જાંબુ (રાવણાં) છે જાદુઈ ઔષધીય ગુણોનો ભંડાર… વાંચો અને જાણો…

રાવણાં એવું ફળ કે જે છે ગુણો નો ભંડાર………..…….

હેલ્લો દોસ્તો, આજે હું તમારા માટે એક એવા ફળ ના ફાયદાઓ વીશે વાત કરવાની છુ જે બધાનું લોકપ્રિય ફળ છે. રાવણાં નામ તો સાંભળ્યું જ હશે. ઉનાળાની શરૂઆત સાથે રાવણાં નું આગમન થઈ જાય છે. તેને બ્લેક બેરી અથવા બ્લેક જામુન ના નામથી ઓળખવામાં આવે છે. રાવણાં મોટે ભાગે પાણી વાળા વિસ્તાર માં વધારે જોવા મળે છે. રાવણાં એક ગુણોથી ભરપૂર ફળ છે.તે કેરી ની સાથે જ બજાર માં જોવા મળે છે. પણ તે તેના ગુણો ને લીધે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. રાવણાં એ કાળા રંગ નું ફળ છે. તે સ્વાદ માં મીઠું અને નાનું ફળ છે. પાંદડા થી માંડીને છાલ સુધી તેના ગુણો રહેલા છે. આટલા બધા ફાયદાઓ ધરાવતું ફળ ના ખાઈએ તો કેમ ચાલે… ચાલો જાણીએ તેનામાં રહેલા શરીર, વાળ, સ્કીન, અને અન્ય રોગો માટે આયુર્વેદિક રીતે અસર કરતાં ઉપચાર……

 રાવણાં માં રહેલા પોષક તત્વો

પોષકતત્વ નું નામ માત્રા

  • ઉર્જા 251 કિલો જૂલ ,
  • કાર્બોહાઈડ્રેટ્સ 14,
  • ફેટ્સ 0.23 ગ્રામ,
  • ફાઈબર 0.6,
  • વિટામિન,કેલ્શિયમ,આયર્ન, પોટેશિયમ 0.995 ગ્રામ.

 રાવણાં ના ઔષધિય ગુણો
• રાવણાં લોહી માં સાકર ની માત્રા ને ઓછી કરે છે, રાવણાં ની ઋતુ માં ડાયાબિટીસ ના દર્દીઓ જો નિયમિત ખાઈ તો તેને લાભ થાય છે. ડાયાબિટીસ ની બીમારી માં વારંવાર તરસ લાગવી , પેસાબ જવું એ બાબત માં ધણી રાહત થાય છે.

• રાવણાં માં પોટેશિયમ ભરપુર માત્રા માં હોવાથી હાર્ટ એટેક , હાઇ બ્લડ પ્રેશર, સ્ટ્રોક વગેરે બીમારી થી બચી શકાય છે.

• જો કોઈ વ્યક્તિ માં લોહી ની માત્રા ઓછી હોય તો તેને રાવણાં નું સેવન કરવાથી ખૂબ જડપ થી લોહી ની માત્રા વધારી શકાય છે.

• રાવણાં માં વિવિધ પ્રકાર ના પોષકતત્વો જેવા કે વિટામિન,કેલ્શિયમ,આયર્ન, પોટેશિયમ આવેલા છે જેથી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.

• રાવણાં ના રસ નો સંગ્રહ કરીને રાખી શકાય છે જ્યારે ઉધરસ, શરદી થઈ હોય ત્યારે પાણી સાથે રસ ને લેવાથી ફાયદો કરે છે.

• રાવણાં ના રસ થી કબજિયાત, કફ, પેટ ની સમસ્યા, દમ, જેવી બીમારી માં રાહત મળે છે॰

 રાવણાં ત્વચા માટે સૌદર્યવર્ધક

• રાવણાં નો રંગ ભલે ને કાળો હોય પણ ચહેરા પર ચમક લાવવામાં ખૂબ જ ઉપયોગી છે.

• રાવણાં એ ચહેરા પર ની મૃત ત્વચા ને રીપેર કરે છે.

• ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે. ચહેરા નો રંગ સફેદ રાખે છે. ચહેરા પર ના ખીલ ને મટાડે છે.ચહેરા ને યુવાન રાખે છે.

• રાવણાં થી લોહી નો સંચાર વધવાથી ચહેરા પર કાળા દાગ, ધબ્બા થવાની શક્યતા ઓછી રહે છે.

 રાવણાં વાળ માટે વરદાન
• રાવણાંની અંદર ઘણા પોષકતત્વો જેવા કે, વિટામિન,કેલ્શિયમ,આયર્ન, પોટેશિયમ હોવાથી વાળ ની ચમક વધારે છે.

• વાળ ને શાઈની બનાવે છે. વાળને ખરતા રોકે છે. વાળ માં આવતી ખરાબ વાસ ને દૂર કરે છે. વાળ માં થતા ખોડો થી છૂટકારો મળી રહે છે.

• વાળ ને મજબૂત કરે છે. વાળ લાંબા થવામાં મદદ કરે છે.વાળ ને કુદરતી રીતે કંડિશનિંગ કરે છે.

 રાવણાં ના પાંદડા ના ફાયદાઓ
• રાવણાં ના પાંદડા તો બારેમાસ તમને મળી રહે છે. જો તમારા પેઢા નબળા હોય તો રાવણાં ના પાંદડા નું મંજન કરવાથી ફાયદો થાય છે.

• જો પેઢા માથી લોહી નીકળતું હોય તો આ પાંદડાને ગરમ પાણી માં ઉકાળીને કોગળા કરવાથી રાહત મળે છે.

• જો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય તો તે ઉતારવા માટે રાવણાં નો રસ પીવડાવવાથી નશો જડપથી ઉતરી જાય છે.

• જો કોઈના મો માથી સતત વાસ આવતી હોય તો રાવણાં ના પાન ને ચાવવાથી તે દૂર થાય છે.

• રાવણાં ના પાન નું સેવન ગાય ના દૂધ સાથે કરવાથી લોહિવાળા હરસ માં ફાયદો કરે છે.

 રાવણાં ની ગોઠલી ના ફાયદાઓ
• રાવણાં ની ગોઠલીઓને આપણે ફેંકી દેતા હોઇએ છીએ તેનું કારણ છે આપણે તેના ફાયદાઓ થી અજાણ છીએ. આપણે આ ગોઠલીને સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને વર્ષ આખું વાપરી શકીએ છીએ.

• ગોઠલી નું નિયમિત સેવન ડાયાબિટીસ ના દર્દી માટે ફાયદાકારક છે.

• જો કોઈ જગ્યાએ વાગ્યું હોય તો આ ચૂર્ણ ની પાણી સાથે પેસ્ટ બનાવીને ઘા પર લાગવાથી દર્દ ઓછું થાય છે અને જડપથી રુજ આવે છે ખાસ કરીને ડાયાબિટીસ ના દર્દી ને ખૂબ જ ફાયદો થાય છે.

• પથરી થઈ હોય તો રાવણાં ના પાવડર ને દહી સાથે ખાવાથી આરામ મળે છે.

• જો અવાજ ને સુરીલો બનાવવો હોય તો આ ચૂર્ણ ને મધ સાથે નિયમિત લેવાથી લાભ થાય છે.

 રાવણાં ની છાલના ફાયદાઓ

• જો નાના બાળક ને ખાંસી થઈ હોય તો આ ચૂર્ણ બકરી ના દૂધ માં ઉકાળીને પીવાથી તરત જ રાહત મળે છે.

• રાવણાં ની છાલ સ્ત્રીઓને માસિક માં રક્તસ્ત્રાવ માં મદદ કરે છે.

• રાવણાં ની છાલ ને પાણી સાથે ઘસીને દિવસ માં બે વાર પીવાથી અપચો,અને પેટ ની સમસ્યા દૂર થાય છે.

• રાવણાં ની છાલ નો ઉપયોગ ગઠિયા વા ના ઈલાજ માં ખૂબ જ ઉપયોગી છે.

 રાવણાં નો સિરકા અથવા વિનેગર બનાવવાની રીત:
• રાવણાં ને નમક ભેળવીને માટી ના વાસણ માં થોડા દિવસ સુધી તડકા માં રાખો. હવે જ્યારે આ તૈયાર થઈ જાય ત્યારે તેને કાચ ની બરણી માં ભરી લો॰અને જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કરી શકાય.

 ઉપયોગ:

• ડાયાબિટીસ ના દર્દી રોજ આ સિરકા નું સેવન કરે તો ડાયાબિટીસ પર નિયંત્રણ લાવી શકાય છે.
• કબજિયાત ના દર્દી ને રોજ એક ચમચી પીવાથી કબજિયાત મટી જાય છે.
• લોહી ની ગુણવતા માં સુધારો લાવી શકાય છે.
• વાળ માં લગાવવાથી વાળની ચમક જળવાઈ રહે છે.

 રાવણાં ખાતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબતો

• રાવણાં નું સેવન યોગ્ય માત્રા માં કરવું જોઈએ નહિતર નુકસાન પહોચે છે. આયુર્વેદ માં જણાવ્યા અનુસાર એક વખત માં 200 ગ્રામ કરતા વધારે માત્રા માં રાવણાં ખાવા યોગ્ય નથી.
• ભૂખ્યા પેટે અથવા ખાલી પેટે રાવણાં નું સેવન નુક્સાનકારક છે.
• રાવણાં ખાઈ લીધા પછી દૂધ નું સેવન કરવું જોઈએ નહિ.

લેખન સંકલન : પૂજા કથીરિયા

દરરોજ આવી અનેક અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી