જાણો રોજ અંજીર ખાવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે..

આપણે ગુજરાતીઓ ખાવાની બાબતમાં બહુ સક્રિય છીએ. ખાવા નું નામ પડે ત્યાં જ આપણને ભૂખ લાગી પડે છે.

image source

ખાસ કરીને શિયાળાની સિઝન હોય ત્યારે જામફળ, બોર, આમળા, જીંજરા સહિત અનેક પ્રકારની ચીકી, અને તલપાક સીંગપાક એવા સિઝનેબલ ખોરાક ખાઈએ છીએ.

જો કે શિયાળામાં આ બધી આઇટમ શિવાય સૂકોમેવો પણ શરીર માટે ખૂબ ફાયદાકારક અને ગુણકારી છે.

image source

કાજુ અને બદામ સિવાય અંજીર પણ એવો જ દમદાર સૂકો મેવો છે. સ્વાદમાં મીઠા એવા અંજીરમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા છે જે આપણા શરીર માટે ઉપયોગી અને ફાયદાકારક છે.

અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.

image source

આ તત્વો ખાસ કરીને શરીરનું વજન ઘટાડવા અને શરીરમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત રાખવા માટે કારગર ઘરેલૂ ઉપાય છે. આવો આજે સ્વાસ્થ્ય સંબંધિત આ આર્ટીકલમાં આપણે અંજીરના બીજા અન્ય ફાયદાઓ વિશે પણ જાણીએ.

કબજિયાતની સમસ્યામાં ફાયદાકાર

અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. એક મધ્યમ આકારના અંજીરમાં આશરે 1.45 ગ્રામ ફાઈબરની માત્રા હોય છે જે કબજિયાત સંબંધિત સમસ્યા નિવારવા માટે ઉપયોગી છે.

image source

અંજીરને રાત્રે પાણીમાં પલાળી સવારે નરમ થઇ ગયેલા અંજીરનું સેવન કરવાથી પેટ સાફ રહે છે.

હાડકાની સમસ્યા

અંજીરમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. તેમજ હાડકાંના વિકાસમાં પણ ઉપયોગી છે.

આંખોની દ્રષ્ટિ વધારવા

image source

આજકાલના સમયમાં જ્યારે કોમ્પ્યુટર, ટીવી અને મોબાઈલ સ્ક્રીન સામે કલાકો સુધી બેસી રહેતી યુવા પેઢીની આંખો દિવસેને દિવસે નબળી પડતી જાય છે.

આ માટે અંજીરમાં રહેલા વિટામીન એ આપણી આંખો માટે ફાયદાકારક છે તેથી ખાસ કરીને યુવાનોએ અંજીરનું સેવન કરવું જ જોઈએ.

હૃદયરોગની સંભાવના ઓછી કરે

image source

અંજીર આપણા લોહીમાં રહેલા ટ્રાયગ્લીસરાઇડ નું સ્તર નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે. ટ્રાયગ્લીસરાઇડ લોહીમાં રહેલા ચરબીના કણો ને કહે છે જો શરીરમાં તેનું પ્રમાણ વધી જાય તો હૃદયરોગ ની સંભાવના પણ વધી જાય છે.

સૂકા થયેલા અંજીરમા ફીનોલ, ઓમેગા-૩ અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા તત્વો હોય છે જે હૃદય રોગની સંભાવનાને ઓછી કરે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખાસ

image source

અંજીરમાં રહેલા ઓમેગા-૩ અને ઓમેગા-6 જેવા તત્વો શરીરમાં લોહીના ઊંચા દબાણ ને નિયંત્રિત રાખવા સહાયક છે.

એ ઉપરાંત તેમાં રહેલું પોટેશિયમ હાઇપરટેન્શન એટલે કે જરૂરતથી વધારે માનસિક ટેન્શન રાખતા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે.

કેવી રીતે કરવું જોઈએ અંજીરનું સેવન ?

image source

એક પુખ્ત વયના વ્યક્તિ ના શરીરમાં દૈનિક 1000 મિલિગ્રામ કેલ્શિયમ ની આવશ્યકતા રહે છે. દરરોજ ત્રણથી ચાર સૂકા અંજીરનું સેવન કરવાથી શરીરમાં પૂરતી તાકાત-બળ મળે છે અને કેલ્શિયમની જરૂર પૂરી થાય છે.

જો તમને સૂકા અંજીર ખાવા ના ગમતા હોય તો અંજીરની રાત્રે પલાળવા મૂકી દઈ સવારે એ અંજીર ખાઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ