદરતામાં લગાવી દેશે ચારચાંદ, જાણો તેને બનાવવાની રીત અને તેના લાભો વિષે

આપણે આપણા ચહેરાને ચમકતો, મુલાયમ, આકર્ષક બનાવવા માટે બ્યુટીપાર્લરમાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ છે. અને ત્યાં પણ ચહેરાની માવજતના નામે તમારી ત્વચા પર તો કેમિકલનો જ ઉપોયગ કરવામાં આવે છે.

આ સિવાય બજારમાં મળતી ત્વચા મુલાયમ કરતી ક્રીમો, કે પછી લોશનના ઉપયોગના નામે તમારી ત્વચામાં કેમિકલ જ પ્રવેશતા હોય છે જે લાંબા ગાળે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે.

image source

પણ તેની જગ્યાએ ઘરે જ થોડો સમય કાઢીને તમે જાતે જ કુદરતી સામગ્રીથી જ તમારા ચહેરાને નિખારી શકો છો તે પણ કોઈ પણ જાતના કેમિકલ વગર અને પાર્લર તેમજ મોંઘેરી ક્રીમો કરતાં ક્યાંય વધારે સારી ટ્રીટમેન્ટ આપીને.

અને તેના માટે તમારા રસોડામાં મળતું માત્ર એક ઇનગ્રેડીયન્ટ જ પુરતું છે અને તે છે દરેક રસોડામાં ચોવીસે કલાક સાતે દિવસ અને 365 દિવસ ઉપલબ્ધ ચણાનો લોટ.

ચણાનો આ લોટ તમારી ત્વચા તેમજ તમારા વાળ માટે ઉત્તમ રીતે લાભપ્રદ છે. તે તમારી ત્વચાને સ્નિગ્ધ, ચમકીલી અને મુલાયમ બનાવે છે. તો ચાલો જાણીએ ચણાના લોટના ફેસપેકના લાભો વિષે.

image source

ચણાના લોટમાંથી વિવિધ ફેસપેક બનાવી શકાય છે.

ચણાનો લોટ અને હળદરનો ફેસપેક

તેના માટે તમારે એક મોટો ચમચો ચણાનો લોટ એક ચપટી હળદર અને પેસ્ટ બનાવવા માટે ગુલાબજળની જરૂર પડશે. આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરીને એક જાડી પેસ્ટ તૈયાર કરી લેવી.

image source

હવે આ તૈયાર થયેલી ઘટ પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોક પર લગાવી લેવી. હવે જ્યારે આ ફેસપેક સુકાય ત્યારે તેને પાણીથી ધોઈ લેવો. આ ફેસપેકને તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

અહીં ચણાના લોટ સાથે હળદર મેળવવાથી તેના ગુણોમાં વધારો થાયછે. હળદરમાં એન્ટિ-ઇફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપુર હોય છે. જે ત્વચા માટે લાભપ્રદ હોય છે.

ચણાનો લોટ અને ટામેટાનો ફેસપેક

image source

તેના માટે તમારે બે મોટી ચમચી ચણાનો લોટ એક નાનું પાકેલુ ટામેલું જોઈશે. તેના માટે સૌ પ્રથમ તમારે ટામેટાનો પલ્પ તૈયાર કરી લેવો હવે તેમાં ચણાનો લોટ મિક્સ કરી લેવો.

હવે તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી અને તેને ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત લગાવી લેવી. હવે તે બરાબર સુકાઈ જાય ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ લેવું.આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે-ત્રણવાર કરી શકો છો.

image source

ટામેટામાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હેય છે વિટામિન સી એક ઉત્તમ પોષક તત્ત્વ છે. જે કરચલીઓ દૂર કરે છે.

ચણાનો લોટ અને એલોવેરાનો ફેસપેક

તેના માટે તમારે એક મોટો ચમચો ચણાનો લોટ અને એક મોટો ચમચો એલોવેરા જેલ જોઈશે. હવે આ બન્ને વસ્તુને તમારે એક નાની વાટકીમાં મિક્સ કરી લેવી.

image source

હવે તે મિશ્રણને ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત લગાવી લેવું. તેને તેમ જ 10 મિનિટ રાખવું. દસ મિનિટ બાદ સ્વચ્છ પાણીથી તેને ધોઈ લેવું. અઠવાડિયામાં બે વાર તમે આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરામાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય ઝે જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે. આ ઉપરાંત તેમાં એટિઓક્સિડન્ટ્સ તેમજ એટી એજિંગ ગુણો પણ હોય છે. જે ત્વચા પર કરચલીઓ નથી પડવા દેતા.

ચણાનો લોટ અને કેળાનો ફેસપેક

image source

તેના માટે તમારે બે ચમચી ચણાનો લોટ અને બે પાકેલા કેળા અને ગુલાબજળ અથવા દૂધની જરૂર પડશે.

સૌ પ્રથમ તમારે પાકેલા કેળાનો પલ્પ બનાવી લેવો, હવે તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરી દેવો હવે તેની યોગ્ય પેસ્ટ બને તે માટે તેમાં તમારે દૂધ અથવા તો ગુલાબ જળ ઉમેરવું.

image source

પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ તેને ચહેરા તેમજ ગળા પર લગાવી લેવું. તેને તેમ જ 10-15 મિનિટ રાખવું અને ત્યાર બાદ હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લેવો. આ પ્રોસેસ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

કેળામાં વિટામિન સી હોયછે જે ત્વચામાં કોલેજનને વધારે છે અને તેના કારણે ઉંમરની જે ઝાંય ચહેરા પર દેખાય છે તે દૂર થઈ જાય છે અને સાથે સાથે કરચલીઓ પણ દૂર થાયછે.

ચણાનો લોટ અને મધનો ફેસપેક

image source

તેના માટે તમારે બે મોટા ચમચા ચણાનો લોટ અને એક ચમચો મધ જોઈશે. હવે આ બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરી લેવી. પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ તે પેસ્ટને ચહેરા પર વ્યવસ્થિત લગાવી લેવી.

જો તમારું મધ થોડું જાડું હોય તો તમે તેને ગરમ પાણી પર મુકીને ગરમ કરી શકો છો અથવા તો માઇક્રોવેવમાં પણ ગરમ કરી શકો છો. જેથી કરીને પેસ્ટ યોગ્ય બની શકે.

image source

હવે તેને ચહેરા પર સુકાય ત્યાં સુધી રેહવા દેવું અને ત્યાર બાદ હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લેવો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બેવાર કરી શકો છો.

મધમાં વિટામિન્સ અને મિનરલનું સંયોજન હોય છે જે તમારી ત્વચાને મખમલી અને મુલાયમ બનાવે છે તેમજ તેનાથી ત્વચા ચમકીલી પણ બને છે.

ચણાનો લોટ અને લીમડાનો ફેસપેક

image source

તેના માટે તમારે એક ચમચી લીંમડાના પાંદડાનો પાઉડર અને એક મોટી ચમચી ચણાનો લોટ અને તેની પેસ્ટ બનાવવા માટે દહીં અથવા તો ગુલાબ જળ જોઈશે.

હવે આ બધી જ સામગ્રીને એક સાથે મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ તૈયાર થયેલી પેસ્ટને ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત લગાવી લેવી.

image source

તે સુકાઈ જાય ત્યાં સુધી તેને તેમ જ રહેવા દેવી.ત્યાર બાદ તેને હુંફાળા પાણી વડે ધોઈ લેવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

લીંમડાના પાનમાં એન્ટીઓક્સીડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે ત્વચામાં બળતરા થતી અટકાવે છે તેમજ ત્વચા પર કરચલી થતી અટકાવે છે આ ઉપરાંત ચહેરા પર ખીલ પણ નથી થતા.

ચણાનો લોટ અને લીંબુના રસનો ફેસપેક

image source

તેના માટે તમારે બે ચમચા ચણાનો લોટ, અરધી ચમચી લીંબુનો રસ, એક ચમચી દહીં અથવા દૂધ અને એક ચપટી હળદર જોઈશે. આ બધી જ સમાગ્રી મિક્સ કરીને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી.

આ પેસ્ટનો તમે ફેસપેક તેમજ નાહવાના ઉબટન તરીકે પણ ઉપોયગ કરી શકો છો.
ચહેરા તેમજ ગરદન પર આ પેસ્ટ લગાવ્યા બાદ 20 મિનિટ સુધી રહેવા દેવું ત્યાર બાદ તેને હુંફાળા પાણી વડે ધોઈ લેવું.

image source

આપ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો. ઉપર જણાવ્યું તેમ તેનો નાહવામાં પણ ઉપયોગ કરી શકો છો.

લીંબુના રસમાં રહેલું સી વીટામીન એન્ટિએજિંગના ગુણો ધરાવે છે. તેમજ તે તમારી ત્વચાને સુર્યના યુ.વી કીરણોથી પણ બચાવે છે અને તેનાથી ત્વચાને થયેલા નુકસાનને પણ દૂર કરે છે.

ચણાનો લોટ અને મુલતાની માટી

image source

તેના માટે તમારે બે મોટી ચમચી મુલતાની માટી એક ચમચો ચણાનો લોટ અને તેની પેસ્ટ બનાવવા માટે ગુલાબ જળની જરૂર પડશે.

ફેસપેક બનાવવા માટે આ બધી જ સામગ્રીને મિક્સ કરી લેવી અને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી.

હવે આપેસ્ટને તમારે તમારા ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત લગાવી લેવી અને તેને તેમ જ 25-30 મિનિટ રાખી મુકવું.

image source

ત્યાર બાદ ચહેરો નોર્મલ પાણી વડે ધોઈ લેવો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે-ત્રણવાર કરી શકો છો.

મુલાતીની માટીમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો સમાયેલા હોયછે. આ ઉપરાંત તે ખીલ તેમજ ફોલ્લીઓને પણ નથી થવા દેતી.

ચણાનો લોટ અને દૂધનો ફેસપેક

image source

તેના માટે તમારે બે ચમચા ચણાનો લોટ અને બે ચમચા દૂધ અથવા દૂધની મલાઈ જોઈશે. આ બધી જ સમાગ્રીને એક વાટકીમાં બરાબર મિક્સ કરી લેવી. હવે તૈયાર થેયલી પેસ્ટને ચહેરા તેમજ ડોક પર લગાવવી.

હવે તેને તેમ જ ચહેરા પર 20-25 મિનિટ રહેવા દેવું. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીએ ધોઈ લેવો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે-ત્રણવાર કરી શકો છો.

image source

આ સિવાય તમે નાહવા જતાં પહેલાં ચહેરા પર થોડી મલાઈનું માલિશ પણ કરી શકો છો. તેનાથી ત્વચાને મોઇશ્ચરાઇઝેશન મળશે અને ત્વચા રુક્ષ નહીં બને પણ સ્નિગ્ધ અને ચમકીલી બનશે.

ચણાનો લોટ અને ગ્રીન ટી

image source

તેના માટે તમારે બે ચમચા ચણાનો લોટ એક ગ્રીન ટી બેગ અને એક કપ હુંફાળુ પાણી જોઈશે. સૌ પ્રથમ તમારે હુંફાળા પાણીમાં ગ્રીન ટી બેગ મુકીને તેની ટી બનાવી લેવી.

હવે તે જ પાણીને ચણાના લોટમાં ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. હવે તે પેસ્ટને ચહેરા પર લગાવી લેવી તેને તેમ જ 10-15 મિનિટ માટે રહેવા દેવું.

image source

ત્યાર બાદ પાણીથી ચહેરો ધોઈ લેવો. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં 1-2 વાર કરી શકો છો.

ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. તેનો ચહેરા પર ઉપયોગ કરવાથી ચહેરા પર અકાળે કરચલીઓ દેખાતી નથી.

ચણાનો લોટ અને દહીંનો ફેસપેક

image source

તેના માટે તમારે બે મોટી ચમચી ચણાનો લોટ અને બે ચમચા દહીંની જરૂર પડશે. આ બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

આ પેસ્ટને ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત લગાવી લેવી. તેને તેમ જ 10-15 મિનિટ રાખીને તે બરાબર સુકાઈ ગયા બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લેવું.

દહીં તમારી ત્વચા માટે ઉત્તમ છે તેમાં લેક્ટોબેસિલસ હોય છે જે ત્વામાં કરચલીઓ નથી પડવા દેતું અને ત્વચાને મુલાયમ તેમજ સ્નિગ્ધ બનાવે છે.

image source

ચણાના લોટના ઉબટનનો કે પછી તેના ફેસપેકનો ઉપયોગ તમારે ખાસ કરીને શિયાળામાં કરવો જોઈ.

શિયાળામાં સાબુનો ઉપયોગ તમારી ત્વચાને રુક્ષ બનાવી દે છે અને તમારી ત્વચામાંથી મોઇશ્ચર સોશાઇ જાય છે.

તેની જગ્યાએ તમારે ચણાના લોટના ઉબટનનો ઉપયોગ નાહતી વખતે કરવો જોઈએ.

image source

અને તેવી જ રીતે જો તમે સંપુર્ણ શરીર માટે ચણાનો લોટ ન વાપરી શકો તો તમારેતમારા ચહેરા પર ચણાના લોટના ઉપર જણાવ્યા તે પ્રમાણે વિવિધ ફેસપેકના પ્રયોગ કરવા જોઈએ.

– ચણાનો લોટ તમારી ત્વચામાંથી વધારાનુ તેલ શોષી લે છે અને ત્વચાને તૈલી થતાં પણ રોકે છે.

– ચણાનો લોટ તમારા ચહેરાનો રંગ સ્વચ્છ બનાવે છે અને સાથે સાથે ચહેરાની ચામડી પણ મુલાયમ બનાવે છે.

image source

– ચણાના લોટના સુક્ષ્મકણો ચહેરા પરની જે મૃત ત્વચાના કણો હોય છે તેને હટાવી દે છે અને ત્વચાને એક નવજીવન આપે છે.

– ચણાના લોટનું ઉબટન કે તેનો ફેસપેક કોઈ સ્ક્રબરની જેમ કામ કરે છે અને તેને ચહેરા પર ઘસવાથી રોમછિદ્રો ખોલે છે અને ચહેરો સંપુર્ણ પણે સ્વચ્છ બની જાય છે.

– આ ઉપરાંત તે ત્વચાને જુવાન પણ રાખે છે એટલે કે તે ઉંમર પહેલાં ચહેરા પર આવતી કરચલીઓને પણ નથી થવા દેતું.

image source

– આ સિવાય નિયમિત ચણાના લોટનો ફેસપેક કે પછી તેના ઉબટનથી નાહવાથી તમારી ત્વચા કાંતિવાન અને ચમકીલી બને છે.

– આ ઉપરાંત જો તમને ખીલની સમસ્યા રહેતી હોય તો ઉપર જણાવ્યું તેમ તે ત્વચામાંથી વધારાનું તેલ શોષી લેતું હોવાથી તમારી ખીલની તકલીફ પણ દૂર થઈ શકે છે તેમજ તે ત્વચાને સાફ પણ રાખે છે.

3અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ