આ અનેક બીમારીઓને દૂર કરવા માટે બેસ્ટ છે લસણ, આ રીતે કરો તમે પણ તેનો ઉપયોગ

લસણ એક ઉત્તમ,ગુણવર્ધક આહાર, લસણ સ્વાસ્થ્ય વર્ધક હોવાની સાથે-સાથે એક શ્રેષ્ઠ ઔષધી પણ છે.લસણ કુદરતની અણમોલ ભેટ છે.આયુર્વેદમાં લસણનો ઉપયોગ અનેક દર્દોની દવા બનાવવામાં કરવામાં આવે છે.

5000 વર્ષથી પણ પહેલાથી લસણનો દવા તરીકે ઉપયોગ પ્રચલિત છે.અનેક રોગોમાં લસણ વરદાન સમાન સાબિત થાય છે.

લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે રસ એટલે કે ગળ્યો ખાટો તીખો તૂરો અને કડવો રસ રહેલા છે.લસણ ગુણમાં ગરમ ,તીક્ષ્ણ, પાચક ,વીર્ય વર્ધક, ઝાડો સાફ કરનાર ,હાડકા માટે ઉપયોગી ,બુદ્ધિવર્ધક અને બળવર્ધક છે.

image source

રોજબરોજના આહારમાં લસણનો ઉપયોગ કરવાથી નીરોગી જીવન જીવી શકાય છે. ખાલી પેટે લસણ ખાવાથી વિશેષ પ્રમાણમાં લાભ મળે છે.

લસણ હૃદયના રોગ ની સમસ્યામાં ઉત્તમ ઔષધિ છે. લસણ ખાવાથી લોહીનું ભ્રમણ થતું અટકે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.

હૃદય સુધી પહોંચતી ધમનીઓમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ લસણના ઉપયોગ થી દૂર થાય છે અને હૃદયના કાર્યમાં સરળતા રહે છે .બ્લડ સર્ક્યુલેશન યોગ્ય માત્રામાં થઈ શકે છે.

image source

હાઇબ્લડપ્રેશરના દર્દી માટે પણ લસણ ગુણકારી છે.લસણથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

પેટ અને પાચનતંત્રને લગતી સમસ્યાઓમાં પણ લસણ રાહત આપે છે. અપચો,અતિસાર, કબજિયાત ની સમસ્યામાં પણ લસણ રાહત આપે છે.

શરીરમાં જમા થતા ઝેરી પદાર્થોને પણ લસણ શરીરની બહાર ફેંકે છે. લસણની કળીઓને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી પેટની બીમારીઓ ગાયબ થાય છે.

image source

લસણ પાચન તંત્રને મજબૂત બનાવે છે, લસણ ખાવાથી ભૂખ ઊઘડે છે અને ખોરાકનું પણ યોગ્ય પાચન થાય છે.

માનસિક તણાવમાં પણ લસણમાં રહેલું પોષક તત્વ રાહત આપે છે. લસણથી માથાના દુખાવા અને હાઈપરટેન્શન માં પણ આરામ મળે છે. હૃદયની ગભરાહટ માટે જવાબદાર પેટમાં ઉત્પન્ન થતા એસિડનું નિયંત્રણ પણ લસણમાં રહેલા પોષક તત્ત્વોના હાથમાં છે.

લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વો દાંતમાં થયેલા ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ છે એટલું જ નહીં દાંતના દુખાવામાં પણ લસણનું તેલ રાહત આપે છે. લસણની કળીને વાટી ને પણ દાંતની-પીડા વાળી જગ્યા પર લગાડવાથી આરામ મળે છે.

image source

કાનમાં સણકા મારતા હોય, કાનમાં દુખાવો થતો હોય તો પણ લસણ કકડાવેલા તેલના ટીપા નાખવાથી રાહત મળે છે.

લસણ કફ, ઉધરસ ,શરદી ,શ્વાસ ,ન્યુમોનિયા અને બ્રોન્કાઇટીસ, દમ જેવા રોગોની પણ અકસીર દવા છે. નાના બાળકોને છઠ્ઠી સદીમાં ઉપચાર તરીકે લસણ ની પોટલી બનાવી છાતી ઉપર મૂકવામાં આવે તો કફમાં રાહત મળે છે.

અરુચિ, વાયુ, મંદાગ્નિ મા પણ લસણ ઉપયોગી છે. લસણ તૈલીય ગુણધર્મો ધરાવે છે જેમાં એલાઈલ પ્રોપાઇલ સ૯ફાઈડ 6%, ડાઈએલાઇલ ડાયસલફાઇટ 6% તથા બીજા બે ગંધક યુક્ત દ્રવ્યો જોવા મળે છે.

image source

લસણમાં રહેલું વિટામિન સી એ બી અને જી તથા સફર લો કેલ્શિયમ ઉપરાંત એલિસિન નામનું તત્વ છે.એલિસન બેક્ટેરિયાનો નાશ કરવાનો ગુણ ધરાવે છે.લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને પણ નષ્ટ કરવાનો ગુણ છે.

એક સંશોધન અનુસાર આંતરડાના કેન્સરથી પીડાતી વ્યક્તિ પણ ડોક્ટરની સલાહ પ્રમાણે લસણનો ઉપયોગ કરે તો કેન્સર સામે લડવાની શક્તિ વધી શકે છે

image source

લસણમાં ફ્રી રેડિકલ્સને રોકવાની શક્તિ છે અને કેન્સરની ગાંઠ ફ્રી રેડિકલ્સ થી થતી હોવાનો સંશોધકોનો મત છેલસણમાં રહેલું એલિસિન નામનું એન્ઝાઈમ નકામા કોષનો નાશ કરે છે.

ખીલ પર લસણનો રસ નિયમિત પણે લગાવવાથી ચામડી ના ખીલ પણ ઓછા થઇ શકે છે.

દરરોજ લસણની એક કળી ખાવાથી વિટામીન એ બી અને સીની સાથે આયોડીન આયરન પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો શરીરમાં એક સાથે ઉપલબ્ધ થઈ જાય છે .

image source

શરીર પર લસણનું તેલ લગાવવાથી મચ્છરો પણ પાસે આવતા નથી ઉપરાંત ત્વચાના રોગોમાં રાહત મળે છે.

લસણ ઈન્સ્યુલિનની માત્રા વધારે છે તેથી ડાયાબિટીસનાં દર્દી માટે પણ લસણ રાહતરૂપ છે.

લસણમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી પ્રોપર્ટી એલર્જીની પણ દૂર ભગાડે છેખાસ કરીને સ્કિનની થતી એલર્જીનો લસણ રામબાણ ઈલાજ છે.સોરાયસીસ જેવા રોગમાં પણ ચામડી પર લસણનું તેલ લગાવવાથી રાહત મળે છે

image source

લસણના ભરપૂર ફાયદા જાણ્યા બાદ આજથી જ તમારા આહારમાં લસણને સ્થાન જરૂર આપજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ